August 27, 2026
ટોપ ન્યુઝ

નેપાળમાં જળપ્રલય: ફસાયેલા ગુજરાતીઓ માટે સરકારે જાહેર કર્યા ઇમરજન્સી હેલ્પલાઇન નંબર

Spread the love


નેપાળ પૂર-કાઠમંડુઃ નેપાળ અને ચીન સરહદ પર આવેલા પૂરને કારણે દુનિયાભરમાં હાહાકાર મચ્યો છે. મૃત્યુઆંકમાં નિરંતર વધારો થઈ રહ્યો છે, જે 160ને પાર થયો છે, જ્યારે દુનિયાભરના દેશોએ નેપાલને મદદ કરવા માટે જાહેરાત કરી છે. પડોશી દેશ ચીન અને ભારત પણ મદદે આવ્યું છે, પરંતુ સૌથી વધુ ભારતીય લોકો નેપાળમાં ફસાયા હોવાના અહેવાલ છે. પૂરને કારણે 400થી વધુ વિદેશી પર્યટકો ગુમ હોવાનું સરકારે જણાવ્યું છે. ખાસ કરીને કૈલાશ માનસરોવર ગયેલા ભારતીય મુશ્કેલીમાં હોવાનું જાણવા મળ્યું છે.

નેપાળ પર્યટક બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલ મુજબ નેપાળમાં 400થી વધુ વિદેશી પર્યટકોનો સંપર્ક થઈ શક્યો નથી. બીજી બાજુ ભારત સરકારે પણ ભારતીય નાગરિકોની શોધખોળ માટે ઈમરજન્સી નંબર જાહેર કર્યાં છે. અચાનક પૂરને કારણે ભારતમાં પશ્ચિમ બંગાળના લોકોનું એક ગ્રુપ ફસાયેલું છે, જેમાં 30 પર્યટક સહિત ટૂર મેનેજરવાળું એક ગ્રુપનો પણ સમાવેશ થાય છે. નેપાળમાં ફસાયેલા ગુજરાતના નાગરિકો અને તેમના પરિવારજનોની મદદ માટે જરુરી માહિતીની આપલે માટે રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સ્પેશિયલ હેલ્પલાઈન નંબર જાહેર કર્યાં છે.

દરમિયાન ભારતીય સેના પણ મદદ માટે પહોંચાડવાનું શરુ કર્યું છે. નેપાળ આર્મી, હેલિકોપ્ટર અને ડ્રોનની મદદથી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં નેપાળી સેના અને સ્થાનિક વહીવટતંત્ર 15 હેલિકોપ્ટર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને ફસાયેલા લોકોને એરલિફ્ટ પણ કરવામાં આવ્યા છે. પડોશી દેશમાં મચેલી ભયંકર તબાહી વચ્ચે ભારત સરકારે પણ પણ સંકટમોચકના માફક તત્કાળ મદદ કરી છે. NDRF દ્વારા તૈયાર 10 ટન વિશેષ રાહત સામગ્રી નેપાળ પહોંચી ચૂકી છે. ભારતીય વાયુસેનાના C-130J વિમાને કાઠમંડુ પહોંચીને 10 ટીન જરૂરી રાહત સામગ્રી અને જરૂરી મેડિકલ સપ્લાયની પહેલી ખેપ સોંપી દીધી છે.

સરકારે જણાવ્યું છે કે નેપાળમાં ફસાયેલા નાગરિકોની મદદ માટે ગુજરાત સરકાર અને વિદેશ મંત્રાલય સતત નેપાળ સ્થિત ભારતીય દૂતાવાસના સંપર્કમાં છે. અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ ખસેડવાની સાથે લોજિસ્ટિક સહાય કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.

ગુજરાત રાજ્યના નાગરિકો અને તેના પરિવારજનોએ રાજ્યના કંટ્રોલરૂમ નંબર
1) 079232-51900, 2) 9978405304 , 3) હેલ્પલાઇન નં. 1070

• જે તે જિલ્લાના District Emergency Operation Centreના હેલ્પલાઇન નં. 1077 પર સંપર્ક કરવો.

નેપાળમાં અસરગ્રસ્ત ભારતીય નાગરિકો માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર
1) +977 985 131 6807, 2) +977 970 910 7500 પણ જાહેર કર્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!