February 4, 2026
ટોપ ન્યુઝબિઝનેસ

મોદી સરકારના 15 બજેટનો ઇતિહાસ: ક્યારે માર્કેટમાં તેજી આવી અને ક્યારે સુનામી?

Spread the love


બજેટમાં સ્ટોક માર્કેટનો કડાકો: રવિવારે રોકાણકારોના 9.40 લાખ કરોડ સ્વાહા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળના અત્યાર સુધીના પંદર કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં આઠ રજૂ કર્યા પછી સ્ટોકમાર્કેટમાં સુનામી આવી હતી. રોકાણકારોને જંગી નુકસાન થયું હતુ, જેમાં રવિવારે રજૂ કરેલા બજેટ વખતે રોકાણકારોએ 9.40 લાખ કરોડ રુપિયાનું નુકસાન થયું હતું. આગામી દિવસોમાં સ્ટોકમાર્કેટની કેવી ચાલ રહી શકે છે એના અંગે નિષ્ણાતો માને છે કે બજારમાં આંતરરાષ્ટ્રીય ફેક્ટરને કારણે નાનીમોટી વધઘટ જોવા મળી શકે છે. વૈશ્વિક અસ્થિરતાને કારણે રોકાણકારો માર્કેટમાં એક્ઝિટ કરી શકે છે.

2014 પછી અત્યાર સુધીમાં કૂલ પંદર બજેટ રજૂ કર્યા હતા, જેમાં 2019 અને 2024માં વચગાળાના બજેટનો પણ સમાવેશ થાય છે, પરંતુ આ પંદર બજેટમાં તો સ્ટોકમાર્કેટની કેવી દિશા થઈ હતી એની વાત કરીએ. મોટા ભાગના યાને પચાસ ટકા બજેટમાં રોકાણકારોને જંગી નુકસાન થયું હતું. રવિવારે રજૂ કરેલા બજેટથી સેન્સેક્સ અને નિફ્ટીમાં બે ટકા સુધીનો ઘસરકો નોંધાયો હતો, જેમાં રોકાણકારોએ લાખો-કરોડો રુપિયા ગુમાવ્યા હતા.

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સૌથી મોટી જાહેરાત કરીને માર્કેટના રોકાણકારો માટે સામત લાવ્યા હતા, જેમાં સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાં વધારો કરવાનો પ્રસ્તાવ મૂકયો હતો. આ જાહેરાતને કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં અનુક્રમે 1.88 ટકા અને 1.96 ટકા ઘટીને અનુક્રમે 80,722 અને 24,825 પોઈન્ટે રહ્યા હતા. એક જ દિવસમાં 748 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. બજેટના દિવસે નોંધાયેલો ઘટાડો છ વર્ષમાં સૌથી મોટો કડાકો હતો.

છેલ્લા પંદર બજેટમાં કેવા રહ્યા હાલ સ્ટોકમાર્કેટના તો એકંદરે મિશ્ર વલણ રહ્યા હતા, જેમાં 2025માં સામાન્ય ઉછાળો રહ્યો હતો, જ્યારે 2024ના વચગાળાના બજેટમાં 1.14 ટકાનો ઘટાડો રહ્યો હતો. 2023ના બજેટમાં 0.26 ટકાની વૃદ્ધિ તો 2022માં 1.46 ટકા, જ્યારે 2021માં પાંચ ટકાનો ઉછાળો રહ્યો હતો, જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી મોટો ઉછાળો હતો.

2020થી 2016 વચ્ચેના બજેટમાં સૌથી મોટો કડાકો 2020માં નોંધાયો હતો, જેમાં 2.42 ટકા અથવા 987 પોઈન્ટ ઘટ્યો હતો, ત્યાર પછીના બજેટમાં 2018માં 0.16 ટકા, 2017માં 1.75 તૂટ્યો હતો. 2017માં પહેલી ફેબ્રુઆરીના બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. 2016માં 0.65 ટકાનો ઉછાળો રહ્યો હતો, જ્યારે 2015માં 0.48 ટકા અને 2014માં 0.28 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!