March 21, 2026
ગુજરાતટોપ ન્યુઝ

ભ્રષ્ટાચાર મુદ્દે ગુજરાતના પૂર્વ કલેક્ટરની ED દ્વારા ધરપકડ: મની લોન્ડરિંગ કેસમાં મોટી કાર્યવાહી

Spread the love

સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ કલેક્ટર અને ડેપ્યુટી મામલતદાર સામે EDનો સકંજો: લાંચના લાખો રૂપિયા ઝડપાયા

આઈએએસ અધિકારી અને ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ ક્લેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલને ઈડીએ ભ્રષ્ટાચારના કેસમાં મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરી છે. એક સિનિયર પોલીસ અધિકારીએ આઈએએસ અધિકારી રાજેન્દ્રકુમાર પટેલ 2015 બેચના છે, જેમને આ અગાઉ સુરેન્દ્રનગર ક્લેક્ટર તરીકે કામ કર્યું હતું.

ઈડીએ ભ્રષ્ટાચાર સંબંધમાં મની લોન્ડરિંગ કેસમાં એક રેવન્યુ ઓફિસરને તેમની ઓફિસમાં ધરપકડ કરી હતી. સેન્ટ્રલ એજન્સી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અન્વયે એન્ફોર્સમેન્ટ કેસ ઈન્ફર્મેશન રિપોર્ટ (ઈસીઆઈઆર) નોંધ્યા પછી ડેપ્યુટી મામલતદાર, ચંદ્રસિંહ મોરી અને અન્ય લોકો સંબંધમાં કથિત મની લોન્ડરિંગની તપાસ કરે છે.

ગુજરાત એન્ટિ કરપ્શન બ્યુરોએ પણ મની લોન્ડરિંગ સંબંધમાં ઈડીની ફરિયાદ મુદ્દે પટેલ અને અન્ય ત્રણની સામે એફઆઈઆર નોંધી હતી. ઈડીએ ભ્રષ્ટાચાર સંબંધિત કેસમાં મની લોન્ડરિંગ કેસમાં ડેપ્યુટી રેવન્યુ ઓફિસર ચંદ્રસિંહ મોરીની તેમની ઓફિસથી ધરપકડ કરી હતી.

23મી ડિસેમ્બરના ઈડીની ટીમે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ ક્લેક્ટર ઓફિસમાં પોસ્ટેડ મોરીના ઘરે દરોડા પાડ્યા હતા, જ્યારે ઘરેથી 67 લાખ રુપિયાથી વધુ જપ્ત કર્યા પછી ધરપકડ કરી હતી. ઈડીએ દાવો કર્યો છે કે મોરીએ લાંચ સંબંધિત રકમ હોવાનું સ્વીકાર્યું હતું. વચેટિયા અને એપ્લિકેન્ટ્સ મારફત પૈસા એકત્ર કર્યા હોવાનું જણાવ્યું હતું. કેન્દ્રીય એજન્સીએ સુરેન્દ્રનગર ક્લેક્ટર ઓફિસમાં સરકારી કર્મચારીઓ દ્વારા સિસ્ટમેટિક એક્સટોર્શન અને ગેરકાયદે રીતે પૈસા એકત્ર કરીને મોટા પાયે કરપ્શન અને ક્રાઈમથી પૈસા બનાવી રહ્યા હતા.

મોરી પર પણ આરોપ છે કે તેને પોતાના પદનો દુરુપયોગ કર્યો હતો અને એપ્લિકેશનને ઝડપી મંજૂરી કરવા માટે અરજદારો પાસેથી લાંચ લેવામાં આવી હતી. ઈડીએ જણાવ્યું કે લાંચની રકમ સ્ક્વેર મીટરના હિસાબથી કેલ્ક્યુલેટ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!