BMC ચૂંટણી: મુંબઈમાં સૌથી અમીર ઉમેદવાર કોણ, જાણો કેટલી છે સંપત્તિ?
એશિયાની સૌથી શ્રીમંત મહાનગર પાલિકામાં મુંબઈ મહાનગર પાલિકા (બીએમસી)નું નામ પહેલું છે, જેની નવ વર્ષ પછી આ વર્ષે ચૂંટણી થઈ રહી છે. આ વખતની ચૂંટણીમાં સૌથી અલગ અલગ સમીકરણો જોવા મળી રહ્યા છે, જેમાં ઠાકરેબંધુ એક થવાનું સૌથી મોટું આશ્ચર્ય છે. એનાથી અલગ વાત કરીએ તો આ વખતે મુંબઈમાં ધનિક ઉમેદવાર કોણ છે. મહારાષ્ટ્ર વિધાનસભાના પ્રમુખ રાહુલ નાર્વેકરના નાના ભાઈ મકરંદ નાર્વેકર પાલિકાની ચૂંટણીના સૌથી અમીર ઉમેદવાર પૈકી એક છે.
મુંબઈથી 2026 બીએએમસી ચૂંટણીમાં સૌથી અમીર ઉમેદવાર છે. એક બિલ્ડર તરીકે કામ કરનારા નાર્વેકર અલીબાગમાં જમીન પણ ખરીદે પણ છે. વ્યવસાયે વકીલ એવા મકરંદ નાર્વેકર મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરના ભાઈ છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) વતીથી વોર્ડ નંબર 226 પરથી ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણીના સોગંધનામામાં 124 કરોડ રુપિયાની સંપત્તિ જાહેર કરી હતી.
મકરંદ નાર્વેકરની સંપત્તિ (જેમાં પત્નીની પણ સામેલ થાય છે) નવ વર્ષની તુલનામાં 1,868 ટકાનો વધારો થયો છે. ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડતી વખતે 2017માં 6.3 કરોડની સંપત્તિ જાહેર કરી હતી, જ્યારે 2012માં અપક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા ત્યારે 3.7 કરોડની સંપત્તિ હતી. નાણાકીય વર્ષ 2025-26માં અત્યાર સુધીમાં કૂલ આવક 2.77 કરોડ હતી.
ચૂંટણી પંચને આપેલું સોગંધનામામાં જણાવ્યાનુસાર મકરંદ નાર્વેકરની અલીબાગમાં 27 ખેતીવાડીની જમીન ધરાવે છે, જ્યારે દક્ષિણ મુંબઈમાં 1,400 ચોરસ ફૂટનો એક ફ્લેટ છે. જમીનના પ્લોટ જૂન, 2022 અને નવેમ્બર 2025 વચ્ચે ખરીદ્યા હતા. મકરંદ નાર્વેકરની સાથે તેમના ભાભી હર્ષિતા નાર્વેકર પણ દક્ષિણ મુંબઈમાંથી ચૂંટણી લડે છે અને તેની 63 કરોડની સંપત્તિ ધરાવે છે.
ઉપરાંત, સૌથી વધુ સંપત્તિ ધરાવનારા ઉમેદવારમાં પૂર્વ શિવસેનાના વિધાનસભ્ય સદા સર્વંકરના દીકરા સમાધાન સર્વંકરએ 46.59 કરોડની સંપત્તિ જાહેર કરે છે, જ્યારે શિવસેના (યુબીટી)ના ઉમેદવાર અને પૂર્વ મેયર શ્રદ્ધા જાધવની પાસે 46.34 કરોડની સંપત્તિ ધરાવે છે.
