February 4, 2026
ટોપ ન્યુઝનેશનલ

કાશ્મીરમાં LOC પર પાકિસ્તાની નાપાક હરકતઃ ડ્રોન્સની હિલચાલ, સુરક્ષા એજન્સી હાઈ એલર્ટ

Spread the love

જમ્મુ કાશ્મીરમાં રાજૌરી, પુંછ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા નજીક અનેક સંદીગ્ધ ડ્રોન્સ જોવા મળ્યા હતા. ઓછામાં ઓછા પાંચેક ડ્રોન્સની મૂવમેન્ટને કારણે સુરક્ષા એજન્સીને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે, જ્યારે તપાસ અભિયાન પણ શરુ કરવામાં આવ્યું છે. જવાબમાં ઈન્ડિયન આર્મીએ કાર્યવાહી કરતા પરત ફર્યા હતા.

સુરક્ષા અધિકારીએ જણાવ્યું છે કે સરહદની સ્પેસમાં અમુક શંકાસ્પદ વસ્તુઓ ઉડતી જોવા મળી હતી, ત્યાર પછી પાકિસ્તાનમાં પરત ફર્યા હતા. ડ્રોન્સ મારફત ઘાતક હથિયાર અથવા પ્રતિબંધિત સામગ્રી પહોંચાડવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરી છે. પુંછ, નૌશેરા, ધર્મશાલા, રામગઢ અને પરાખ વિસ્તારમાં સંદીગ્ધ ડ્રોન્સ જોવા મળ્યા હતા. દસમી જાન્યુઆરીના સંદીગ્ધ કબૂતર પકડ્યું હતું. કબૂતરના પાંખ પર નૌશેરા આલિંગ કબૂતર ક્લબ લખ્યું હતું. નૌશેરા પાકિસ્તાનનું શહેર છે. માહિતી મળ્યા પછી એના અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી.

રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં ગનિયા-ક્લાસિયા ગામમાં સાંજના 6.35 વાગ્યે એક ડ્રોન જોવા મળ્યા પછી આર્મીના જવાનોએ મિડિયમ અને લાઈટ મશીનગનથી ફાયરિંગ કર્યું હતું. લગભગ એ જ વખતે તેરયાથ વિસ્તારસ્થિત ખબ્બર ગામની નજીક એક સંદીગ્ધ ડ્રોન જોવા મળ્યું હતું, જેમાં બ્લિંકિંગ લાઈટ જોવા મળી હતી.

સ્થાનિક અધિકારીના જણાવ્યાનુસાર આ સંદીગ્ધ વસ્તુ કાલાકોટના ધર્મસાલ ગામની દિશામાં જોવા મળ્યા હતા. સાંબા જિલ્લાના રામગઢ સેક્ટરના ચક બબરાલ ગામમાં રાતના 7.15 વાગ્યે એક ડ્રોન આકાશમાં ફરતું જોવા મળ્યું હતું, જ્યારે પુંછ જિલ્લાના મનકોટ સેક્ટરમાં એલઓસી નજીક તૈન ગામથી ટોપા નજીક વધતું જોવા મળ્યું હતું.

આ બનાવ પછી સેના, પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સી દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સંદીગ્ધ ડ્રોન વિરુદ્ધ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેથી સંદીગ્ધ સામગ્રી અથવા હથિયાર જપ્ત કરી શકાય. સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીકથી હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા, જ્યાં એક ડ્રોન મારફત બે પિસ્તોલ, ત્રણ મેગેઝિન, 16 રાઉન્ડ કારતૂસ અને એક ગ્રેનેડનો સમાવેશ હતો.

ડ્રોન જોવા મળ્યા પછી આઈબી અને એલઓસી નજીકની કેન્દ્રીય એજન્સી, પોલીસને એલર્ટ કરીને કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગયા વર્ષે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર હાથ ધર્યા પછી પણ કચ્છથી લઈ કાશ્મીર સુધી સરહદી વિસ્તારોમાં ડ્રોનની હિલચાલ જોવા મળી હતી, પણ એના પછી પરિસ્થિતિ નિયંત્રણમાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!