પહલગામ હુમલા પૂર્વે પાકિસ્તાની કંપનીએ રિયલ ટાઈમ સેટેલાઈટ તસવીરો કેમ ખરીદી?
પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે એક અઠવાડિયાથી વધુ ચાલેલા સંઘર્ષ પછી પહલગામમાં નિર્દોષોની હત્યા કરનારા આતંકવાદીઓ ક્યાં જતા રહ્યા એનો ગંભીર સવાલ છે, જ્યારે તેનો બદલો લેવા માટે ભારતે દુશ્મન દેશ પર હુમલાઓ પણ કર્યા અને એનો અંત પણ આવ્યો છે, પરંતુ એના નુકસાન અને પીડિતોને કેટલું નુકસાન થયું એનો અંદાજ લગાવવાનું બાકી છે, ત્યારે હવે આ મુદ્દે ગુપ્તચર વિભાગ દ્વારા અનેક સવાલો પર સંશોધન કરવામાં આવશે, જે પૈકી બૈસરન ખીણની સેટેલાઈટ તસવીરનો ઓર્ડર.
ભારતના કાશ્મીર પ્રદેશમાં આવેલા પ્રસિદ્ધ પ્રવાસનસ્થળ પહલગામ ખાતે થોડા સમય પહેલા થયેલા આતંકી હુમલાને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા છે. આ ઘટનાની પાછળનું ષડયંત્ર હતું કે માત્ર એક જગ્યાએ લક્ષિત હુમલો? આ સંદર્ભમાં સૌથી વધારે ચિંતાજનક માહિતી એ છે કે હુમલાના થોડા દિવસો પહેલા એક પાકિસ્તાની ખાનગી કંપનીએ રિયલ ટાઈમ સેટેલાઈટ તસવીરો ખરીદી હતી – તે પણ ખાસ કરીને ભારતના ઉત્તર પ્રદેશના કાશ્મીર વિસ્તારની. આ કંપનીનું કનેક્શન પણ અમેરિકાની ટોચની સ્પેસ ટેકનોલોજી કંપનીઓની પૈકીની એક છે, જે હાઈ રિઝોલ્યુશન એચડી તસવીરો વેચવાનું કામ પણ કરે છે.
રિયલ ટાઈમ સેટેલાઈટ તસવીરો સામાન્ય રીતે રક્ષણ અને વિકાસ માટે સરકારી કે વિજ્ઞાનસંસ્થાઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ જ્યારે કોઈ ખાનગી કંપની આ પ્રકારની હાઈ રિઝોલ્યુશન તસવીરો ખરીદે – ખાસ કરીને કોઈ વ્યૂહાત્મક વિસ્તારની – ત્યારે એ શંકાને જગાવે છે કે આ માહિતીનો ઉપયોગ ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે થતો હોય શકે છે.
ઉપલબ્ધ અહેવાલો મુજબ પાકિસ્તાનની એક ટેક્નોલોજી કંપનીએ એક યુરોપિયન સેટેલાઈટ સર્વિસ પ્રોવાઇડર પાસેથી રિયલ ટાઈમ ઇમેજિંગ સબ્સ્ક્રિપ્શન મેળવ્યું હતું. કંપનીએ ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરના સેનાપ્રધાન વિસ્તારો અને લોકપ્રિય પ્રવાસન સ્થળો જેવી કે પહલગામની તસવીરોની માંગ કરી હતી.
ભારતની ગુપ્તચર એજન્સીઓએ આ બાબતની નોંધ લીધી છે અને હાલ વિશ્લેષણ ચાલી રહ્યું છે કે આવી માહિતીનો ઉપયોગ પાકિસ્તાનની સૈન્ય અથવા આતંકી સંગઠનો દ્વારા તો થયો નથી ને? કોઈ મોટી ઘટના પૂર્વે આ પ્રકારના ડેટા એકત્ર કરવો એ યોજનાબદ્ધ ષડયંત્રનો ભાગ હોઈ શકે છે. સેટેલાઈટ ડેટા વેચાણના આંતરરાષ્ટ્રીય નિયમો ઘણાં સાવચેત અને પ્રમાણિત છે. છતાં પણ ખાનગી કંપનીઓ દ્વારા કેટલાક ખુલ્લા પ્લેટફોર્મ પરથી મળતી વિગતોનો દુરૂપયોગ થવાનો ખતરો સતત રહ્યો છે. ભારતમાં પણ હવે હાઈ રિઝોલ્યૂશન ઇમેજિંગ અંગે નીતિનું કડક નિરીક્ષણ અને નિયમન જરૂરી બન્યું છે.
આ પણ વાંચો
પીએમ મોદીએ સંબોધનમાં પાકિસ્તાનને આપ્યો સખત સંદેશ: “લોહી અને પાણી એકસાથે વહી શકે નહીં”