હેપ્પી બર્થડે દીપિકા પાદુકોણ: બેડમિન્ટન કોર્ટથી ગ્લોબલ આઇકોન સુધીની પીકુની સફર કેવી રહી?
જાણો દીપિકા પાદુકોણની ફિલ્મી કારકિર્દી, સુપરહિટ ફિલ્મો અને મેન્ટલ હેલ્થ એમ્બેસેડર બનવા સુધીની પ્રેરણાદાયી કહાની.
ઈન્ટરનેશનલ લેવલ પર પોપ્યુલારિટી પ્રાપ્ત કરનારી દીપિકા પાદુકોણ છેલ્લા બે દાયકાથી ફિલ્મી દુનિયા પર રાજ કરે છે. પાંચમી જાન્યુઆરી 1986ના ડેન્માર્કના કોપનહેગનમાં જન્મેલી દીપિકા બેંગલોરમાં ભણી અને પૂર્વ બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પાદુકોણની દીકરી છે. શરુઆતમાં સ્પોર્ટ્સ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માગતી દીપિકાએ મોડલિંગ ક્ષેત્રે ઝંપલાવ્યું પછી અભિનય ક્ષેત્રે ઝંપલાવ્યું હતું.
દીપિકાએ 2006માં કન્નડ ફિલ્મ ઐશ્વર્યામાં અભિનયથી શરુઆત કરી હતી. બોલીવુડમાં પર્દાપર્ણ કર્યા પછી ફરાહ ખાનની ઓમ શાંતિ ઓમ (2007)થી કામ કર્યું હતું, જેમાં શાહરુખ ખાન સાથે કામ કર્યું. સૌથી મહત્ત્વની વાત એ હતી કે 2007માં વર્ષની સૌથી સફળ ફિલ્મ રહી હતી, જ્યારે કમાણી પણ સૌથી વધુ કરી હતી. આ જ ફિલ્મમાં દીપિકાને શ્રેષ્ઠ મહિલા અભિનેત્રી તરીકેનો ફિલ્મફેર પુરસ્કાર પણ મળ્યો હતો, જે પહેલો પુરસ્કાર હતો. એના પછી 2014માં ગોલિયો કી રાસલીલાઃ રામ-લીલા (2014) અને પિકુ (2016)માં શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો ફિલ્મફેર પુરસ્કાર મળ્યો છે.
આ અગાઉ લવ આજ કલ (2009), કોકટેલ (2012), યે જવાની હૈ દીવાની (2013), ચેન્નઈ એક્સપ્રેસ (2013) અને હેપ્પી ન્યૂ યર (2014) વગેરે ફિલ્મોમાં શાનદાર કામ કર્યું હતું. 2013માં એક વર્ષમાં 100 કરોડની ફિલ્મ આપીને ઈતિહાસ રચ્યો હતો. રેસ-ટૂ, યે જવાની હૈ દીવાની, ચેન્નઈ એક્સપ્રેસ અને ગોલિયો કી રાસલીલા સુપરહીટ ફિલ્મો રહી હતી. દીપિકા પાદુકોણે સંજય લીલા ભણસાલીની સાથે કરેલી ફિલ્મો સફળ રહી, જેમાં રામ લીલા, બાજીરાવ મસ્તાની, પદ્માવતમાં પણ શાનદાર અભિનય કર્યો હતો. પદ્માવત ફિલ્મ વિવાદમાં રહ્યા પછી આંતરારાષ્ટ્રીય સ્તરે 500 કરોડની કમાણીનો આંકડો પાર કર્યો હતો.
વૈશ્વિક સ્તરની વાત કરીએ તો 1,000 કરોડનો આંકડો પાર કરનારી ફિલ્મોમાં પઠાણ (2023), જવાન (2023) અને કલ્કિ 2898 ઈસ્વી (2024)માં બનાવી હતી, જે ફિલ્મે દીપિકાને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના અપનાવી હતી. દીપિકાએ હોલીવુડની એક્શન ફિલ્મ એક્સએક્સએક્સ રિટર્ન ઓફ જેન્ડર કેજ (2017)માં વિન ડીઝલ સાથે જોવા મળી હતી. ફિલ્મો સિવાય દીપિકાએ વૈશ્વિક સ્તરે ફેશન અને બ્રાન્ડિંગ જગતમાં મજબૂત પ્રદાન આપ્યું છે. અનેક ફેશન બ્રાન્ડની એમ્બેસેડર પણ બની છે.
દીપિકાએ એક વખત પોતાના મેન્ટલ સ્ટેટસ અંગે દિલ ખોલીને વાત કરી હતી, ત્યાર પછી માનસિક આરોગ્ય પ્રત્યે જાગૃતિ માટે લિવ લવ લાઈફ ફાઉન્ડેશનનું નિર્માણ કર્યું હતું. એના સિવાય 2025માં કેન્દ્રીય મંત્રાલય દ્વારા ભારતની સૌથી પહેલી મેન્ટલ હેલ્થ એમ્બેસેડર બનાવી છે. 2018માં અભિનેતા રણવીર સિંહ સાથે લગ્ન કર્યા હતા. દીપિકા-રણવીર લોકપ્રિય કપલની સાથે સોશિયલ મીડિયા પર પણ મોટી સંખ્યામાં ફોલોઅર્સ છે.
