ટ્રમ્પના નિવેદન વચ્ચે એપલનો મોટો નિર્ણય, ભારતમાં રોકાણ ચાલુ રાખશે
નવી દિલ્હી: દુનિયાની સૌથી મોટી ટેક્નોલોજી કંપનીઓ પૈકીની એક એપલ (Apple) હવે ભારતમાં પોતાનું ઉત્પાદન શરૂ કરવા જઈ રહી છે. જોકે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કંપનીને તેમના દેશમાં ઉત્પાદન ચાલુ રાખવાની સલાહ આપી હતી તેમ છતાં એપલએ ભારત તરફ આગળ વધવાનો નિર્ણય લીધો છે.
ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પછી એપલ વતીથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે જેમાં કહ્યું છે કે કંપની ભારતમાં પોતાનું પ્રોડક્શન કરવાનું ચાલુ રાખશે. કંપની ભારતમાં પ્રોડક્શનની સાથે પોતાનું રોકાણ પણ કરવાનું ચાલુ રાખશે. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલ ફાઈનલ થવાના અહેવાલો વચ્ચે એપલે મહત્ત્વનો નિર્ણય લીધો છે. કંપનીએ અગાઉ ભારતમાં એક મુખ્ય મેન્યુફેકચરિંગ સેન્ટર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પછી ભારતીય અધિકારીઓએ અમેરિકાના ક્યુપાર્ટિનો સ્થિત કંપનીના અધિકારી સાથે વાતચીત કરી હતી.
એપલના નિર્ણયથી હવે ભારતમાં અસંખ્ય લોકોને રોજગાર મળવાની આશા છે. ‘મેક ઇન ઇન્ડિયા’ કાર્યક્રમ અંતર્ગત, કંપની ભારતમાં પોતાના ઉત્પાદનો તૈયાર કરશે – જેમાં iPhone, iPad જેવા ઉપકરણોનો સમાવેશ થાય છે. આ પગલું ભારત માટે મહત્વપૂર્ણ ગણાઈ રહ્યું છે, કારણ કે તે ટેક્નોલોજી ક્ષેત્રે દેશની શક્તિને મજબૂત બનાવશે.
ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ એવી ટકોર કરી હતી કે મોટી અમેરિકન કંપનીઓએ પોતાનું ઉત્પાદન વિદેશમાં ન લઈ જવું જોઈએ, ખાસ કરીને ચીન અને ભારત જેવા દેશોમાં તેમ છતાં, એપલના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે ભારતમાં તેની રોકાણ યોજના યથાવત છે અને ભારતમાં તેના ઉત્પાદનો માટે મુખ્ય સેન્ટર બનાવવામાં આવશે. અહીં એ જણાવવાનું કે ફોક્સકોન, ટાટા ઈલેક્ટ્રોનિક્સ અને પેગાટ્રોન ઈન્ડિયા (ટાટા ઈલેક્ટ્રોનિક્સના વિશેષ હિસ્સાવાળી) આઈફોનના મેન્યુફેકચરિંગમાં લાગેલા છે. ફોક્સકોનના નિકાસ માટે તેલંગણામાં એપ્પલ એરપોર્ડસના ઉત્પાદન પણ શરુ કર્યું છે.