February 20, 2026
ટોપ ન્યુઝ

ગાઝા પીસ બોર્ડ: ભારતનું ‘નરો વા કુંજરો વા’ વલણ

Spread the love


અમેરિકાના શાંતિ પ્રયાસો વચ્ચે ભારતનો ઓબ્ઝર્વર તરીકે પ્રવેશ, રશિયા-ચીન રહ્યા દૂર

યુદ્ધના મેદાનમાં ગાઝા બરબાદ થઈ ગયું છે ત્યારે અમેરિકા પોતાનો હાથ ઊંચો રાખવા માટે ગાઝા બેલ્ટ ડેવલપમેન્ટ લઈને બોર્ડ ઓફ પીસ સંગઠનની પહેલી મીટિંગ 19 ફેબ્રુઆરીના યોજવામાં આવી, જેમાં રશિયા અને ચીન ભાગ લીધો નહોતો, જ્યારે ભારત સરકારે પણ પોતાનું વલણ સંતુલિત રાખીને દુનિયાને ચોંકાવી છે.

ગાઝા બોર્ડ ઓફ પીસમાં સામેલ થવા માટે ભારતને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું હતું, પરંતુ ભારતએ તેને સ્વીકાર્યું નથી. બોર્ડની પહેલી મીટિંગમાં ભારતે સંતુલિત વલણ અપનાવ્યું છે અને ઓબ્ઝર્વર તરીકે મીટિંગમાં ભાગ લીધો હતો. બીજી બાજુ દુનિયાના દાદા ચીન અને રશિયા પણ ટસના મસ નહીં થતા બોર્ડની મીટિંગથી અંતર રાખ્યું હતું. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને ચીન પણ સામેલ થવાની અપેક્ષા રાખી હતી.

અમેરિકાએ ગાઝા પીસ બોર્ડને 10 અબજ ડોલરની નાણાકીય સહાય કરવાની જાહેરાત કરી હતી. આ સંગઠનમાં 27 દેશ છે, જેમાં આર્જેન્ટિના, આર્મેનિયા, અઝરબૈઝાન, હંગેરી, પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને યુએઈ વગેરે દેશનો સમાવેશ થાય છે. 19મી ફેબ્રુઆરીના ગુરુવારે યોજવામાં આવેલી મીટિંગમાં પચાસ દેશ અને યુરોપિયન યુનિયને પોતાના અધિકારો મોકલ્યા હતા. આ મીટિંગમાં જર્મની, ઈટલી, નોર્વે, સ્વિટર્ઝલેન્ડ અને યુકે સહિત એક ડઝનથી વધુ દેશોએ ભાગ લીધો હતો, જ્યારે જે દેશોએ ભાગ લીધો નહોતો, તેમને ઓબ્ઝર્વર તરીકે ભાગ લીધો હતો.

અમેરિકા દ્વારા આયોજિત બોર્ડ ઓફ પીસ મીટિંગમાં ફ્રાન્સ, બ્રિટન, રશિયા, ચીન સહિત યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલના ખાસ સભ્યોએ ભાગ લીધો નહોતો. ભારત પણ પહેલી વાર જાહેરમાં સમર્થન આપ્યું નહોતું. આ અગાઉ 22મી જાન્યુઆરીના યોજવામાં આવેલી બોર્ડ ઓફ પીસ પ્રોગ્રામમાં પણ ભારતે ભાગ લીધો નહોતો. એ વખતે બોર્ડ ઓફ પીસનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.

બોર્ડ ઓફ પીસ મીટિંગમાં ચીન સામેલ થવાની ટ્રમ્પે અપેક્ષા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મારા સારા સંબંધો છે. એપ્રિલમાં હું ચીન જવાનો છું, જ્યારે આ અગાઉ ગયો હતો, ત્યારે તેમણે મારી સાથે સારો વ્યવહાર કર્યો હતો. નવા બનેલા બોર્ડ ઓફ પીસ યુનાઈટેડ નેશન્સ પર નજર રાખશે, જેથી નિશ્ચિત થઈ શકે કામ યોગ્ય રીતે થઈ શકે. ટ્રમ્પના દાવા અનુસાર ઈન્ટરનેશનલ વિવાદો ઝડપથી ઉકેલાય એનો મુખ્ય ઉદ્દેશ છે. આ સંગઠનને કારણે દુનિયાભરના સંકટને ઝડપથી ઉકેલવા માટે સહયોગમાં વધારો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!