ભારતની સૌથી પહેલી હાઈડ્રોજન ટ્રેન ટ્રાયલ રન માટે તૈયાર છે, જાણો ક્યારે દોડી શકે
રેલવેનો ડ્રીમ પ્રોજેક્ટ અંતિમ તબક્કામાં; જાણો શું હશે ટ્રેનની ખાસિયતો, ઝડપ અને અંદાજિત ટિકિટ દર
ભારતમાં બહુ ટૂંક સમયમાં હાઈડ્રોજન ટ્રેન રેલવેના પાટા પર દોડતી જોવા મળશે. રેલવેનો આ પ્રોજેક્ટ અંતિમ તબક્કામાં પહોંચ્યો છે, જ્યારે ટૂંક સમયમાં એનો ટ્રાયલ રન હાથ ધરવામાં આવશે. ભારતની સૌથી પહેલી હાઈડ્રોજન ટ્રેન ચલાવવાની તૈયારી થઈ ચૂકી છે. રેલવેનો પાયલટ પ્રોજેક્ટ અંતિમ તબક્કામાં છે. આ ટ્રેન દુનિયાની સૌથી લાંબી બ્રોડ ગેજ હાઈડ્રોજન ટ્રેનમાંથી એક હશે, જેમાં કોચ હશે 10 તથા બે ડ્રાઈવિંગ પાવર કાર અને આઠ પેસેન્જર કોચનો સમાવેશ થાય છે. આ તમામ કોચને ચેન્નઈ સ્થિત આઈસીએફમાં ડિઝાઈન કર્યા છે, જ્યારે નિર્માણ કાર્ય કર્યું છે.
જર્મની અને ચીનમાં પહેલા હાઈડ્રોજન ટ્રેન દોડાવવામાં આવી રહી છે, પરંતુ ભારતની આ ટ્રેન બ્રોડ ગેજ (પાંચ ફૂટ અને છ ઇંચ) પર બનેલી સૌથી લાંબી ટ્રેન છે. એની સાથે બે પાવર કારથી કૂલ 2,400 kWના પાવરની સાથે આ દુનિયાની સૌથી શક્તિશાળી હાઈડ્રોજન ટ્રેન પૈકીની એક માનવામાં આવે છે.
આ ટ્રેન માટે જિંદમાં બનાવેલા હાઈડ્રોજન પ્લાન્ટથી આવશે. આ પ્લાન્ટની સ્ટોરેજની ક્ષમતા 3,000 કિલો છે અને પાણીથી ઈલેક્ટ્રોલિસિસ પ્રક્રિયા મારફત હાઈડ્રોજન બનાવવામાં આવે છે. અધિકારીઓએ કહ્યું કે પ્લાન્ટ વિના અવરોધ ચલાવવા માટે 11kW સ્થિર વીજળી સપ્લાય સુનિશ્ચિત કરી છે. હરિયાણાના મુખ્ય સચિવ અનુરાગ રસ્તોગીએ પ્રોજેક્ટની સમીક્ષા કરતા મજબૂત બેકઅપ સિસ્ટમ અને ઝડપી રિસ્પોન્સ વ્યવસ્થા પર ભાર મૂકે છે.
હાઈડ્રોજન ટ્રેનનો રુટ, સ્પીડ અને ટિકિટની વાત કરીએ તો આ ટ્રેન હરિયાણાના જિંદથી સોનીપત વચ્ચે દોડાવાશે. એનો ટ્રાયલ રન પણ સફળતાપર્વક થયો છે, જ્યારે ટેક્નિકની તપાસ કરી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે ટ્રેનની ઓપરેશનલ સ્પીડ કલાકના 110 કિલોમીટરની છે, જ્યારે કમર્શિયલ ઓપરેશન, ટિકિટ બુકિંગ અને ટાઈમટેબલની પછીથી માહિતી આપવામાં આવશે. ટિકિટ પાંચ રુપિયાથી 25 રુપિયા વચ્ચે રાખી શકાય છે. 26મી જાન્યુઆરી 2026 સુધીમાં ટ્રાયલ રનની સંભાવના છે
. હાઈડ્રોજન ટ્રેન મેટ્રો જેવી હશે, જેમાં દરેક કોચમાં બંને બાજુ બે-બે દરવાજા હશે.
. અવાજ વિનાની ટ્રેન હશે, જેથી પ્રવાસીઓને નોઈઝ પોલ્યુશનની અસર થશે નહીં.
. ટ્રેનમાં પંખા, લાઈટ અને એર કન્ડિશનની સુવિધા પણ હશે.
. આઠ પેસેન્જર કોચ, જેમાં સુરક્ષા માટે ટ્રેન ચાલ્યા પહેલા દરવાજા સંપૂર્ણ બંધ થશે
. 360 કિલો હાઈડ્રોજનથી આશરે 180 કિલોમીટરની મુસાફરી કરશે, બે પાવર એન્જિન હશે.
. હાઈડ્રોજન ટ્રેન-સેટનું નિર્માણ કર્યું છે. હાઈડ્રોજન ઉપલબ્ધ કરાવવા જિંદમાં હાઈડ્રોજન પ્લાન્ટનું નિર્માણ કર્યું છે.
