February 4, 2026
મનોરંજન

બર્થડે સ્ટારઃ મગફળી વેચનાર છોકરો કેવી રીતે બન્યો બોલીવુડનો ‘હીરો’?

Spread the love

જગ્ગુ દાદાનો સંઘર્ષ: ચાલીની જિંદગીથી લઈ સુપરસ્ટાર બનવા સુધીની રોમાંચક સફર.

બોલીવુડમાં એક એવો કલાકાર છે, જે હીરો ફિલ્મથી ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી હતી અને રાતોરાત ‘હીરો’થી ઓળખાવા લાગ્યો હતો. એક જમાનામાં મગફળી વેચીને ગુજરાન ચલાવતો અભિનેતા આજની તારીખે સુપરસ્ટાર છે, જ્યારે દીકરો પણ સ્ટાર કલાકાર છે. વાત કરીએ એવા કલાકારની જેના પિતા ગુજરાતી હતા અને માતા અફઘાની. જો ઓળખ્યા ના હોય તો વાત કરીએ જેકી શ્રોફ ઉર્ફે જગ્ગુ દાદાના (સ્વેગ ઓફ સુલ્તાન) સંઘર્ષથી લઈ સફળતાની.

પોતાના દમ પર ઈન્ડસ્ટ્રીમાં નામ બનાવ્યું
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવા અનેક કલાકાર થઈ ગયા, જે પહેલી ફિલ્મથી જ ચાહકોના હૃદયમાં સ્થાન બનાવ્યું હતું. જગ્ગુ દાદાની ફિલ્મ ‘હીરો’ ઓડિયન્સની સાથે સાથે ઈન્ડસ્ટ્રીને પસંદ આવી હતી. ફિલ્મી દુનિયામાં એન્ટ્રી પહેલા જેકી શ્રોફ મગફળી વેચતો અને એના પછી ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મળી. સુભાષ ઘાઈએ જેકી શ્રોફ અને મિનાક્ષી શૈષાદ્રીને લઈ ‘હીરો’ બનાવી. આજે જગ્ગુદાદાનો જન્મદિવસ છે એટલે પહેલી ફેબ્રુઆરી (1-02-1957)ના બર્થડે સેલિબ્રેશન કરી રહ્યા છે, ત્યારે આ એવો અભિનેતા છે જે પોતાની મહેનતના દમ પર ઈન્ડસ્ટ્રીમાં જગા બનાવી હતી.

જેકીનું નામ પણ જયકિશનના નામ પરથી રાખ્યું
છેલ્લા ચાર દાયકાથી જેકી શ્રોફ ફિલ્મી દુનિયામાં એક્ટિવ છે. જેકીના મોટા ભાઈનું નામ હેમંત હતું, જ્યારે તેમનું નામ જાણીતા સંગીતકાર હેમંતકુમારથી પ્રેરાઈને રાખ્યું હતું, જ્યારે જેકીનું નામ જય કિશન કાકુભાઈ પણ શંકર જયકિશન જાણીતા સંગીતકાર પરથી રાખ્યું હતું. મોટા ભાઈનું મોત પણ અકાળે થયું હતું. બીજાને બચાવવા જતા પોતે જીવ ગુમાવ્યો હતો. અગિયારમું ભણીને અધવચ્ચેથી ભણવાનું છોડ્યું હતું. ફૂડ બનાવવાના શોખીન હતા, તેથી કૂક તરીકેની કારકિર્દી બનાવવા માગતા હતા. ચાલીમાં ઉછરેલા જેકી શ્રોફ 17 વર્ષની ઉંમરે આયશા (13)ના પ્રેમમાં પડ્યા હતા ને આયશા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ આયશાનો પરિવાર લગ્નની વિરોધમાં હતો, પરંતુ એના પછી સ્વીકાર્યો હતો. આયશા અને જેકીના લગ્ન પછી જય અને દીકરી કૃષ્ણાને જન્મ આપ્યો હતો. આયશાએ લગ્ન પછી જૈકી શ્રોફના નામ પરથી સંતાનો નામ પાડ્યા હતા. પણ કહેવાય જય નાનો હતો ત્યારે તેના નખ જૈકીના ગાલ પર મારતો. આ આદતને કારણે દીકરાનું નામ જયમાંથી ટાઈગર રાખ્યું હતું.

