February 21, 2026
ગુજરાતટોપ ન્યુઝ

Good News: ગુજરાતનાં લોથલ માટે કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય…

Spread the love

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત આજે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાતનાં લોથલ ખાતે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (એનએમએમએચસી)નાં વિકાસને મંજૂરી આપવામાં આવી હતી. પ્રોજેક્ટ બે તબક્કામાં પૂરો કરવામાં આવશે. પહેલા તબક્કાના એક-બી હેઠળ લાઇટ હાઉસ મ્યુઝિયમના નિર્માણ માટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ લાઇટહાઉસીસ એન્ડ લાઇટશિપ્સ (ડીજીએલએલ) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે. મંત્રીમંડળે સ્વૈચ્છિક સંસાધનો/યોગદાન મારફતે ભંડોળ ઊભું કરીને માસ્ટર પ્લાન અનુસાર પ્રથમ તબક્કા અને બીજા તબક્કા માટે સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી હતી અને ભંડોળ ઊભું કર્યા પછી તેના અમલીકરણને મંજૂરી આપી હતી.
4,500 કરોડનો ખર્ચ કરવામાં આવશે
પ્રસ્તાવિત પ્રોજેક્ટ માટે 375 એકર જમીન પર 4,500 કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવશે. ભવિષ્યના વિવિધ તબક્કાઓના વિકાસ માટે એક અલગ સોસાયટીની સ્થાપના કરવામાં આવશે, જેનું વ્યવસ્થાપન પોર્ટ, શિપિંગ અને જળમાર્ગ મંત્રીની અધ્યક્ષતામાં ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા કરવામાં આવશે, જેનું સંચાલન સોસાયટીઝ રજિસ્ટ્રેશન એક્ટ, 1860 હેઠળ કરવામાં આવશે, જેનો ઉદ્દેશ ગુજરાતના લોથલમાં એનએમએસએચસીના અમલીકરણ, વિકાસ, વ્યવસ્થાપન અને સંચાલનનો રહેશે.
22,000 લોકોની રોજગારી મળશે
એનએમએચસી પ્રોજેક્ટનાં વિકાસમાં આશરે 22,000 રોજગારીનું સર્જન થવાની અપેક્ષા છે, જેમાં 15,000 પ્રત્યક્ષ રોજગારી અને 7,000 પરોક્ષ રોજગારી મળશે. એનએમએચસીના અમલીકરણથી વૃદ્ધિને વેગ મળશે અને સ્થાનિક સમુદાયો, પ્રવાસીઓ અને મુલાકાતીઓ, સંશોધકો અને વિદ્વાનો, સરકારી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સાંસ્કૃતિક સંસ્થાઓ, પર્યાવરણ અને સંરક્ષણ જૂથો, વ્યવસાયોને ઘણી મદદ મળશે. ભારતના 4,500 વર્ષ જૂના દરિયાઇ વારસાને પ્રદર્શિત કરવાના વડા પ્રધાનના વિઝન અનુસાર પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવે (એમઓપીએસડબલ્યુ)એ લોથલમાં વૈશ્વિક કક્ષાનું નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (એનએમએમએચસી) સ્થાપિત કર્યું છે.
લાઈટ હાઉસ મ્યુઝિયમ હશે
પ્રથમ તબક્કામાં 6 ગેલેરીઓ સાથે NMHC મ્યુઝિયમ હશે, જેમાં બાહ્ય નૌકાદળની કલાકૃતિઓ (INS Vikrant, સી હેરિયર યુદ્ધ વિમાન, UH3 હેલિકોપ્ટર વગેરે), ખુલ્લી જળચર ગેલેરીથી ઘેરાયેલી લોથલ ટાઉનશિપની પ્રતિકૃતિ મોડલ અને જેટી વોક વે સામેલ છે, જે દેશની સૌથી મોટી ગેલેરીમાંની એક છે. પહેલા તબક્કામાં એનએમએચસી મ્યુઝિયમ હશે, જેમાં વધુ 8 ગેલેરી હશે, લાઇટ હાઉસ મ્યુઝિયમ હશે, જે વિશ્વનું સૌથી ઊંચું હશે. ઉદ્યાન કોમ્પ્લેક્સ (આશરે 1500 કાર, ફૂડ હોલ, મેડિકલ સેન્ટર વગેરે માટે કાર પાર્કિંગની સુવિધા સાથે)નો સમાવેશ થાય છે.
બીજા તબક્કામાં રાજ્યનો પેવેલિયન-હોસ્પિટાલિટી ઝોન વિકાસાવાશે
બીજા તબક્કામાં દરિયાકિનારાનાં રાજ્યોનાં પેવેલિયન (જે-તે દરિયાકિનારાનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા વિકસાવવામાં આવશે), હોસ્પિટાલિટી ઝોન (દરિયાઈ થીમ ઇકો રિસોર્ટ અને મ્યુઓઓટીલ્સ સાથે), રિયલ ટાઇમ લોથલ સિટી, મેરિટાઇમ ઇન્સ્ટિટ્યૂટ અને હોસ્ટેલનાં મનોરંજન તથા 4 થીમ આધારિત પાર્ક (મેરિટાઇમ એન્ડ નેવલ થીમ પાર્ક, ક્લાઇમેટ ચેન્જ થીમ પાર્ક, મોન્યુમેન્ટ પાર્ક અને એડવેન્ચર એન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક) સામેલ હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!