આજથી ગુરુનું પુષ્ય નક્ષત્રમાં ગોચર: આ 4 રાશિઓ માટે સમય ભારે, વધશે મુશ્કેલીઓ!
આજે દેવગુરુ ગુરુ પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યા છે, જે આમ તો નક્ષત્ર શુભ છે, પરંતુ એની અમુક રાશિઓ માટે સમય આર્થિક અને માનસિક રીતે મુશ્કેલીઓ લાવી શકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુ અને પુષ્ય નક્ષત્રનો સંયોગ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. પુષ્યને નક્ષત્રનો રાજા કહેવાય છે અને શનિ એના સ્વામી ગ્રહ છે, પણ ગુરુ આ નક્ષત્રમાં ઊંચા ભાવે રહે છે, જે સારું ફળ પણ આપે છે. જોકે, આ ગોચર તમામ રાશિ માટે શુભ નથી.
ગુરુના આ નક્ષત્ર પરિવર્તનથી અમુક રાશિઓને ખાસ કરીને સાવધાન રહેવાની આવશ્યક્તા રહે છે, કારણ કે એને આર્થિક, માનસિક અને આરોગ્ય સંબંધિત મોરચા પર નુકસાન સહન કરવાની નોબત આવી શકે છે, તેથી ચાલો જાણીએ આ યોગમાં કઈ રાશિના જાતકોએ ચેતવવાનું સારું રહેશે.
મેષ રાશિઃ મેષ રાશિના જાતકો માટે ગુરુનું ગોચર મિશ્ર પ્રતિક્રિયા આપશે, પરંતુ અમુક બાબતોમાં નુકસાન પણ ઊભું કરી શકે છે. આ સમયગાળા દરમિયાન મેષ રાશિના જાતકોના ખર્ચમાં પણ વધારો થઈ શકે છે, જેનાથી તમારું બજેટ બગડી શકે છે. કાર્યક્ષેત્રના સ્થળે સહકર્મચારીઓ સાથે વૈચારિક મતભેદ થવાની શંકા છે. આંધળુકિયા રોકાણ કરવાથી બચતા રહો અને કોઈને ઉધાર આપ્યા પહેલા પણ બે વખત વિચાર કરી લેજો.
મિથુન રાશિઃ મિથુન રાશિના જાતકો માટે ગુરુનું પુષ્ય નક્ષત્રમાં જવાનું માનસિક તણાવ વધારી શકે છે. સમજૂતી યા કોઈ કંપની સાથેના કરાર પણ નુકસાન ઊભું કરી શકે છે. વાણી પર નિયંત્રણ રાખવાનું જરુરી છે, જેથી પરિવાર અથવા કાર્યસ્થળે પણ સંબંધ ખરાબ થઈ શકે છે. આરોગ્ય સંબંધમાં બેદરકારીથી બચવું, તેમાંય વળી ખાસ કરીને પેટ સંબંધિત સમસ્યા પરેશાન કરી શકે છે.
સિંહ રાશિઃ સિંહ રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન ભાગ્યનો સાથ ઓછો મળશે, જેના કારણે તમારા જરુરી કામ અટકી શકે છે. નોકરિયાત વર્ગને કામ પર દબાણ ઊભું થઈ શકે છે, જેનાથી માનસિક રીતે થાક લાગી શકે છે. આર્થિક અથવા નાણાકીય રીતે કોઈ મોટો નિર્ણય લેવાનું પણ ભારે પડી શકે છે. કાર્યક્ષેત્રમાં કોઈ પણ પ્રકારનું રાજકારણ અથવા બિનજરુરી વિવાદ કરવાનું ટાળવું, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે.
વૃશ્ચિક રાશિઃ વૃશ્ચિક રાશિના જાતકોનું ગુરુનું નક્ષત્ર પરિવર્તન થોડું પડકારજનક રહેશે. ગુપ્ત દુશ્મનોના કારણે તમારી કારકિર્દીમાં અવરોધ ઊભો થઈ શકે છે. ધન હાનિના પણ યોગ બને છે, તેથી નાણાકીય લેવડદેવડમાં સાવધાની રાખવી. પ્રવાસ કરતી વખતે તમારા પોતાના સામાન-ચીજવસ્તુઓની સાથે આરોગ્યનું પણ ખાસ ધ્યાન કરવું.