નોકરી માટે હોટેલમાં ગયો પણ નિષ્ફળતા મળી
મુંબઈની ચૌલમાં ઉછરેલા જેકી શ્રોફે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એક વખત નોકરી માટે તાજ હોટેલમાં ગયા હતા, પરંતુ નોકરી મળી નહોતી. જોકે, નસીબને બીજું કાંઈ મંજૂર હતું. ઊંચી કદકાઠીને કારણે કોઈએ મોડલિંગ કરવાનું કહ્યું અને પછી એમાં ઝંપલાવ્યું. હીરો ફિલ્મની સફળતા પછી સુભાષ ઘઈએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જેકી શ્રોફે પહેલી ફિલ્મથી ઘણુ બધું શીખી લીધું હતું. એક પછી એક હીટ ફિલ્મો આપવામાં સફળ રહ્યા અને નસીબે પણ સાથે આપ્યો હતો. સફળતા સિવાય વિવાદની વાત કરીએ તો ફિલ્મ અભિનેત્રી તબ્બુ 14 વર્ષની હતી ત્યારે તેની સાથે બળજબરી કરવા મુદ્દે વિવાદ થયો હતો, ત્યાર પછી તબ્બુએ જિંદગીભર તેમની સાથે કામ નહીં કરવાનો નિર્ણય લીધો હતો.

જૈકી શ્રોફે 200થી વધુ ફિલ્મમાં કર્યો છે અભિનય
જૈકી શ્રોફે પોતાની કારકિર્દીમાં લગભગ 200થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં હિન્દી, બંગાળી, કન્ન્ડ, મરાઠી સહિત અન્ય ભાષાનો સમાવેશ થાય છે. પોતાની પહેલી ફિલ્મની ઓફર બસ સ્ટેન્ડ પર મળી હતી. જોકે, એવું પણ કહેવાય છે કે પહેલી ફિલ્મ ‘સ્વામી દાદા’માં કામ કર્યું હતું, પણ આ ફિલ્મમાં કડવા અનુભવો થયા હતા. નવા સવા હોવાને કારણે ફાઈટ માસ્ટર ગાળાગાળી પર ઉતરી આવ્યો હતો. દેવાનંદને ફાઈટમાસ્ટરને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો. આમ છતાં પહેલી ફિલ્મ 1973માં ‘હીરા પન્ના’થી આવી હતી, જેમાં નેગેટિવ ભૂમિકા હતી. એના પછી સ્વામી દાદા આવી હતી, પરંતુ એના પછી ‘હીરો’ ફિલ્મથી જીવન પલટાયું હતું.

જેકી શ્રોફની સફળ ફિલ્મોમાં ‘રામ લખન’, ‘રંગીલા’, ‘ખલનાયક’, ‘પરિંદા’, ‘માલિક એક’ વગેરે ફિલ્મોને કારણે દર્શકોના હૃદયમાં આગવું સ્થાન ઊભું કર્યું હતું. જેકી શ્રોફનો પરિવાર પણ બોલીવુડમાં ચર્ચામાં રહે છે, જે ચૌલમાં ઉછર્યા તેનો પણ સાથ છોડ્યો નહીં, અનેક ફિલ્મોનું શૂટિંગ પણ કર્યું હતું. દીકરો ટાઈગર શ્રોફ પણ સ્ટાર છે, જેની અનેક ફિલ્મો સફળ રહી છે. ‘હીરોપંતી’થી કરિયરની શરુઆત કરનારા ટાઈગર શ્રોફે અનેક હીટ ફિલ્મો આપીને પિતાને પગલે પગલે ચાલ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!