એક ડોસો હજી ડોશીને વ્હાલ કરે છે: 93 વર્ષના આ વૃદ્ધ દંપતિનો પ્રેમ જોઈને તો જ્વેલર્સ પણ…
સોનાની દુકાન પર 20 રૂપિયામાં મળ્યા દાગીના, દાદા-દાદીનો પ્રેમ અને જ્વેલર્સની દરિયાદિલી જોઈને નેટીઝન્સ ભાવુક
આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે અને દરરોજ જાતજાતના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં હોય છે. આવો જ એક વીડિયો હાલમાં વાઈરલ થઈ રહ્યો છે જેમાં 93 વર્ષના દાદા- દાદીના સ્ટ્રોંગ બોન્ડની સાથે સાથે જ્વેલર્સે દાખવેલી દરિયાદિલી જોઈને તમારું દિલ પણ બાગબાગ થઈ જશે. સોશિયલ મીડિયા પર આ વીડિયો આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે. ચાલો જોઈએ શું છે આ વીડિયોમાં…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે એક જ્વેલર્સ 2500 રૂપિયાની એક ગ્રામ સોનાની ચેન અને મરાઠી મહિલાઓ પહેરતી હોય છે એ વાટી માત્ર 20 રૂપિયામાં આપી દે છે. આ જોઈને 93 વર્ષીય દાદા દાદીની આંખોમાં આંસુ આવી જાય છે. આ જ્વેલર્સની દુકાને પહોંચતા પહેલાં બીજી ત્રણેક દુકાનમાં જાય છે. જેમાંથી એક દુકાનમાં તેમના પહેરવેશને જોતા જ દુકાનમાંથી 1 રૂપિયો આપીને બહાર કાઢી મૂકવામાં આવે છે જ્યારે બાકીની દુકાનમાં દાદી એક પણ માળા પસંદ નથી પડતી.
આખરે આ દંપતી ચોથી દુકાનમાં પહોંચે છે ને દાદીને એક માળા પસંદ આવે છે અને આ દરમિયાન દુકાનના માલિકના કાને આ બંનેનો સંવાદ પડે છે. આ સંવાદ સાંભળ્યા બાદ જ્વેલર્સે જે કર્યું એણે નેટિઝન્સના દિલ જીતી લીધા હતા. દુકાનના માલિકે દાદા પૂછ્યું કે તેમને પાસે કેટલા રૂપિયા છે? જેના જવાબમાં દાદા 1300 રૂપિયા અને થોડું પરચુરણ દેખાડે છે. દુકાનના માલિકે દાદીને દાદાએ તેને આપેલા 1300 રૂપિયા, ગમેલી માળા અને વાટી ત્રણેય વસ્તુ આપે છે.
જે જોઈને દાદા કહે છે કે પૈસા તો લેવા પડે. આ સાંભળીને દુકાનદાર કહે છે તમને જે ઠીક લાગે એ આપી દો. દાદા આ સાંભળીને તેને 1000 રૂપિયા આપે છે પણ દુકાનદાર એ લેવાની ના પાડે છે જે જોઈને દાદા તે 500 રૂપિયા આપે છે. દુકાનદાર કહે છે દાદા 500 રૂપિયા વધારે છે અને એમ કહીને તેણે દાદા પરચુરણમાં રહેલી 20 રૂપિયાની નોટ લઈને છે કે દાદા તમારા અને પાંડુરંગના આશિર્વાદ એ જ બસ છે…
સોશિયલ મીડિયા પર આ વીડિયો પર નેટિઝન્સની જોરદાર પ્રતિક્રિયા સામે આવી રહી છે. લોકો દુકાનદારની દરિયાદિલીના વખાણ કરી રહ્યા છે તો દાદાના ચહેરા પર પણ પત્ની પ્રત્યેનો અનહદ પ્રેમ અને તેની મનની ઈચ્છા પ્રમાણેનું ઘરેણું અપાવ્યાનો સંતોષ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.