આરબીઆઈએ ફરી એક વાર હોમલોનધારકોને કર્યાં નારાજ, જાણો કઈ રીતે?
કેન્દ્રીય રિઝર્વ બેંકે સતત દસમી વખત વ્યાજદરમાં કોઈ વધારો કર્યો નથી, પરંતુ વ્યાજદરમાં ઘટાડો નહીં કરીને પણ હોમલોનધારકોની નિરાશા મળી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આજની નાણાકીય પોલિસીમાં વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરતા માર્કેટ પર પણ તેની અસર પડી છે. આમ છતાં વ્યાજદરમાં ઘટાડો કર્યો નથી. કેન્દ્રીય બેંકે આજે મુખ્ય વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યો નથી, જ્યારે ફેબ્રુઆરી, 2023થી રેપો રેટને 6.5 ટકાના દરે યથાવત રાખ્યા છે. હોમ લોનના વ્યાજદરમાં ઘટાડો નહીં કરતા હોમ લોનના હપ્તા ભરનારા લોકોને નિરાશા મળી છે.
પહેલા ત્રિમાસિકગાળામાં જીડીપી 6.7 ટકા રહેશે
આરબીઆઈના ગવર્નર અને એમપીસીના ચેરમેન શશીકાંત દાસે મોનિટરી પોલિસીની સમીક્ષા કરતા રેપો રેટને 6.5 ટકાના દરે યથાવત રાખ્યા છે. એની સાથે પહેલા ત્રિમાસિકગાળા દરમિયાન જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) ગ્રોથ રેટ 6.7 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. મેન્યુફેકચરિંગ રેટમાં નરમ વલણ રહી શકે છે.
વ્યાજદર યથાવત રાખતા બજાર ગરમ
આરબીઆઈના નિર્ણયને કારણે સ્ટોકમાર્કેટ પર પણ અસર પડી છે. આરબીઆઈના નિર્ણય પછી ટ્રેડિંગ સેશનમાં સવારના સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળા જોવા મળ્યા છે. એક તબક્કે સેન્સેક્સમાં 500 પોઈન્ટનો ઉછાળો રહ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સમાં પણ 150 પોઈન્ટની તેજી જોવા મળી હતી.
ફાઈનાન્શિયલ માર્કેટમાં રહેશે ઉતારચઢાવ
આરબીઆઈના ગવર્નર શશિકાંત દાસે જણાવ્યું કે નાણાકીય સમિતિએ નાણાકીય વર્ષ 2025માં જીડીપી ગ્રોથ રેટ 7.2 ટકા રહેવાની અપેક્ષા વ્યક્ત કરી છે. જ્યારે જીડીપીમાં મોમેન્ટમ જોવા મળે છે, જ્યારે ગ્લોબલ ઈકોનોમીમાં પોતાની ફ્લેક્સિબિલિટી રહેશે. જોકે, આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવર્તતી અસ્થિરતાને કારણે ફાઈનાન્શિયલ માર્કેટમાં પણ ઉતારચઢાવ જોવા મળશે.
