ફિલ્મના પ્રમોશન વખતે તાપસી પન્નુના નિવેદનથી સોશિયલ મીડિયા પર ‘બવંડર’, શું છે મામલો?
તાપસી પન્નુ એવી અભિનેત્રી છે, જે ફિલ્મમાં એવા અભિનયની પસંદગી કરે છે, જેનાથી વિવાદનું નિર્માણ થતું હોય છે. તેના અભિનયની સાથે હવે તેના નિવેદનને લઈ સોશિયલ મીડિયા પર બવંડરનું નિર્માણ થયું છે. નવી ફિલ્મ ‘અસ્સી’ માટે તૈયાર છે અને ફિલ્મના પ્રમોશન માટે ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. ફિલ્મના પ્રમોશન વખતે જે નિવેદન આપ્યું છે તેનાથી હવે વિવાદનું નિર્માણ થયું છે. રાહુલ ગાંધીને બદલે મોદીની પસંદગી કરી છે, પરંતુ એના પછી જે કંઈ કહ્યું તેનાથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
તાપસી પન્નુને સવાલ પૂછવામાં આવ્યો હતો કે તને કયા નેતા ગમે છે રાહુલ ગાંધી અથવા નરેન્દ્ર મોદી તો તાપસીએ જવાબ આપ્યો હતો કે હજુ મારે દેશમાં રહેવું છે, તેથી મોદીજી. તાપસીના આ જવાબમાં અનેક અર્થ કાઢવામાં આવી રહ્યા છે, જેની સોશિયલ મીડિયા પર ચર્ચા છેડવામાં આવી છે. બોલીવુડની નવી પેઢી પણ સોશિયલ મીડિયા પર સવાલ કરે છે અને જવાબ પણ આપી રહી છે, ત્યારે વિગતે જાણીએ શું છે મામલો.
ફિલ્મના પ્રમોશન વખતે તાપસી પન્નુએ મીડિયાને બોલીવુડના માહોલ, રેપ વગેરે ઘટના અંગે વાત કરી હતી. એ વખતે રેપિડ ફાયર રાઉન્ડમાં અનેક સવાલ કરવામાં આવ્યા હતા, જેમાં પૂછવામાં આવ્યું હતું કે તારો ફેવરેટ નેતા કોણ છે, જેમાં બે ઓપ્શનમાં પહેલું નરેન્દ્ર મોદી અને બીજું રાહુલ ગાંધીનું નામ હતું. એનો જવાબ હસતા મોંઢે કહ્યું હતું કે મારે હજુ દેશમાં રહેવું છે, તેથી મોદીજી. બસ આ જ વાતને લઈ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. ફિલ્મનું પ્રમોશન બાજુ પર રહ્યું છે, જ્યારે કોંગ્રેસ અને ભાજપ પણ આમનેસામને આવી ગયા છે. આ જવાબ કટાક્ષ માનવામાં આવી રહ્યો છે, તેથી લોકોએ તેની ટીકા પણ કરી છે.
2021માં ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે તાપસી પન્નુ અને ડાયરેક્ટર અનુરાગ કશ્યપના ઘરે દરોડા પાડ્યા હતા. ફેન્ટમ ફિલ્મની ટેક્સ ચોરી મુદ્દે આઈટી વિભાગે એક્શન લીધા હતા, જેને લઈ સરકારની ઝાટકણી કાઢી હતી. આ મુદ્દે નાણા પ્રધાન નિર્મલા સિતારમણે કહ્યું હતું કે 2013માં જ્યારે પગલા ભરવામાં આવ્યા ત્યારે કોઈ સવાલ કરવામાં આવ્યા નહોતા. ખેડૂતો મુદ્દેના ત્રણ કાયદા પાછા લેવામાં આવ્યા પછી તાપસીએ ખેડૂતોની જીત ગણાવી હતી, ત્યાર પછી તાપસી વિરુદ્ધ કંગના વચ્ચે વિવાદ પણ શરુ થયો હતો.
તાપસી પોતાની પ્રોફેશનલ લાઈફમાં જેટલી ચર્ચામાં રહી છે એટલી પર્સનલ લાઈફને લઈને પણ. પહેલી ઓગસ્ટ 1987માં દિલ્હીના એક જાટ શિખ પરિવારમાં જન્મેલી તાપસીના પિતા રિયલ એસ્ટેટ એજન્ટ છે અને તેની માતા નિર્મલજીત કૌર પન્નુ હાઉસવાઈફ છે. તાપસીની નાની બહેન વેડિંગ પ્લાનર છે, જે ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવે છે.
કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયર બન્યા પછી ફિલ્મી કારકિર્દી પસંદ કરનારી તાપસીએ પિંક, થપ્પડ અને બદલા જેવી ફિલ્મમાં સફળતા મેળવી હતી. ફિલ્મ પિંક નો-મિન્સ નોનું સૂત્ર ચર્ચામાં રહ્યું હતું.થપ્પડ ફિલ્મમાં કહ્યું હતું કે એક થપ્પડ પણ સહન કરવી જોઈએ નહીં. છેલ્લે તાપસી 2024માં ખેલ ખેલ મૈં જોવા મળી હતી. બે વર્ષ પછી હવે અસ્સી ફિલ્મમાં એન્ટ્રી કરશે. 20મી ફેબ્રુઆરીના રિલીઝ થનારી ફિલ્મ કોર્ટરુમ ડ્રામા છે, જેમાં તાપસી વકીલની ભૂમિકા નિભાવી રહી છે.
