March 13, 2026
ટોપ ન્યુઝ

દિલ્હીમાં 101 વર્ષ પછી ડિસેમ્બરમાં પડ્યો રેકોર્ડ બ્રેક વરસાદ, કારણ શું?

Spread the love

નવી દિલ્હીઃ દેશમાં શિયાળો જામી રહ્યો છે ત્યારે બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. કાશ્મીરથી લઈને દક્ષિણ ભારતના અમુક રાજ્યમાં વરસાદનું અચાનક આગમન થયું છે, તેમાંય વળી શનિવારે પાટનગર દિલ્હીમાં વરસાદ પડ્યો. ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના અંતિમસંસ્કાર વખતે દિલ્હીમાં મુશળધાર વરસાદ પડ્યો, જ્યારે અન્ય રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જોકે, સક્રિય પશ્ચિમી વિક્ષેપ અને પૂર્વ ભારતમાં ચક્રવાતી પરિભ્રમણ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયા (પરસ્પરની અસરો) અન્ય કેટલાક પરિબળોને કારણે હવામાનમાં પલટો આવ્યો છે.
1923માં 75 મી.મી. વરસાદ પડ્યો હતો
છેલ્લા 24 કલાકમાં દેશના પાટનગરમાં 41 મિલિમીટરથી વરસાદ પડ્યો હતો, જે ડિસેમ્બર મહિનામાં 101 વર્ષમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ જણાવ્યું હતું કે આ અગાઉ દિલ્હીમાં ત્રીજી ડિસેમ્બર, 1923ના 75 મિલિમીટરથી વધુ વરસાદ પડ્યો હતો. લગભગ 101 વર્ષ પછી પહેલી વખત ગઈકાલે પાટનગરમાં અસાધારણ વરસાદ પડ્યો હતો. મુશળધાર વરસાદને કારણે દિલ્હીવાસીઓને ઠંડીમાં વરસાદમાં પલળવાની નોબત આવી હતી.
દિલ્હીમાં સામાન્ય કરતા છ ડિગ્રી તાપમાન ઘટ્યું
શનિવારે વાદળછાયા વાતાવરણની વચ્ચે હળવાથી ભારે ઝાપટા પડવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હવામાન વિભાગે પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી હતી. આઈએમડીએ યલો એલર્ટ જારી કર્યું હતું. ઠંડી સાથે વરસાદ પડવાને કારણે વાતાવરણ સ્વચ્છ થયું હતું. દિલ્હીનું લઘુતમ તાપમાન 12.7 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા છ ડિગ્રી વધારે હતું. સતત વરસાદ અને વાદળછાયા વરસાદને કારણે વાતાવરણ ચારેબાજુ ઠંડક પસરી ગઈ હતી, જ્યારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પણ પાણીમાં જળમગ્ન થયા હતા. પાણી ભરાવાને કારણે લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી હતી.
દિલ્હીમાં હવાની ગુણવત્તામાં સુધારો થયો
પાનટગરમાં પડેલા વરસાદને કારણે એક સકારાત્મક અસર જોવા મળી હતી, જેમાં હવાની ગુણવત્તામાં સુધારો થયો હતો. શનિવારે સવારે નવ વાગ્યે એર ક્વોલિટી ઈન્ડેક્સ 152 નોંધાયો હતો, જે મિડિયમ ક્લાસમાં છે. અગાઉની તુલનામાં સારું પ્રમાણ છે. પ્રદૂષણની સમસ્યાથી પીડાતા પાટનગરમાં અચાનક પડેલા વરસાદે રાહત આપી છે. જોકે, અચાનક પડેલા વરસાદે લોકોને બેવડી અસર કરી હતી, જેમાં વરસાદે ઠંડકમાં વધારો કર્યો હતો, જ્યારે હવામાનમાં સુધારો થયો હતો. અચાનક હવામાનમાં થનારો પલટો એ હવામાનમાં થનારા ફેરફારના સૂચક છે.
ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં
ઉત્તર ભારતથી પશ્ચિમ ભારતમાં વરસાદ માહોલ ઊભો થયો છે. પંજાબ, રાજસ્થાન સહિત ગુજરાતના વાતાવરણ પલટા પછી અમુક શહેરોમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. સાબરકાંઠામાં શુક્રવારની સાથે શનિવારે અમુક તાલુકામાં વરસાદ પડ્યો હતો. ખાસ કરીને હિંમતનગર, વડાલી, ઈડર, વિજયનગર વરસાદની સાથે ખેડબ્રહ્મામાં કરા સાથે વરસાદ પડ્તા પાક-પાણી પર અસર થઈ હતી. ગુજરાતના સરેરાશ તાપમાનમાં ઘટાડો થવા સાથે વરસાદ પડ્તા ઠંડીનું પ્રમાણ વધતા લોકોના આરોગ્ય પર અસર થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!