Israel Hezbollah war: ઈઝરાયલના હિઝબુલ્લાહ પર ઘાતક હુમલાથી તબાહી, 490થી વધુ લોકોના મોત
ઈઝરાયલે લેબનોન પર સૌથી ઘાતક હુમલો કર્યો હતો. આ હુમલો એટલો ઘાતક છે કે અત્યાર સુધીમાં મરનારાની સંખ્યા 490થી વધુ લોકોના મોત થયા છે. 2006માં ઈઝરાયલ અને હિઝબુલ્લાહના યુદ્ધ પછી સૌથી ઘાતક હુમલો કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. બીજી બાજુ અમેરિકાએ મિડલ ઈસ્ટમાં વધતા તણાવને જોતા મોટી સંખ્યામાં આર્મી મોકલવાનો નિર્ણય લીધો છે. આ બાબતને લઈ અમેરિકા સૌથી વધુ ચિંતિત હોવાનું કહેવાય છે.
490થી વધુ લોકોનાં મોત, 1,600થી વધુ ઘાયલ
સોમવારે ઈઝરાયલે લેબનોનમાં એર સ્ટ્રાઈકની શરુઆત કરી હતી, જેમાં 490થી વધુ લોકોના મોત થયા છે. આરોગ્ય મંત્રાલયના અહેવાલ અનુસાર 490થી વધુ લોકોના મોત થયા છે, જેમાં 35 બાળક અને 58 મહિલાનો સમાવેશ થાય છે, જ્યારે 1,645 લોકો ઘાયલ થયા છે. હુમલાને કારણે હજારોની સંખ્યામાં લેબનોનના નાગરિકો દક્ષિણમાં ભાગ્યા છે. 2006 પછી સૌથી મોટો હુમલો કરવામાં આવ્યો છે.
ઓપરેશન પૂરું થયા પછી ઘરે જજો
ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ લેબનોનના નાગરિકોને વિસ્તાર ખાલી કરવાની અપીલ કરી હતી. ખાસ કરીને પૂર્વ અને દક્ષિણ લેબનોનના નાગરિકો માટે ચેતવણી જારી કરી હતી. આ ચેતવણીને ગંભીરતાથી લેવાનો અનુરોધ કર્યો હતો. અમારું ઓપરેશન પૂરું થયા પછી તમે લોકો તમારા ઘરે સુરક્ષિત રીતે જઈ શકો છો, એમ પણ જણાવ્યું હતું.
ઈઝરાયલનું નિવેદન અમે યુદ્ધ ઈચ્છતા નથી
ઈઝરાયલ આર્મીના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું હતું કે ઈઝરાયલની સાથે લેબનોનની સીમા પરથી હિઝબુલ્લાહની પીછેહઠ કરવી પડશે અને સેના પણ તેના માટે સક્રિય છે. ઈઝરાયલે કરેલા સોમવારના હુમલાથી મોટું નુકસાન થયું છે. જો આગામી દિવસોમાં જરુર પડી તો ઈઝરાયલ જમીન પરથી પણ યુદ્ધ કરતા ખચકાશે નહીં. અમે યુદ્ધ ઈચ્છતા નથી અને જોખમ ઊભું કરવા ઈચ્છતા નથી, પણ અમે આ મિશન પૂરું કરીશું.
ઈઝરાયલની પાસે 1.50 લાખ રોકેટ અને મિસાઈલ
અધિકારીએ કહ્યું હતું કે સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં હિઝબુલ્લાહે ઈઝરાયલ પર 9,000 રોકેટ છોડ્યા હતા, જ્યારે તેના જવાબમાં ઈઝરાયલે હિઝબુલ્લાહ પાસે લગભગ 1.50 લાખ રોકેટ અને મિસાઈલ છે, જે ઈઝરાયલ ગમે ત્યારે ગમે ત્યાં હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.
અમેરિકા પશ્ચિમ એશિયામાં મોકલશે વધુ લશ્કર
ઈઝરાયલ અને લેબનોન વચ્ચે વધતા સંઘર્ષને ધ્યાનમાં રાખીને અમેરિકા પશ્ચિમ એશિયામાં વધુ આર્મીને મોકલશે, તેનાથી મિડલ ઈસ્ટમાં તણાવ વધી શકે છે. અમેરિકન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે પેન્ટાગન પ્રેસ સચિવ જનરલ પેટ રાઈડરે આ મુદ્દે કોઈ નિવેદન આપ્યું નથી કે કેટલી ફોર્સને મોકલાશે. જોકે, અહીંના વિસ્તારમાં અમેરિકાના લગભગ 40,000 સૈનિક છે. લેબનોનમાં ઈઝરાયલ આર્મી દ્વારા કરવામાં આવેલા હુમલા પછી તહેનાત કરવામાં આવ્યા છે.
