અમેરિકાનું ઈરાનને 72 કલાકનું અલ્ટિમેટમ: ગમે ત્યારે ‘ઓપરેશન 72’
જિનેવા મંત્રણા નિષ્ફળ: ટ્રમ્પના આદેશથી અમેરિકી સેના સજ્જ, ઈરાન પર તબાહીનો ખતરો
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના પરમાણુ અને મિસાઈલ પ્રોગ્રામ રોકવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. જિનેવામાં પરમાણુ સંધિ બીજા તબક્કામાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. જિનેવા પરમાણુ ડિલ બીજા તબક્કામાં પણ હવે ઉકેલ આવ્યો નહીં તો ટ્રમ્પે 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે મતલબ કે ઈરાન આ શરતોનું પાલન કરે અથવા તબાહી માટે તૈયાર રહે, કારણ કે ગમે ત્યારે ઓપરેશન 72 ચાલુ થઈ શકે છે.
આ સંજોગોમાં ઈરાન પર 72 કલાક ભારે છે, કારણ કે આગામી 72 કલાકમાં તબાહીનું નિર્માણ થઈ શકે છે. જિનેવામાં થયેલી પરમાણુ મંત્રણાનો બીજો તબક્કો પણ નિષ્ફળ રહ્યો છે ત્યારે અમેરિકા હવે આગળ મંત્રણા માટે આગળ નહીં આવે એના પણ સંકેત આપી ચૂક્યું છે. ઈરાન પણ શરતો માનવા તૈયાર નથી, તેથી ટ્રમ્પ પણ વેનેઝુએલાના માફક ઈરાન પર મોટું ઓપરેશન આદરી શકે છે.
ઈરાન પર આક્રમણ કરવા માટે અમેરિકા સજ્જ બન્યું છે, જેમાં ડિએગો ગાર્સિયા પર બોમ્બર્સની એરફ્યુલિંગ એક્સરસાઈઝ હાથ ધરી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝની નજીક પણ યુએસએસ લિંકનની તહેનાતી કરી છે. જોર્ડન બેઝ પર ફાઈટર જેટ વોર રેડી કરવામાં આવ્યું છે, જ્યારે છેલ્લા 48 કલાકમાં અમેરિકાએ ઝડપી આર્મીની તહેનાત પણ કરી છે. 115 ફાઈટર જેટ અને 40 રિફ્યુલિંગ વિમાનને પણ તહેનાત રાખવામાં આવ્યા છે.
ઈઝરાયલ અને અમેરિકાએ સર્વેલન્સ ડ્રોનથી ઈરાન પર ધ્યાન રાખી રહ્યું છે. ઈઝરાયલ પોતાના લશ્કરી ઠેકાણા પર ડિફેન્સ સિસ્ટમ લગાવી છે. ત્રણ લેયરની સુરક્ષાની પણ વ્યવસ્થા કરી છે, કારણ કે હુમલા થયા પછી ઈરાન અમેરિકન સૈન્ય ઠેકાણા સિવાય ઈઝરાયલ પર હુમલા કરી શકે છે, તેથી ઈઝરાયલને લઈ અમેરિકા પણ વધુ સતર્ક બન્યા છે. ઈઝરાયલ અને અમેરિકા તરફથી મળતા સંકેતો સ્પષ્ટ જાણવા મળ્યું છે કે અમેરિકા યુદ્ધ નહીં તો હુમલો કરવા માટે મન બનાવી ચૂક્યું છે. 72 કલાકમાં જો ઈરાન માનશે નહીં તો અમેરિકા ઈરાનને કબ્રસ્તાનમાં પલટી નાખી શકે છે.
