February 26, 2026
બિઝનેસ

સોનાના ભાવ વધીને ઐતિહાસિક સપાટીએઃ વર્ષમાં 27 ટકાનો ઉછાળો

Spread the love

મુંબઈઃ આ વર્ષે સોનાના ભાવમાં જોરદાર ચમકારો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરેના સોનાના ભાવમાં જોરદાર લેવાલી રહી છે. કેન્દ્રીય બજેટ પછી સોનાના ભાવ નિરંતર પટકાયા પછી હવે ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે, જે આજે ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા હતા.
સ્થાનિક માર્કેટમાં સોનું 76,000 રુપિયાને પાર
તહેવારોની સિઝન અને વ્યાજદરમાં ઘટાડાની અસર સોનાના ભાવમાં જોવા મળી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય અને ઘરેલું બજાર એમ બંને જગ્યાએ સોનાના ભાવમાં તેજી જોવા મળી છે અને નવા ઐતિહાસિક ભાવે પહોંચ્યા છે. આજે સોનાના ભાવ 76,000 રુપિયાને પાર થઈ ગયા હતા. સોમવારે સોનાના ભાવ વધીને 76,950નો ભાવ બોલાયો હતો, જ્યારે એક વર્ષમાં સોનાના ભાવમાં એકંદરે 27 ટકાનો વધારો થયો છે, જે ઐતિહાસિક સપાટી પાર કરી છે.
હજુ સોનાના ભાવમાં તેજી જોવા મળી શકે
નિષ્ણાતોનું માનવું છે કે આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધારો થઈ શકે છે. સ્થાનિક માર્કેટમાં લગ્નની સિઝન સાથે તહેવારોને કારણે નવી લેવાલી પણ જોવા મળી શકે છે. જોકે, વધતા ભાવોને કારણે વેપારી વર્ગ ચિંતામાં છે. નવરાત્રિ પછી દિવાળી અને ધનતેરસના તહેવારો આવે છે, તેથી આગામી દિવસોમાં ખરીદી વધી શકે છે. ભારતમાં તો ખાસ કરીને ધનતેરસના વિશેષ સોનાની ખરીદી કરવામાં આવે છે, તેથી ભાવ વધીને 78,000 પાર થાય તો નવાઈ નહીં.
ઈન્ટરનેશનલ માર્કેટમાં 2638 ડોલરનો ભાવ
મંગળવારે ઈન્ટરનેશનલ માર્કેટમાં હાજર અને વાયદા બજારમાં સોનાના ભાવમાં જોરદાર લેવાલી જોવા મળી હતી, જ્યારે સ્પોટ માર્કેટમાં ગોલ્ડનો વેપાર એક તબક્કે 2,638.37 અમેરિકન ડોલરના ઔંશના ભાવની ઐતિહાસિક સપાટી પાર કરી હતી. બીજી બાજુ ફ્ચુયર માર્કેટમાં ગોલ્ડનો ભાવ ઔંશદીઠ 2,6610.60 ડોલરના મથાળે રહ્યો હતો, પરિણામે સ્થાનિક માર્કેટમાં સોનાનો ભાવ 76,000 રુપિયાની સપાટી પાર કરી હતી. ગઈકાલે ભારતીય માર્કેટમાં 24 કેરેટ (10 ગ્રામ) સોનાનો ભાવ 76,330 રુપિયાનો હતો.
ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં કર્યો ઘટાડો
અમેરિકન કેન્દ્રીય નાણાકીય સંસ્થા ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં ઘટાડાને કારણે સોના અને ક્રિપ્ટોના વિભિન્ન એસેટ ક્લાસમાં ફાયદો થયો હતો. ફેડરલ રિઝર્વે છેલ્લા કેટલાક દિવસોથી વ્યાજદરમાં અપેક્ષા કરતા વધુ 0.50 ટકાનો ઘટાડો કર્યો હતો. આ વર્ષે ફેડરલ રિઝર્વે વ્યાજદર ઘટાડવાના પણ સંકેતો આપ્યા હતા, પરંતુ પચાસ ટકા ઘટાડાની અપેક્ષા નહોતી, એમ માર્કેટના વર્તુળોએ દાવો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!