March 12, 2026
ઈન્ટરનેશનલ

ચીને કલાકના 450 કિલોમીટરની રફતારની ‘હાઈ સ્પીડ ટ્રેન’નું કર્યું સફળ પરીક્ષણ

Spread the love

ચાઈના સ્ટેટ રેલવે ગ્રુપ કંપની (ચાઈના રેલવે)એ 450 કિલોમીટરની રફતારથી દુનિયાની સુપરફાસ્ટ ટ્રેન દોડાવી છે. આ અંગે ચીને રવિવારે જણાવ્યું હતું કે ચીને હાઈ સ્પીડ બુલેટ ટ્રેનના નવા મોડલનો ટ્રાયલ કર્યો હતો. કલાકના 450 કિલોમીટરની ઝડપથી ટ્રેન દોડાવવાનું પરીક્ષણ કરીને આ ટ્રેન દુનિયાની સૌથી સુપરફાસ્ટ ટ્રેન બની છે.
ચાઈના સ્ટેટ રેલવે ગ્રુપના જણાવ્યાનુસાર સીઆર450 પ્રોટોટાઈપ તરીકે નવા મોડલ ઓળખાશે. આ નવી ટ્રેનને કારણે ટ્રેનના ટ્રાવેલમાં બચત થશે, જ્યારે કનેક્ટિવિટીમાં પણ સુધારો થશે. ટ્રાવેલમાં ઘટાડો થવાથી પ્રવાસીઓને ટ્રેનમાં ટ્રાવેલ કરવાની વિશેષ સુવિધા મળશે. સીઆર450 પ્રોટોટાઈપની ટ્રાયલ સ્પીડ કલાકના 450 કિલોમીટરની નોંધવામાં આવી હતી.
CR450 ટ્રેનની વિશેષતાની વાત કરીએ તો બે કલાકમાં દિલ્હીથી પટણા પહોંચી શકે છે. ટ્રેનના ટેસ્ટિંગમાં સ્પીડ સાથે એનર્જીના વપરાશની સાથે નવો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ કર્યો હતો. આ નવી ટ્રેનને સીઆર450 પ્રોટોટાઈપ ટ્રેન તરીકે ઓળખવામાં આવશે.


સરકારી એજન્સીના દાવા અનુસાર શિન્હુઆએ હાલમાં સીઆર-400 ફ્કસિંગ હાઈ સ્પીડ રેલ (HSR) દેશમાં સુપરફાસ્ટ સ્પીડ ધરાવે છે, જેની સ્પીડ કલાકના 350 કિલોમીટરની ઝડપની છે. હવે રેલવેએ કલાકના 450 કિલોમીટરની સ્પીડવાળી ટ્રેન ડેવલપ કરી છે, જે ટૂંક સમયમાં કમર્શિયલ ધોરણે પણ ચલાવવામાં આવશે. મળતા આંકડા અનુસાર ચીનના ઓપરેશનલ એચએસઆરનો ટ્રેક લગભગ 47,000 કિલોમીટર સુધી પહોંચી ગયો છે, જે દેશના મુખ્ય શહેરોને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે.
હાઈ સ્પીડ રેલવે પર સૌથી વધુ ભાર મૂકી રહી છે. દેશના આર્થિક અને સામાજિક વિકાસમાં હાઈ સ્પીડ રેલવેનું મોટું યોગદાન ધરાવે છે. ટ્રાવેલિંગ સમયમાં ઘટાડો થયો છે,જ્યારે ઔદ્યોગિક વિકાસ પણ થયો છે. ઈન્ટરનલ સર્વે જણાવે છે કે બીજિંગ-શાઘાંઈ ટ્રેન સૌથી વધુ સફળ રહી છે, તેનાથી વિપરીત બીજા શહેરોને ટ્રાફિક મળ્યો નથી.
છેલ્લા કેટલાક વર્ષોમાં ચીનની એચએસઆરે થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયાના રેલ નેટવર્કને નિકાસનું કામ કર્યું છે. સર્બિયામાં બેલગ્રેડ-નોવી સેડ એચએસઆરનું નિર્માણ કર્યું છે. એ જ રીતે ચીનની સરકારવતીથી રેલવેના વિકાસ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી દેશનો વિકાસ કરી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!