February 19, 2026
મનોરંજન

મધુર અવાજની મલ્લિકા અલ્કા યાજ્ઞિકે શ્રવણ શક્તિ ગુમાવી, આ ફિલ્મથી ઈન્ડસ્ટ્રીમાં નામ કમાવ્યું હતું…

Spread the love

જાણીતા સિંગર અલ્કા યાજ્ઞિકને હિયરિંગ લોસનો શિકાર થયા અને હવે પોતાને સંભળાતું નથી એના અંગે માહિતી શેર કરીને દુનિયાભરના તેમના ચાહકોએ ચોંકાવી નાખ્યા. ગઈકાલે આ ન્યૂઝ ચાહકોમાં વાયુવેગે ફેલાયા બાદ લોકોને જોરદાર ઝટકો લાગ્યો હતો. સોશિયલ મીડિયા પર લોકોએ તેમને વહેલા સાજા થવાની શુભકામનાઓ આપી હતી. નરસા સમાચારને લઈ મીડિયામાં ચર્ચાનું કારણ બનનારા મધુર અવાજ માટે જાણીતા ગાયિકા અલ્કા યાજ્ઞિકની ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એન્ટ્રી બહુ રસપ્રદ વાત છે. ‘તેજાબ’ ફિલ્મમાં માધુરી દીક્ષિત સાથે અનીલ કપૂરની ફિલ્મી કારકિર્દીમાં ચાર ચાંદ લાગ્યા હતા, પણ આ ફિલ્મના એક દો તીને અલ્કા યાજ્ઞિકે ગીત ગાઈને ધમાલ મચાવી હતી. આ જ ગાયિકાની જિંદગીમાં અચાનક શ્રણણશક્તિ ગુમાવવાની જાહેરાત કરીને નેવુંના દાયકાની યાદ આવી ગઈ. ચાલો એ ગોલ્ડન પિરિયડ સાથે અલ્કા યાજ્ઞિકના જીવનની રસપ્રદ વાત કરીએ. પણ ઈન્ડસ્ટ્રીમાં પોતાની કામગીરી સાથે હાલની મુશ્કેલીને રજૂ કરતી પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને લોકોને ચોંકાવ્યા હતા.


કોલકાતામાં 20 માર્ય 1966ના જન્મેલા અલ્કા યાજ્ઞિકનું બાળપણ પણ કોલકાતામાં વીત્યું હતું. માતાપિતા બંને ગુજરાતી હતા, પરંતુ બંનેનો ઉછેર અને અભ્યાસ ઉત્તર પ્રદેશમાં થયો હતો. અલકાનો જન્મ થયો ત્યારે પિતાજીની પોસ્ટિંગ પશ્ચિમ બંગાળના કોલકોતામાં હતી. નાની ઉંમરથી માતાએ સંગીત શીખવ્યું હતું અને ઈન્ટરવ્યૂમાં પણ અલકા યાજ્ઞિકે કહ્યું હતું કે તેમની માતાએ ત્રણથી ચાર વર્ષની ઉંમરમાં માતાએ સંગીત શીખવ્યું હતું. માતા ક્લાસિકલ સિંગર હતા, તેથી પાંચ વર્ષની ઉંમરે તો કોલકાતા ઓલ ઈન્ડિયા રેડિયો પરથી પહેલી વખત ગાયું હતું.
અલ્કા યાજ્ઞિકે નવ વર્ષની ઉંમરે પહેલી વખત સ્ટેજ પર પર્ફોમ કર્યું હતું અને એ પણ મ્યુઝિક મંડળી સાથે શાનદાર પર્ફોર્મન્સ કર્યું હતું. નાનપણથી જ સંગીત શીખવામાં અલ્કા યાજ્ઞિકને વિશેષ રસ રહ્યો હતો. માતાને પગલે પગલે ચાલીને સિંગિંગ ક્ષેત્રે ઝંપલાવ્યું અને સફળતા મળી. નાની ઉંમરમાં પિતાજીની છત્રછાયા ગુમાવનાર અલ્કા યાજ્ઞિકે કહ્યું હતું કે મારી જિંદગીમાં સૌથી નજીક વ્યક્તિ પિતાજી હતા. માતાથી બહુ ડર લાગતો પણ માતા જ્યારે ફરિયાદ કરતા કે તમે દીકરીને કંઈ કહેતા નથી તો વ્યંગમાં ધમકાવી દેતા. જિંદગીમાં પપ્પાને વહેલા ગુમાવ્યા એનો જિંદગીભર રંજ રહ્યો હતો.
ગ્રેટ શોમેન રાજ કપૂર પણ અલ્કા યાજ્ઞિકને સાંભળીને દંગ રહી ગયા હતા. એક ઈન્ટરવ્યૂમાં અલ્કાની માતાએ ખુલાસો કર્યો હતો કે રાજ કપૂરની પાસે મોકલ્યા હતા. અલ્કા પણ મારી સાથે રાજ કપૂરના ઘરે આવી હતી. અલ્કાએ ફ્રોક પહેર્યું હતું અને જ્યારે રાજ કપૂરને અલ્કાએ ગીત સંભળાવ્યું તો તેનો મધૂર સાંભળીને ખુશ થઈ ગયા, ત્યાર બાદ અલ્કાને લક્ષ્મીકાંત પ્યારેલાલની જોડી પાસે મોકલવા અને એ જ ગીત સંગીતકાર જોડીને સંભળાવવા કહ્યું હતું. એ પછી ફિલ્મી દુનિયામાં શ્રીગણેશ થયા હતા. વિગતે જોઈએ તો અલ્કા યાજ્ઞિકે રાજશે રોશનની ફિલ્મ ‘હમારી બહૂ’થી એન્ટ્રી કરી. એના પછી ‘પાયલ કી ઝંકાર’માં ‘થિરકત આંગ લચકી ઝુકી’માં ગીત પણ ગાયું આમ છતાં સૌથી મોટી ઓળખ તો ‘લાવારિસ’ ફિલ્મમાં ‘મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ’થી મળી.
સફળતા મળવાના શ્રીગણેશ ‘લાવારીસ’થી થયા, પણ ‘તેજાબ’ ફિલ્મના ‘એક દો તીન’ ગીતે અલ્કા યાજ્ઞિકને જાણીતા બનાવી દીધા હતા. નેવુંના દાયકામાં તો વન સાઈડેડ ફિલ્મોમાં કામ કરવાની તક મળી હતી. એક પછી એક ફિલ્મોમાં ગીતો ગાવાની તક મળતા અત્યાર સુધીમાં 2,500થી વધુ ગીત ગાવામાં રેકોર્ડ બનાવી ચૂક્યા છે. બોલીવુડમાં તો નામ કમાવી દીધું પણ હવે અચાનક હીયરિંગ લોસના ખબરથી તેમના ચાહકોને ઝટકો લાગ્યો છે, પણ વહેલા સાજા થાઓ એટલી જ ભગવાનને કરીએ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!