અમદાવાદ પ્લેન ક્રેશ અંગે વોલ સ્ટ્રીટના દાવાથી ખળભળાટ, ફ્યુઅલ સ્વિચ સભરવાલે બંધ કરી?
અમદાવાદમાં બારમી જૂને ક્રેશ થયેલા એર ઈન્ડિયાના વિમાનના બે પાઈલટની વચ્ચે છેલ્લી વાતચીતને લઈને હવે નવો દાવો કરવામાં આવ્યો છે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જનરલના રિપોર્ટમાં જણાવ્યું છે કે વિમાનના કેપ્ટન સુમીત સભરવાલે એન્જિનના ફ્યુઅલને રોકવામાં આવ્યું હતું. બંને પાઈલટની વાતચીત કોકપિટમાં રેકોર્ડિંગ કરી હતી. અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશ અકસ્માતમાં 241 લોકોના મોત થયા હતા, જ્યારે મેઘાણીનગર સ્થિત મેડિકલ હોસ્પિટલ અને કેન્ટિન પર પ્લેન પડવાને કારણે સ્થાનિક અકસ્માતનો ભોગ બન્યા હતા.

સ્વિચ બંધ પછી કુંદર ગભરાયેલો હતો સુમીર શાંત
વોઈસ રેકોર્ડિંગમાં જાણવા મળ્યું છે કે બોઈંગ વિમાન ઉડાવી રહેલા કો-પાઈલટ ક્લાઈવ કુંદરે કેપ્ટન સુમીત સભરવાલને પૂછ્યું હતું કે ફ્યુઅલ સ્વિચને કટઓફ પોઝિશનમાં કેમ કરી હતી. આ સવાલ પૂછતવી ક્લાઈવ કુંદર ગભરાયેલો અવાજ હતો, જ્યારે કેપ્ટન સુમીત શાંત જોવા મળ્યા હતા. નવા રિપોર્ટને લઈને મીડિયા જગતમાં ફરી અનેક તર્ક-વિતર્ક કરવામાં આવી રહ્યા છે.
એર ઈન્ડિયાના સિનિયર પાઈલટ છે સુમીત સભરવાલ
હવે સવાલ ફરી એ થઈ રહ્યો છે કે કેપ્ટન સુમીત સભરવાલ કોણ છે તો ચાલો એ પણ જાણીએ. 56 વર્ષીય સુમીત સભરવાલ એર ઈન્ડિયા વિમાનના સિનિયર પાઈલટ હતા. જેઓ મુંબઈના પવઈના રહેવાસી છે. તેમની પાસે 15,638 કલાક અને કોપાઈલટ ક્લાઈવ કુંદરની પાસે 3,403 કલાકનો અનુભવ હતો. વોલ સ્ટ્રીટ જનરલે પોતાના પ્રાથમિક તપાસ રિપોર્ટમાં જણાવ્યું છે. અકસ્માત પછી ડીજીસીએએ કહ્યું હતું કે વિમાને અમદાવાદના રનવે 23 પરથી ઉડાન ભરી હતી અને એટીસીને મેડે કોલ કર્યો, પરંતુ એના પછી વિમાનને એટીસી દ્વારા કોલ કર્યો પણ એનો કોઈ જવાબ મળ્યો નહોતો.
ફ્યુઅલ સ્વિચ રનમાંથી કટઓફ થઈ પણ કોણે કરી?
આ અગાઉ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઈબી)એ બારમી જુલાઈના પ્લેન ક્રેશનો તપાસ રિપોર્ટ જારી કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે ફ્યુઅલ સ્વિચઓફ રનથી કટઓફ પોઝિશનમાં ગઈ હતી, જેનાથી બંને એન્જિન બંધ થયા હતા. રિપોર્ટમાં એમ પણ જણાવ્યું હતું કે ફ્યુઅલ સ્વિચ કઈ રીતે બંધ થઈ એના અંગે કોઈ ફોડ પાડ્યો નહોતો. એએઆઈબીએ રિપોર્ટમાં જણાવ્યું છે કે કોકપિટ વોઈસ રેકોર્ડર અંગે એક પાઈલટે બીજાને પૂછ્યું કે ફ્યુઅલ કેમ બંધ કર્યું તો બીજાએ જવાબ આપ્યો હતો કે તેને એમ કર્યું નથી.
બોઈંગના વિમાનની ફ્યુઅલ સ્વિચમાં ખરાબી નથી
એર ઈન્ડિયાએ પોતાના બોઈંગ 787 સિરીઝના તમામ વિમાનની ફ્યુઅલ કંટ્રોલ સ્વિચના લોકિંગ ફીચરને તપાસની જાણકારી આપી છે. એરલાઈન કંપનીએ પોતાના પાઈલટને પણ એક મેસેજમાં જણાવ્યું હતું કે તપાસમાં ફ્યુઅલ સ્વિચમાં કોઈ ખરાબી નથી. અહીં એ જણાવવાનું કે એર ઈન્ડિયાની પાસે 33 બોઈંગ 787 સિરીઝના ડ્રીમલાઈનર વિમાન છે. ઈન્ડિગોની પાસે સાત બી737 મેક્સ 8 અને એક બી-787 વિમાન છે. આ તમામ વિમાન લીઝ પર છે, જે વેટ લીઝ અથવા ડેમ્પ લીઝ પર છે, તેથી ભારતમાં રજિસ્ટર્ડ નથી.
વોલ સ્ટ્રીટના દાવાને ઈન્ડિયન પાઈલટ સંગઠને ફગાવ્યો
દરમિયાન આ રિપોર્ટ અંગે પાઈલટ યુનિયને રોષ ઠાલવ્યો હતો અને કહ્યું હતું કે જ્યાં સુધી સંપૂર્ણ રિપોર્ટ આવે નહીં, ત્યાં સુધી નક્કર તારણ પર આવી શકાય નહીં. કેપ્ટનને દોષ આપવાની બાબત પણ ખોટી છે. ભારતીય પાઈલટ સંગઠન ફેડરેશન ઓફ ઈન્ડિયન પાઈલટ્સે જણાવ્યું છે કે રિપોર્ટની ભાષા, નિષ્કર્ષ અને નિષ્પક્ષતા ગંભીર સવાલો ઊભા કર્યાં છે. અગાઉ જારી કરવામાં આવેલા રિપોર્ટ પણ પ્રાથમિક પણ છે, તેથી કોકપિટના ઓડિયો તોડી મરોડીને પાઈલટની કામગીરીની ક્ષમતા અને નિયત પર સવાલો કરવામાં આવી રહ્યા છે.
