February 23, 2026
ઈન્ટરનેશનલ

મોસ્ટ વોન્ટેડ ડ્રગ એલ મેંચોના મોત બાદ મેક્સિકો સળગ્યું; ભારતીયો માટે એડવાઈઝરી જાહેર

Spread the love

વેનેઝુએલાના પ્રમુખના અપહરણ પછી અમેરિકન કોર્ટમાં આરોપી તરીકે રજૂ કરવામાં આવ્યા પછી અમેરિકાના વધુ એક પડોશી દેશમાં ભારેલા અગ્નિની સ્થિતિ ઊભી થઈ છે. મેક્સિકોના ખુંખાર અને અમેરિકાના મોસ્ટ વોન્ટેડ એલ મેંચોના મોત પછી મેક્સિકોમાં હિંસાનું નિર્માણ થયું છે. કાર્ટેલના સભ્યોએ ચારે બાજુ હિંસા અને ગોળીબાર કર્યા છે, જેને કારણે મેક્સિકોના અનેક શહેરોની સ્કૂલ કોલેજ બંધ કરવાની નોબત આવી છે

મેક્સિન સેનાએ રવિવારે દેશના સૌથી ખુંખાર ડ્રગ્સ કાર્ટેલના માસ્ટરમાઈન્ડ અને અમેરિકાના સૌથી મોટા ભાગેડુ નેમેસિયો ઓસેગુએરા કેરવેન્ટેસની હત્યા કરી નાખી છે જેને એલ મેંચો તરીકે ઓળખવામાં આવે છે. આ મેક્સિકો સરકારની સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે, જેની હત્યા પછી દેશમાં હિંસા ફેલાઈ છે અને એનો રેલો છેક ભારત સુધી પહોંચ્યો છે. ભારત સરકારે પણ ભારતીય નાગરિકો માટે સુરક્ષાના હેતુ એડવાઈઝરી જારી કરી છે.

એલ મેંચોની હત્યા પછી ડ્રગ કાર્ટેલ ગેંગના સભ્યોએ દેશના અલગ અલગ શહેરોમાં હિંસા ફેલાવી છે. જાહેર ગોળીબાર અને આગજનીના બનાવને કારણે સરકાર પણ સતર્ક બની ગઈ છે. નેમેસિયો ઓસેગુએલા કેરવેન્ટસ, જેલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ જેએનજીસી નામની ગેંગનો સભ્ય હતો. આ ગેંગ એક જમાનામાં મેક્સિકોની સૌથી મોટી અને ખતરનાક ગેંગ હતી. એલ મેંચોની હત્યાથી હવે તેની ગેંગનું સુકાન કોણ સંભાળશે એનો સવાલ છે, કારણ કે મેક્સિકોમાં 32માંથી 21 રાજ્યમાં આ ગેંગ સક્રિય છે અને અમેરિકામાં પણ વર્ચસ્વ જમાવ્યું છે.

હવે સવાલ થાય કે કોણ છે તો 59 વર્ષનો નેમેસિયો ઓસેગુએલા પશ્ચિમ મેક્સિકોના મિચોઆકાન પ્રાંતનો રહેવાસી હતો. 1994માં અમેરિકા હેરોઈનની તસ્કરીના આરોપમાં ત્રણ વર્ષની સજા કરી હતી. જોકે, જેલમાંથી છૂટયા પચી મેક્સિકો પરત ફરીને ડ્રગ્સની દુનિયામાં પોતાની પક્કડ વધુ મજબૂત કરી હતી. 2009માં તેને જેલ્સિકો ન્યુ જનરેશન ડ્રગ્સ કાર્ટેલની સ્થાપના કરી હતી. આ ગેંગ અમેરિકા સુધી કોકેન, મેથામફેટામાઈન, ફેન્ટેનિલ અને ગેરકાયદે પ્રવાસીઓની તસ્કરીમાં સામેલ કરવા લાગ્યો હતો. 2015માં મેસ્કિસોની સેનાના હેલિકોપ્ટર તોડી પાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. એના સિવાય અમેરિકાના વિદેશ વિભાગે પણ તેના નામે 1.5 કરોડ ડોલરનું ઈનામ જાહેર કર્યું હતું.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એલ મેંચો કાર્ટેલના વિદેશી આતંકવાદી જાહેર કર્યું હતું. ટ્રમ્પ પ્રશાસન મેક્સિકોની ડ્રગ્સ કાર્ટેલ સામે પણ સખત કાર્યવાહી કરી રહ્યા છે, ત્યારે તેનાથી દબાણ પણ ઊભું થયું હતું. ટેરિફની સાથે સાથે અમેરિકાએ સૈન્ય કાર્યવાહી કરવાની પણ ધમકી આપી હતી. એલ મેંચોની હત્યા અને ગેંગ સામે કાર્યવાહીથી અમેરિકા-મેક્સિકોના સંબંધો પણ સુધરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!