ભારત પ્રત્યે ટ્રમ્પના તેવર શા માટે નરમ પડ્યા, જાણો હવે અમેરિકા કેટલો ટેરિફ લેશે?
ડોનાલ્ડ ટ્રમ્પનો બીજો કાર્યકાળ અને નરેન્દ્ર મોદીનો ત્રીજા કાર્યકાળના સંયોગોમાં ભારત અને અમેરિકાની જનતાને વધુ ભોગવવું પડી રહ્યું છે, જેમાં એનઆરઆઈ, વિદ્યાર્થીઓ અને ઉદ્યોગપતિઓને પણ. ખેર, અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત સત્તાના સુકાન સંભાળ્યા પછી ટ્રમ્પના તેવર બિલકુલ બદલાઈ ગયા. એક પછી એક સાથી રાષ્ટ્રો પ્રત્યે પણ વિદેશી નીતિમાં ફેરફાર કર્યા, જેમાં ભારતને પણ લપેટમાં લીધું, પણ મર્યાદિત પણ વેપાર ઉદ્યોગ પર ટેરિફે દાટ વાળી દીધો. એક જ દિવસમાં સ્ટોકમાર્કેટમાં જંગી ઉછાળો આવ્યો હતો, જ્યારે ઘટેલા માર્કેટમાં સોનાચાંદી ફરી તેજી તરફ વળ્યા છે. જેનો યશ હાલમાં ટેરિફ ઢોળવામાં આવ્યો છે, પરંતુ કેટલો ટકશે એ પણ સવાલ છે.
25 ટકા ટેરિફ પછી બીજા પનિશમેન્ટ 25 ટકા ટેરિફ લાદીને ભારત જમ્બો ટેરિફવાળા દેશની યાદીમાં આવી ગયો હતો, જેનાથી ટેક્સટાઈલ, ડાયમંડ સહિત અન્ય સેક્ટર પર ગંભીર અસરો થઈ હતી. હવે ટ્રમ્પ પ્રશાસને નવી ટેરિફ ડીલ કરીને ભારત પર અઢાર ટકા જ ટેરિફ રાખ્યો હોવાની સ્પષ્ટતા કરી છે, જેને સરકારે વધાવી છે. વ્હાઈટ હાઉસે સ્પષ્ટતા કરી છે કે રશિયા પાસેથી 25 ટકા ટેરિફ હટાવવામાં આવ્યો છે, કારણ કે ભારતે રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું ઘટાડ્યું છે તેમ જ ભારતે સંપૂર્ણ બંધ કરવાની અપીલ કરી છે. નવા ટેરિફ સાથે હવે ભારત અમેરિકાના ટેરિફ મુદ્દે ચીન, ઈન્ડોનેશિયા, પાકિસ્તાન, વિયેતનામ, બાંગ્લાદેશથી ઓછો ટેરિફ છે.
અમેરિકામાં ભારતીય વસ્તુઓ મોંઘી થઈ હતી
વિગતે વાત કરીએ તો યુનાઈટે સ્ટેટ્સ અમેરિકાએ ભારત પરની આયાત વસ્તુ પર રેસિપ્રોક્લ ટેરિફ 25 ટકાથી ઘટાડીને 18 ટકા કર્યો છે. ટેરિફમાં ઘટાડાનું વિશેષ મહત્ત્વ છે, જેનાથી બંને દેશ વચ્ચે ટૂંક સમયમાં ટ્રેડ થઈ શકશે. એની સાથે સ્પષ્ટ કહ્યું છે કે 25 ટકા રશિયન ટેરિફ પણ હટાવવામાં આવ્યો છે, ત્યારપછી હવે ભારત એવા દેશની યાદીમાં આવી ગયો છે જેના પર 20 ટકાથી ઓછો ટેરિફ લાદવામાં આવ્યો છે, પરંતુ અચાનક યુ-ટર્ન લેવાની કેમ નોબત આવી. સૌથી પહેલી વાત તો એ છે કે અમેરિકામાં વિદેશી સામાનમાં ભારતીય પ્રોડક્ટસ મોંઘા થઈ ગયા હતા, જે અમેરિકન લાઈફસ્ટાઈલનો હિસ્સો હતો, જેથી વધુ દબાણ આવ્યું હતું.
વૈશ્વિક કારણોમાં ભારત અને યુરોપની નજીદીકી
ભારત અને યુરોપિયન યુનિયન સાથે ભારતની મધર ઓફ ડીલને કારણે પણ અમેરિકા વધુ દબાણમાં આવ્યું હતું. સામે પક્ષે યુરોપ અને અમેરિકા વચ્ચે ગ્રીનલેન્ડ મુદ્દે સંબંધો વણસ્યા હતા, જેને કારણે ગ્લોબલ પ્લેટફોર્મ પર ટ્રમ્પ જાણે એકલા થઈ રહ્યા હોવાનું તારણ કાઢવામાં આવ્યું હતું. ત્રીજું કારણ એ પણ છે કે કેનેડા અને ભારત પણ નજીક આવ્યા છે. કેનેડા અને ભારત વચ્ચેની યુરેનિયમની ડીલ પણ મોટું કારણ છે.
વેનેઝુએલા ભારતને ક્રૂડ ઓઈલ કરવાનું હતું સપ્લાય
ભારત અને વેનેઝુએલા વચ્ચે નવા સંબંધોનો અધ્યાય શરુ થવાનો હતો.આ અગાઉ રિલાયન્સે પણ વેનેઝુએલા પાસેથી ઓઈલ લેવાની તૈયારી બતાવી હતી. વેનેઝુએલા પર કબજો મેળવનારા અમેરિકા ભારતને વેનેઝુએલા ઓઈલ પૂરું પાડવાની વાત જણાવી હતી. એવું પણ કહેવાય છે કે રશિયા પાસેથી ઓઈલ નહીં ખરીદીને ભારત વેનેઝુએલા પાસેથી ઓઈલ ખરીદશે, પરંતુ ભારતે હજુ પણ રશિયા પાસેથી ઓઈલ નહીં ખરીદે. ભારત અને રશિયા વચ્ચે એક્સપોર્ટનું કદ એક ટ્રિલિયન ડોલરને પાર થયું છે, જેમાં રશિયા પણ ભારતને ગ્લોબલ સપ્લાય ચેનનો મોટું પાર્ટનર માને છે, તેથી અમેરિકા પણ ભારતને પોતાના તરફ કરવા માટે ટેરિફ ઘટાડ્યા છે.
અમેરિકામાં પણ મોંઘવારીમાં વધારો
ભારત પર ટેરિફ ઘટાડવાથી અમેરિકામાં મોંઘવારીમાં ઘટાડો થવાના એંધાણ છે. મીડિયાના અહેવાલ અનુસાર અમેરિકામાં ડિસેમ્બરનો ફુગાવો દર 2.7 ટકાએ સ્થિર છે, જેમાં કિંમતોને કંટ્રોલ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે, પરંતુ ફેડરલ રિઝર્વ પણ ટોલરન્સ લેવલથી ઉપર છે. બીજી બાજુ ચીન સામે પણ અમેરિકાની વિરોધી નીતિ છે, જેનાથી ચીનના પણ અમેરિકા વિરોધી સૂર છે. અમેરિકાએ ચીનની નિકાસ પર પણ વધારે ટેરિફ લાદ્યા છે, તેનાથી ચીને પણ અન્ય દેશ પર પણ ટેરિફ વધાર્યા છે.
