March 6, 2026
ટોપ ન્યુઝરમત ગમત

પાવર ઓફ ગુજરાત: બાપુ, જસ્સી અને હાર્દિકે ભારતને જીતાડ્યું

Spread the love

ટી-20 વર્લ્ડ કપ સેમીફાઈનલ: જેકોબ બેથેલની સદી એળે ગઈ, ભારતે ઓસ્ટ્રેલિયાનો વર્લ્ડ રેકોર્ડ તોડી ફાઈનલમાં પ્રવેશ કર્યો
reditt image credit
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટી-20 વર્લ્ડ કપની સેમી ફાઈનલ મેચ નહીં, પણ ફાઈનલ જેવી મેચ જોવા મળી. અંગ્રેજો સામેની મેચ હકીકતમાં જે રમત જોવા મળી તે લોકોના દિમાગમાં બીજા 100 વર્ષ સુધી રહેશે, જેમાં જેન્ટલમેન ગેમની સાથે રોમાંચક મોડ જોવા મળ્યા. ટીમ ઈન્ડિયા વતીથી તમામ ખેલાડીઓનું ઓલ રાઉન્ડર પ્રદર્શન રહ્યું, જ્યારે ઇંગ્લેન્ડની ટીમના 22 વર્ષના ખેલાડીથી લઈને જોર્ફા આર્ચર જેવા પૂછડિયા ખેલાડીએ પણ હિંમત બતાવીને રમ્યા.
બંને ટીમનો સ્કોર પણ જે થયો તે 499 થયો અને બીજી વખત ટવેન્ટી-20 વર્લ્ડ કપમાં સર્વોચ્ચ સ્કોર થયો. આ મેચના રિયલ હીરો જેકોબ બેથેલ, જોફ્રા આર્ચર રહ્યા, પણ 253 રનના પહાડી સ્કોર પછી પણ ભારતને જીતાડવામાં સંજુ સેમસન (42 બોલમાં 89 રન), શિવમ દૂબે (43) ઈશાન કિશન સહિત તિલક વર્માની ધમાકેદાર બેટિંગ પછી ફિલ્ડિંગ-બોલિંગમાં ગુજરાતી જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યા દરેક વખતે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયા.

ઇંગ્લેન્ડે હારીને પણ લોકોના દિલ જીત્યા
ત્રણેયની વાત પહેલા 145 કરોડ દેશવાસીઓના જીવ અદ્ધર કરનારા નવોદિત યુવા ખેલાડીએ 1000 તોપની સલામી આપવી જોઈએ કે જરાય ડર્યા વિના 48 બોલમાં સાત સિક્સર, આઠ ચોગ્ગા સાથે 105 રન કર્યા અને એનો સ્ટ્રાઈક રેટ 218 રહ્યો. સમજો આ ખેલાડીએ તમામ બોલરનો હિંમતપૂર્વક સામનો કરીને ઇંગ્લેન્ડને જીતના કિનારે લાવી દીધી હતી, જેને હાર્દિક પંડ્યાએ રન આઉટ કર્યો અને ઇંગ્લેન્ડનું જીતનું સપનું ચકનાચૂર કરી નાખ્યું હતું, પરંતુ છેલ્લી ઓવર-બોલ સુધી ઇંગ્લેન્ડે હાર માની નહોતી અને જોફ્રા આર્ચર જેવા બોલર બેટસમેન બનીને ચાર બોલમાં ત્રણ સિક્સર ફટકારી હતી, જ્યારે ઇંગ્લેન્ડને જીતવા માટે 6 બોલમાં 22 રન લેવાથી સાત રનથી હાર્યું હતું, પણ આ હારીને ઇંગ્લેન્ડે લોકોના દિલ જીતી લીધા હતા.

પંડ્યા-બાપુ-જસ્સી જૈસા કોઈ નહીં
કેપ્ટન સૂર્યા કુમાર યાદવે પાવરપ્લેમાં જસપ્રીત બુમરાહને ઓવર આપી અને વિકેટ ઝડપી, હાર્દિક પંડ્યાએ બે વિકેટ ઝડપી, જ્યારે બેથેલ જામેલા ખેલાડીને રનઆઉટ કર્યો. 17મી ઓવર બુમરાહને આપી જે ઇંગ્લેન્ડ માટે ડેથઓવર સાબિત થઈ. જસપ્રીત બુમરાહ સૌથી મહત્ત્વની કેપ્ટન હેરી બ્રુકની વિકેટ લીધી, જ્યારે એનો ડાઈવિંગ કેચ પણ અક્ષર પટેલે કર્યો હતો. 16મી ઓવરમાં આઠ અને 18મી ઓવરમાં છ રન જ આપ્યા હતા બુમરાહે. મિડલ ઓર્ડરમાં અક્ષર પટેલે ટોમ બેન્ટનને પણ બોલ્ડ કરીને ચાહકોનું દિલ જીતી લીધું હતું. કેપ્ટન સૂર્યાની દૂરંદેશી દૃષ્ટિને કારણે છેલ્લે સુધી બોલર પર ભરોસો કરીને મેચને જીતાડ્યું એ વાત ક્રિકેટ ઈતિહાસની નોંધ ચોક્કસ લેશે.


ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો
ભારતની જીતથી ટવેન્ટી-20 ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમવાની ટિકિટ મેળવી લીધી, જે અમદાવાદમાં રમશે. ટીમ ઈન્ડિયા આ વખતે પોતાના પંદરમી આઈસીસી ફાઈનલ રમશે, જે ક્રિકેટ ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયાના નામે રેકોર્ડ હતો, જેને ભારતે તોડ્યો છે. ન્યૂ ઝીલેન્ડની ટીમ આઠમી વખત આઈસીસી ટૂર્નામેન્ટની ફાઈનલમાં રમશે, પરંતુ આ મેચમાં હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ અને શિવમ દૂબેનું નામ પણ સુવર્ણ અક્ષરે લખાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!