June 30, 2025
રમત ગમત

‘રોયલ’ બેટિંગ કરીને વૈભવ સૂર્યવંશીએ રચ્યો નવો ઈતિહાસઃ રાજસ્થાનનો ‘વૈભવ’ વધાર્યો

Spread the love

જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચમાં 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ આક્રમક બેટિંગથી નવો ઈતિહાસ રચ્યો. વૈભવે ફક્ત 35 બોલમાં સદી ફટકારીને આ વખતની આઈપીએલમાં નવો ઈતિહાસ રચ્યો છે, જ્યારે ભારતીય બેટરના નામના રેકોર્ડ તોડ્યો છે. વૈભવ સૂર્યવંશીએ સદી ફટકારવાની સાથે જ ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. તેણે આ વખતની IPLની આ સિઝનની સૌથી ઝડપી હાફ સેન્ચુરી ફટકારવાની સાથે રાજસ્થાન રોયલ્સ માટે બીજી સૌથી ઝડપી અર્ધ સદી ફટકારીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. એટલું જ નહીં, તે IPLમાં સદી ફટકારનારો સૌથી યુવા બેટર પણ બની ગયો છે.

11 સિક્સર અને સાત ચોગ્ગા ફટકારી કર્યો રેકોર્ડ
ગુજરાત ટાઈટન્સ સામેની ગઈકાલની મેચમાં રાજસ્થાન વતીથી ઓપનિંગમાં આવેલા યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશીએ શરુઆતથી ચોગ્ગા અને સિક્સરવાળી કરી હતી, તેમાંય વળી વૈભવ સૂર્યવંશી T20 ક્રિકેટના ઇતિહાસમાં નાની વયે ઝડપી 50 અને 100 રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો. વૈભવે તેની પોતાની ઇનિંગમાં 11 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે 38 બોલમાં 101 રનની શાનદાર ઇનિંગ રમી છે. વૈભવે પોતાના ડેબ્યૂમાં પણ એક રેકોર્ડ સાથે શરૂઆત કરી હતી. તેણે પોતાની આઈપીએલની કારકિર્દીના પહેલા જ બોલ પર સિક્સર ફટકારીને નવો રેકોર્ડ બનાવ્યો હતો.

યુસુફ પઠાણનો રેકોર્ડ તોડ્યો વૈભવે
વૈભવ સૂર્યવંશી IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બન્યો છે, જેમાં પંદર વર્ષ પૂર્વેનો રેકોર્ડ તોડ્યો છે. અલબત્ત, ભારતીય બેટર યુસુફ પઠાણને પણ પાછળ છોડી દીધો છે, જેમણે 37 બોલમાં સદી ફટકારીને બીજા સ્થાને હતો. વૈભવ IPLના ઇતિહાસમાં સૌથી ફાસ્ટ સદી ફટકારનાર બીજો બેટ્સમેન બન્યો છે. નંબર 1 પર ક્રિસ ગેલ છે જેણે 30 બોલમાં સદી ફટકારવાનો અતૂટ રેકોર્ડ બનાવ્યો છે.

15.5 ઓવરમાં મેચ જીતી રાજસ્થાને
રાજસ્થાને આ સ્કોરમાં મોટો ઉલટફેર કરતા 15.5 ઓવરમાં જ જીત હાંસલ કરી લીધી. તેની જીતથી પોઈન્ટ ટેબલમાં પણ મોટો ઉલટફેર થયો છે. આ જીતની સાથે રાજસ્થાન રોયલ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં 8મા નંબરે આવી ગઈ છે. આ પહેલા તે 9મા નંબરે હતી. આ સિવાય ગુજરાતને એક નંબરનું નુકસાન થયું છે. તે ત્રીજા નંબરે પહોંચી ગઈ છે. પહેલા તે બીજા નંબર પર હતી. બીજા નંબરે હવે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ છે. જ્યારે પહેલા નંબરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!