બોલો, ટ્રકની પાછળ કેમ લખાય છે OK TATA, જાણી લો શું છે કારણ?
દેશમાં ઓટોમોબાઈલ સેક્ટરમાં વિવિધ વાહનોના વધતા વપરાશે ક્ષેત્રને સમૃદ્ધ બનાવ્યો છે. ટૂ-વ્હિલરથી લઈને જમ્બો વ્હિકલનો વપરાશ પણ વધારે છે. રસ્તા પર વધતા અકસ્માતોના આંકડા પરથી તમને જાણ થાય કે દેશમાં વ્હિકલની કેટલી અવરજવર થાય છે.
હવે તો ઘરે ઘરે ટૂ-વ્હિલર અને ફોર વ્હિલર જોવા મળે છે. વાત, સેક્ટર જાયન્ટ ટ્રકની અને નાની સરખી બાબતની. ટ્રકની પાછળ અમુક ટ્રકની પાછળ તમને કોઈ શાયરી યા પરિવારના દીકરી-દીકરાના નામ લખવામાં આવતા હોય છે. પણ મોટા ભાગના ટ્રક પાછળ OK TATA અચૂક લખવામાં આવે છે. શા માટે લખાય છે તો જણાવીએ કે એનું કનેક્શન રતન ટાટા સાથે જોડાયેલું છે.
હવે આ બે શબ્દો હથિયાર બની ગયા
ઓટોમોબાઈલ સેક્ટરમાં ટૂ-વ્હીલર અને ફોર વ્હીલરના ઉત્પાદન માટે રતન ટાટાનું નામ જાણીતું છે, પરંતુ ટ્રક પાછળ ઓકે ટાટા લખવામાં આવે છે. તો ખાસ કરીને ટાટા ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલી ટ્રક પર ઓકે ટાટા લખાય છે, તેમાંય વળી જો વ્હિકલ પર ઓકે ટાટા લખવામાં આવ્યું હોય તો એનો અર્થ એ છે કે એનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે એમ સમજવાનું. એટલું જ નહીં, ટાટા મોટર્સ દ્વારા આ વાહનનું ઉત્પાદન કરવામાં આવ્યા પછી યોગ્ય રીતે ટેસ્ટિંગ, મેઈન્ટેન છે તેમ જ વોરન્ટી પણ ટાટા પાસે છે એ વાતનું સમર્થન કરે છે, તેથી ઓકે ટાટા એક કોડિંગ લેન્ગવેજ છે. વાસ્તવમાં આ બે શબ્દો બ્રાન્ડિંગ માટે હથિયાર બની ગયા છે.
બીજા વિશ્વયુદ્ધ વખતે આર્મીને ટેન્ક આપી હતી
ઓટોમોબાઈલ ક્ષેત્રે ટ્રકનું ઉત્પાદન કરનારી કંપનીમાં મોખરે છે. 1954માં ટાટા એન્જિનિયરિંગ એન્ડ લોકોમોટિવ કંપની તરીકે શરુઆત કરી હતી, ત્યારબાદ તેનું નામ બદલવામાં આવ્યું હતું. ટાટા મોટર્સ નામ કરવામાં આવ્યું પહેલા ટ્રેનના એન્જિન પણ બનાવતી હતી. બીજા વિશ્વયુદ્ધ વખતે ટાટા મોટર્સે ભારતીય આર્મીને એક ટેન્ક પણ આપી હતી, જે ટાટા નગર ટેન્કથી ઓળખાતી હતી. આ ટેન્કે યુદ્ધના મોરચા પર દુશ્મનોના દાંત ખાટા કરી નાખ્યા હતા. ટાટાએ ઓટોમોબાઈલ સેક્ટરમાં કોમર્શિયલ, પેસેન્જર સેક્ટરમાં વિવિધ વાહનો બનાવીને માર્કેટમાં નામના મેળવી હતી.