આ વસ્તુઓ ખરીદતા તો મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ પણ પહેલાં વિચાર કરશે…
અંબાણી પરિવારનું નામ સાંભળતા જ આપણી આંખો સામે અઢળક સંપત્તિ, મોંઘા હીરા-ઝવેરાત અને લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલના દ્રશ્યો તરી આવે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી અને તેમનો પરિવાર દુનિયાના સૌથી પ્રભાવશાળી લોકોમાંથી એક છે. દુનિયાના ધનવાન ઉદ્યોગપતિઓના નામ લેવાય ત્યારે એમાં અંબાણી પરિવારનું નામ ચોક્કસ જ આવે, પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે દુનિયામાં એવી કોઈ વસ્તુ હોઈ શકે જે ખરીદવી અંબાણી પરિવાર માટે પણ કદાચ વિચારવા જેવી બાબત હોય? ચાલો આજે તમને આવી વસ્તુઓ વિશે જણાવીએ…
આમ તો અંબાણી પરિવારની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં રહેતો હોય અને પરિવારના સભ્યો પાસે રહેલી વસ્તુઓ કાં તો લિમિટેડ એડિશન હોય કે પછી ખાસ કસ્ટમાઈઝ કરાવવામાં આવી હોય. પરંતુ આજે આપણે અહીં વાત કરીશું અંબાણી પરિવાર પાસે કઈ એવી વસ્તુઓ નથી કે જે ખરીદવા માટે મુકેશ અંબાણી પણ બે વખત ચોક્કસ વિચાર કરશે.
. હિસ્ટ્રી સુપ્રીમ યોટ: આ દુનિયાની સૌથી મોંઘી યોટ છે, જેની કિંમત આશરે રૂ. 37,500 કરોડ છે. સોના અને પ્લેટિનમથી બનેલી આ યોટ અત્યારે અંબાણી પરિવાર પાસે નથી.
. લાની આઈલેન્ડ, હવાઈ: હવાઈમાં આવેલો ‘લાની’ (Lanai) નામનો આઈલેન્ડ, જેની કિંમત આશરે રૂ. 4200 કરોડ છે.
. વિલા લિપોલ્ડા: ફ્રાન્સમાં આવેલી આ ઐતિહાસિક વિલા જેની કિંમત રૂ. 4225 કરોડ છે, તે પણ અંબાણી પરિવારના પોર્ટફોલિયોમાં નથી.
. સાલ્વાટોર મુંડી: લિયોનાર્ડો દા વિન્ચીની આ દુનિયાની સૌથી મોંઘી પેઈન્ટિંગ છે, જેની કિંમત અંદાજે રૂ. 3756 કરોડ છે.
. ધ ગ્રાફ હેલ્યુસિનેશન વોચ: રૂ. 459 કરોડની કિંમતની આ ઘડિયાળ હીરાઓથી જડેલી છે અને તે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળોમાંની એક છે.
ખેર, આ તો થઈ વાત અંબાણી પરિવાર આટલા ધનવાન હોવા છતાં પણ જે વસ્તુઓ હજી ખરીદી શક્યા નથી એની. પરંતુ અંબાણી પરિવાર પાસે જે છે એ પણ મેળવવા અને હાંસલ કરવા માટે લોકોની સાત સાત પેઢીઓ થઈ જશે. અહીંયા તમારી જાણકારી માટે મુકેશ અંબાણીએ પત્ની નીતા અંબાણીને વર્ષ 2007માં રૂ. 250 કરોડનું પ્રાઈવેટ જેટ ભેટ આપ્યું હતું, જ્યારે અનિલ અંબાણીએ ટીના અંબાણીને રૂ. 400 કરોડની લક્ઝરી યોટ ગિફ્ટ કરી હતી.
એટલું જ નહીં, નીતા અંબાણી પાસે રૂ. 451 કરોડની કિંમતનો ‘Mouawad L’Incomparable’ નેકલેસ હતો, જે તેમણે પોતાની પુત્રવધૂ શ્લોકા મહેતાને લગ્ન પ્રસંગે ભેટ આપ્યો હતો. તાજેતરમાં જ મુકેશ અંબાણીએ નીતા અંબાણીને રૂ. 10 કરોડની રોલ્સ રોયસ કલિનન બ્લેક બેઝ ગિફ્ટ આપીને ફરી એકવાર સાબિત કર્યું કે તેમના માટે લક્ઝરીની કોઈ સીમા નથી.
