વો જબ યાદ આયેંઃ 13 વર્ષે રજનીકાંતની માતા બનનાર ‘સુપરસ્ટાર’ની રોચક સફર જાણો

હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી શ્રીદેવીનું નામ લેવામાં આવે છે ત્યારે તેની માસૂમ મુસ્કાનને લોકો હજુ ભૂલી શક્યા નથી. શ્રીદેવીને બોલીવુડની અનેક ફિલ્મો માટે લોકપ્રિયતા મેળવી હતી જેમ કે મિસ્ટર ઈન્ડિયા અને ચાલબાજ જેવી ફિલ્મોને આજે લોકો ભૂલ્યા નથી. પણ તમે એ વાત જાણતા નહીં હો કે શ્રીદેવીએ 13 વર્ષની ઉંમરમાં પોતાનાથી ડબલ ઉંમરના અભિનેતા રજનીકાંતની સાવકી માતાનો અભિનય કર્યો હતો. રજનીકાંત ક્યાં અને શ્રીદેવી ક્યાં પણ એના અભિયનની સિદ્ધિને તમે જાણી શકો છો કે એક સુપરસ્ટારની સાવકી માતાનો અભિનય શ્રીદેવીએ કઈ રીતે નિભાવ્યો હશે. આજે એની પુણ્યતિથી નિમિત્તે ચાલો જાણીએ એની અભિનયસિદ્ધિઓને.
શ્રીદેવીનું સાચું નામ શ્રી અમ્મા યંગર અય્યપ્પન હતું. ફિલ્મની કારકિર્દી તો લગભગ ચાર વર્ષની ઉંમરમાં શરુ થઈ હતી. સાઉથની ફિલ્મોમાં તો તેને ચાઈલ્ડ એક્ટર તરીકે કામ પણ કર્યું હતું. એ જમાનામાં ચાઈલ્ડ એક્ટરનો અભિનય મર્યાદિત હતો, પરંતુ પોતાની અભિનય પ્રતિભાથી આગવી ઓળખ ઊભી કરી અને સફળ પણ રહી.
સાઉથની ફિલ્મોમાં ચાઈલ્ડ એક્ટર તરીકે નામ અને દામ મેળવનારી શ્રેદેવીએ ધીમે ધીમે તેલુગુ, મલયાલમ, કન્નડ, તમિલ અને હિન્દી ફિલ્મોમાં કામ કરવાનું શરુ કર્યું હતું. કામકાજના ચક્કરમાં ભણવાનું બહુ જામ્યું નહીં, પરંતુ બંને સાથે પણ કરી લેતી હતી. 1970માં Moondru Midichuમાં પોતાનાથી મોટી ઉંમરના કલાકારની સાવકી માતાનો અભિનય કર્યો હતો. મજાની વાત એ હતી એ વખતે શ્રીદેવીની ઉંમર 13 વર્ષની હતી. આ અભિનય એટલો હટકે કર્યો કે તેની સૌએ નોંધ લીધી. એ જમાનાના જ નહીં, આજના સુપરસ્ટાર રજીનકાંત જ નહીં પણ શ્રીદેવી સુપરહીરોઈન તરીકે લોકો ઓળખે છે, જેનું આજની તારીખ એટલે 24 ફેબ્રુઆરી, 2018માં નિધન થયું હતું.
તમિલનાડુમાં જન્મેલી શ્રીદેવીના પિતા વકીલ હતા અને છ વર્ષની ઉંમરે સૌથી પહેલા તમિલ ફિલ્મમાં કામ કર્યું. ફિલ્મોમાં કામ કરવાનું શરુઆતથી રાસ આવ્યું. 1971માં મલયાલમ મૂવી પુમબત્તા માટે કેરળ સ્ટેટ ફિલ્મ એવોર્ડથી સન્માનિત કરી. 1979માં બોલીવુડમાં એન્ટ્રી કરી, જેમાં પહેલી ફિલ્મ સોલ્હવા સાવન કરી હતી, પરંતુ સાચી ઓળખ તો હિંમતવાલામાં મળી, જેને પહેલી બોલીવુડની સુપરસ્ટાર તરીકે ઓળખ પણ મળી હતી.
શ્રીદેવીએ અનેક યાદગાર ફિલ્મો કરી, જેમાં સદમા, ચાંદની વગેરેમાં શાનદાર કામ કર્યું હતું. ચાલબાજ અને લમ્હે માટે ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો, જ્યારે 2013માં ભારત સરકારે પદ્મશ્રીથી નવાજી હતી. 12 વર્ષના બ્રેક પછી ઈંગ્લિશ-વિંગ્લિશ કરી, જે લોકોને વિશેષ પસંદ પડી હતી. પોતાની ફિલ્મી કારિકિર્દીમાં લગભગ 200થી વધુ ફિલ્મો કરી, પરંતુ તેની પ્રતિભાથી અનેક અભિનેત્રીઓને પ્રેરણા મળી હતી.
