February 23, 2026
ટોપ ન્યુઝ

ભારતમાં દોડાવાશે હાઈડ્રોજન ટ્રેન: રેલવેના ઇતિહાસમાં નવા અધ્યાયનો થશે આરંભ

Spread the love

ભારતીય રેલવે દિવસે દિવસે આધુનિક બની રહી છે, જેમાં રેલવે સ્ટેશનથી લઈને પેસેન્જર ટ્રેનમાં પણ આધુનિકીકરણ થઈ રહ્યું છે. પેસેન્જર ટ્રેન હોય કે રાજધાની ટ્રેન પછી નવા સંસ્કરણની ટ્રેનથી સૌકોઈ વાકેફ છે. દુરંતો ટ્રેન પછી વધુ આધુનિક ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ દેશના ખૂણે ખૂણે દોડાવવામાં સફળતા મળી છે. સ્ટિમ યુગથી લઈને ડીઝલ અને ઈલેક્ટ્રિક યુગ પછી બુલેટ વેગે દોડાવાતી હાઈ સ્પીડની બુલેટ ટ્રેનની વાત કરી છે, પરંતુ હવે હાઈડ્રોજન ટ્રેનનું નામ ઉમેરાયું છે. ટ્રાયલ પણ શરુ કરવામાં આવ્યા છે, જ્યારે સફળ રહી તો દેશમાં દોડાવી શકાય છે. આ ટ્રેન અન્ય ટ્રેનથી કઈ રીતે અલગ હશે અને કઈ રીતે હાઈડ્રોજનથી દોડાવાશે એના અંગે જાણી લો.

હાઈડ્રોજન ટ્રેન દોડાવવાથી શું ફાયદો થશે
ભારતીય રેલવેની ગણતરી દુનિયાના સૌથી મોટા રેલ નેટવર્કમાં ગણતરી કરવામાં આવે છે, જેમાં રોજ કરોડો લોકો પ્રવાસી મુસાફરી કરે છે, જે દેશને જોડવાનું પણ કામ કરે છે. સતત રેલવે એક પછી એક પ્રયોગો કરીને સ્ટેશન સાથે ટ્રેનોને પણ આધુનિક બનાવ્યા છે. સ્ટેશનના પરિસરમાંથી પ્રવાસીઓ અવરજજવર કરવા માટે પેસેન્જરફ્રેન્ડલી ફેસિલિટી પૂરી પાડે છે. પહેલા ટ્રેન ચલાવવા માટે સ્ટિમ, કોલસો, ડીઝલ અને ઈલેક્ટ્રિક-વીજળીની જરુરિયાત પડતી હતી, પરંતુ હવે આ ટ્રેન હાઈડ્રોજનનો ઉપયોગ કરીને દોડાવાશે, જે પર્યાવરણ અનુકૂળ છે, તેનાથી પ્રદૂષણમાં પણ ઘટાડો થશે.

‘હાઈડ્રોજન ફોર હેરિટેજ યોજના’થી થશે શરુઆત
હાઈડ્રોજનનો ઉપયોગ ઇંધણ બનાવવા માટે હાઈડ્રોજન સેલ (બેટરી)માં ઓક્સિજનની સાથે રિએક્શન કરીને વીજળી અને પાણીને ઉત્પન્ન કરે છે. હાઈડ્રોજન ગેસ દુનિયામાં સૌથી વધારે મળે છે, જે દરિયાના પાણીથી અલગ કરી શકાય છે, જ્યારે તેના ઉપયોગથી કાર્બન ઉત્સર્જન પણ થતું નથી. ચેન્નઈના ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (આઈસીએફ)માં દેશની સૌથી પહેલી હાઈડ્રોજન ટ્રેનનો સફળ ટ્રાયલ કરવામાં આવ્યો હતો, જ્યારે ટ્રેનની સ્પીડ હતી કલાકના 110 કિલોમીટર. આ ટ્રાયલ સફળ રહ્યા પછી ભારતીય રેલવેએ આ યોજનાને નામ આપ્યું છે ‘હાઈડ્રોજન ફોર હેરિટેજ યોજના’ની પણ શરુઆત કરી છે. હેરિટેજ અને પહાડી વિસ્તારો માટે ખાસ હાઈડ્રોજન ફોર હેરિટેજ ટ્રેન દોડાવવામાં આવશે.

જર્મનીએ સૌથી પહેલી હાઈડ્રોજન ટ્રેન દોડાવી
હાલમાં હાઈડ્રોજન ઓપરેટેડ ટ્રેનની પહેલી બેચ તૈયાર કરવામાં આવશે તથા આ યોજના માટે રેલવેએ કૂલ 2,800 કરોડ રુપિયાનું બજેટ તૈયાર કર્યું છે. હાઈડ્રોજન ટ્રેનનું એન્જિન 1,200 હોર્સપાવરનું હશે. હવે એ સંભાવના પણ વ્યક્ત કરાય છે કે 75થી 80 કરોડ રુપિયાના ખર્ચે હાઈડ્રોજન ટ્રેન તૈયાર કરવામાં આવશે, જ્યારે ટ્રેનની સ્પીડ કલાકના 140 કિલોમીટરની ઝડપે દોડી શકશે. વર્ષ 2016માં જર્મન કંપની અલ્સટ્રામે દુનિયામાં સૌથી પહેલી હાઈડ્રોજન ટ્રેન દોડાવી હતી. જર્મની પછી ભારત હવે દુનિયામાં હાઈડ્રોજન ટ્રેન દોડાવવા માટે તત્પર બન્યું છે. હાઈડ્રોજન ટ્રેન દોડાવવા માટે ફ્રાન્સ, સ્વિડન અને ચીન જેવા દેશ પણ જોડાયા છે.


ટ્રેનની પહેલી ડિલિવરી 31 ઓગસ્ટ, 2025 સુધી તૈયાર કરાશે

રિપોર્ટ્સ અનુસાર ટ્રેનમાં આઠ નોન-એસી કોચ હશે, જેમાં બે વધુ હાઈડ્રોજન ફ્યુઅલ પાવર કાર લગાવવામાં આવશે. આઈસીએફ આ ટ્રેનની પહેલી ડિલિવરી 31 ઓગસ્ટ, 2025 સુધી તૈયાર કરવામાં આવશે. ડીઝલ અને વીજળીથી દોડાવાતી ટ્રેનની તુલનામાં હાઈડ્રોજન ટ્રેન વધુ સ્વચ્છ અને પર્યાવરણ માટે અનુકૂળ હશે. આ પ્રોસેસમાં ફક્ત પાણી અને વરાળ બહાર નીકળે છે, જે પ્રદૂષણ રહિત હોય છે, તેનાથી કાર્બન ઉત્સર્જન પૂરી રીતે ખતમ થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!