March 21, 2026
મનોરંજન

બર્થડે સ્ટારઃ ‘મૈને પ્યાર કિયા’ ઠુકરાવનારા પીયૂષ મિશ્રાની ફિલ્મી સફર કેવી રહી?

Spread the love

Image Credit Scoopwhoop
મલ્ટિટેલેન્ટેડ કલાકાર પીયૂષ મિશ્રા હિંદુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વર્ષોથી કામ કરે છે. પોતાની એક્ટિંગ સિવાય દર્શકોને પોતાની ગાયકી અને રાઈટિંગથી દિલ જીત્યું હતું. પીયૂષ મિશ્રા આજે પોતાનો 63મો જન્મદિવસ મનાવી રહ્યા છે ત્યારે ફિલ્મી દુનિયામાં તેમના યોગદાન અંગે વાત કરીએ. સૌથી મોટી વાત તો એ છે કે સૌથી મોટી ફિલ્મ

13 જાન્યુઆરી 1963ના ગ્વાલિયરમાં જન્મેલા પીયૂષ મિશ્રાના પિતા તો દીકરાને ડોક્ટર બનાવવા ઈચ્છતા હતા, પરંતુ તેમનું મન તો ફિલ્મોમાં હતું અને પછી સપનાની વાટ પકડવા માટે નીકળી પડ્યા હતા. અભ્યાસ વખતે પીયૂષ મિશ્રાએ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (એનએસડી)માં એડમિશન લીધું હતું, જ્યારે અભ્યાસ છોડીને એક્ટિંગમં ઝંપલાવ્યું હતું. ઉપરાંત, થિયેટર ક્ષેત્રે પણ પ્રદાન કર્યું હતું. પહેલા દિલ્હી પછી મુંબઈ આવ્યા હતા. આજથી ત્રણ દાયકા પહેલાની એટલે મૈને પ્યાર કિયા ફિલ્મમાં કામ કરવાની ઓફર મળી હતી, પરંતુ રિજેક્ટ કરી દીધી હતી.

શાહરુખ ખાનની ફિલ્મમાં ડેબ્યૂ કર્યું
પીયૂષ મિશ્રાના ઈનકાર પછી સુરજ બડજાત્યાની ફિલ્મમાં સલમાન ખાનની એન્ટ્રી થઈ અને ફિલ્મ બ્લોકબસ્ટર થઈ હતી. આ ફિલ્મમાં સલમાન રાતોરાત સ્ટાર બની ગયો, જે સલમાનની પહેલી ફિલ્મ હતી. 80ના દાયકામાં કામ નહીં કરનારા પીયૂષ મિશ્રાએ નેવુંના દાયકામાં 1998માં દિલ સેમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં શાહરુખ ખાન અને મનીષા કોઈરાલાએ મહત્ત્વની ભૂમિકામાં હતા. દિલ સે મિશ્રાની ડેબ્યૂ ફિલ્મ હતી, પરંતુ દમદાર ભૂમિકા ભજવી હતી.

ફિલ્મ ગુલાલમાં અભિયન અને ગીતો લોકપ્રિયતા વધારી
પીયૂષ મિશ્રાએ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’, ‘મકબૂલ’, ‘તમાશા’ અને ‘ઈન્ડિયન ટૂ’ વગેરે ફિલ્મમાં કામ કર્યું અને ઈન્ડ્સ્ટ્રીમાં આગવી ઓળખ બનાવી. નસીરુદ્દીન શાહ સાથેની ફિલ્મ મકબુલમાં મજબૂત અભિનય કર્યો અને કારકિર્દીની શ્રેષ્ઠ અભિનય પૈકીની પહેલી ફિલ્મ હતી. અન્ય ફિલ્મ ગુલાલમાં પૃથ્વી બન્નાનો અભિનય કર્યો અને જીવ રેડી દીધો. આ ફિલ્મના ગીતોએ પીયૂષ મિશ્રાને રાતોરાત સુપર ગીતકાર હોવાનું નામ મળ્યું. ઉપરાંત, ‘પિંક’, ‘તેરે બિન લાદેન’, ‘હેપ્પી ભાગ જાયેગી’, ‘રોકસ્ટાર’ અને ‘ધ શૌકીન્સ’માં કામ કર્યું અને નામના પણ મળી. આગામી દિવસોમાં રાહુ કેતુ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ ચાર દિવસ પછી 16 જાન્યુઆરીના રિલીઝ થશે.

મલ્ટિ ટેલેન્ટેડ સ્ટારે ટીવી શો ‘રાજધાની’થી શરુઆત કરી
થિયેટર આર્ટિસ્ટ, સિંગર, મ્યુઝિક ડાયરેક્ટર, લિરિક્સ રાઈટર અને સ્ક્રિન રાઈટર પણ છે. ગ્વાલિયરમાં ભણેલા મિશ્રા દિલ્હી, મુંબઈ સહિત અન્ય શહેરોમાં રહીને હિન્દી થિયેટરમાં એક્ટિંગ સાથે ઈન્ડસ્ટ્રીમાં નામ કમાવ્યુ હતું. તિગ્માંશુ ધુલિયાના ટીવી શો ‘રાજધાની’માં એક્ટિંગ ક્ષેત્રે કારકિર્દીની શરુઆત કરી હતી. એના પછી ટીવી શો ‘ભારત એક ખોજ’માં દમદાર ભૂમિકા ભજવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!