જાપાનમાં ઉથલપાથલઃ વડા પ્રધાન ફુમિયા કિશિદાએ આપ્યું અચાનક રાજીનામું
ટોકિયોઃ એશિયા ખંડમાં સતત રાજકીય ઉથલપાથલનો દોર ચાલુ રહ્યો છે, જેમાં વધુ એક દેશમાં રાજકીય અસ્થિરતાના મોહોલનું નિર્માણ થયું છે. બાંગ્લાદેશમાં શેખ હસીનાએ વડા પ્રધાનપદેથી રાજીનામું આપ્યા પછી વધુ એક દેશના વડા પ્રધાને અચાનક રાજીનામું આપીને આંતરારાષ્ટ્રીય સ્તરે હિલચાલના એંધાણ આપ્યા છે.
જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદાએ પોતાના પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. ફુમિયો કિશિદાએ જાહેરાત કરી છે કે પોતે સપ્ટેમ્બરમાં પોતાનું પદ છોડશે. ત્રણ વર્ષના કાર્યકાળ સંપન્ન થશે. સપ્ટેમ્બરમાં યોજાનારી ચૂંટણી માટે પણ તેમને ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે. આ સંબંધમાં તેમણે સ્થાનિક ટીવી ચેનલને જણાવ્યું હતું.
મીડિયાના અહેવાલ અનુસાર ફુમિયો કિશિદાએ સત્તાધારી પાર્ટી લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (એલડીપી)ના પાર્ટી પ્રમુખપદેથી પણ ચૂંટણી નહીં લડે એવી જાહેરાત કરી છે. ઓક્ટોબર 2021માં જાપાનના વડા પ્રધાનપદે ફુમિયો કિશિદાએ પદભાર સંભાળ્યો હતો. કિશિદાએ યોશીહાઈડ સુગાની જગ્યાએ પીએમ બન્યા હતા, જ્યારે આ વર્ષે ઓક્ટોબરમાં ચૂંટણી યોજવામાં આવશે.
આજે જાપાનના વડા પ્રધાનપદેથી રાજીનામું આપીને કિશિદાએ કહ્યું હતું કે આગામી ચૂંટણી તેઓ લડવાના નથી, જ્યારે આગામી મહિનાની એલડીપીના નવા નેતા સુધી વડા પ્રધાનપદે પદભાર સંભાળશે. રાજીનામું આપવા માટે પાર્ટીમાં આંતરિક મતભેદ અને ખેંચાખેંચી હોવાનું કારણ જણાવ્યું છે.
કહેવાય છે કે ઈલેક્શન પહેલા ફુમિયા કિશિદાએ રાજીનામું આપવાની વાત કરીને સૌને ચોંકાવ્યા છે, જ્યારે પદ છોડવા માટે અમુક નેતા જવાબદાર છે, કારણ કે તેઓ કિશિદા સરકારની સામે વિરોધ કરી રહ્યા હતા. પાર્ટીના અમુક નેતાઓનું માનવું છે કે હવે આગામી ઈલેક્શનમાં કિશિદાના નેતૃત્વમાં ચૂંટણી જીતવાનું મુશ્કેલ છે, કારણ કે અત્યારે જાપાનની પાર્ટી વિવાદમાં છે.
યુનિફિકેશન ચર્ચની સાથેના સંબંધોના ખુલાસા અને ડિસેમ્બરમા રાજકીય ફંડિંગને લઈ ચાલી રહેલા વિવાદથી પાર્ટીને નુકસાન પહોંચ્યું છે. કિશિદાની કેબિનેટ પણ અપ્રુવલ રેટિંગ પણ આપી રહી હોવાથી વિવાદ વકર્યો હતો, જ્યારે તેમના શાસનમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડની ચર્ચા હતી. આ ઉપરાંત, વર્તમાન વડા પ્રધાનની લોકપ્રિયતા પણ ઘટીને 20 ટકા આસપાસ રહી હતી.
