February 20, 2026
મનોરંજન

લાખોનો ગાઉન પહેરીને પતિ સાથે આવી હરકત કરી આ એક્ટ્રેસે…

Spread the love

બી ટાઉનની દેસી ગર્લ એટલે કે પ્રિયંકા ચોપરા સતત કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતી જ રહે છે. બોલીવુડમાં પોતાના નામનો ડંકો વગાડ્યો બાદ હવે હોલીવુડમાં પણ પોતાની એક્ટિંગથી દર્શકોના દિલ પર રાજ કરનાર પ્રિયંકા ચોપ્રા હાલમાં જ ભારત આવી હતી. પોતાના નાના ભાઈના લગ્નમાં હાજરી આપવા ભારત આવેલી આ હસીનાએ પોતાના દેસી લૂકથી ફેન્સના દિલ જિતી લીધા હતા.

ભારત આવેલી દેસી ગર્લ નાના ભાઈના લગ્નમાં એકથી એક ચઢિયાતા આઉટફિટ પહેરીને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું હતું. એ સમયના તેના ફોટો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે, એમાં પણ ખાસ કરીને પ્રિયંકાએ મજન્ટા કલરની સાડી સાથે પહેરેલો મોતીનો કરોડો રૂપિયાનો મોતીઓનો હાર હજી પણ લોકોની આંખોમાં વસેલો છે અને લોકો તેની જ ચર્ચા કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Nick Jonas (@nickjonas)


જોકે, હવે લગ્નમાં હાજરી આપીને પ્રિયંકા ચોપ્રા અમેરિકા પાછી ફરી ગઈ હતી, અને હાલમાં એક્ટ્રેસ પતિ નિક જોનાસ સાથે બીજા લગ્નમાં હાજરી આપતી જોવા મળી હતી. અહીં પણ તેણે પોતાની અનોખી ડ્રેસિંગ સેન્સથી વટ પાડી દીધો હતો. એક્ટ્રેસના ફોટો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યા છે. મોંઘાદાટ કપડાં પહેરીને એક્ટ્રેસે પતિ નિક સાથે એવી હરકત કરી હતી કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું પ્રિયંકાએ…

વાત જાણે એમ છે કે નિક જોનાસે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લગ્નના અમુક ફોટા શેર કર્યા છે જેમાં પ્રિયંકાનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે. આ લગ્નમાં પ્રિયંકા ડેવિડ કોમા બ્રાન્ડના સેકસી પેલેટ પેટલ ડ્રેસમાં જોવા મળી હતી, જેની કિંમત 2,67,606 રૂપિયા હોવાનું કહેવાય છે.

બ્લેક કલરના આ ગાઉનમાં નીચે પિંક કલરના ફૂલની પાંખડીઓ જોવા મળી રહી છે, જે એને ક્લાસી ટચ આપી રહી છે. જ્યારે નિકે પિંક કલરની સૂટ પહેર્યો હતો, બંને જણ સાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા આ ફોટોમાં પ્રિયંકા નિક સાથે રોમેન્સ ફરમાવતી જોવા મળી રહી છે.

પીસી અને નિક વચ્ચેની આ કેમેસ્ટ્રી જોઈને ફેન્સ એકદમ મોજમાં આવી ગયા હતા. ફેન્સને દેસી ગર્લનો આ અવતાર ખૂબ જ પસંદ આવી રહ્યો છે, એકટ્રેસના આ ફોટો જોઈને નેટિઝન્સની ધડકનો તેજ થઈ ગઈ હતી. નેટિઝન્સ આ ફોટો પર કમેન્ટ અને લાઈક્સનો વરસાદ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!