February 19, 2026
મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં ચૂંટણી પૂર્વે ‘કાકા-ભત્રીજા’ના સંબંધો સુધરશે, હવે અજિત પવારે શરદ પવાર માટે શું કહ્યું?

Spread the love

મુંબઈઃ લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના તમામ સમીકરણો ઊંધા પડ્યા, જેમાં મહાયુતિની તુલનામાં મહાવિકાસ આઘાડીને સફળતા મળી. હવે બંને ગઠબંધન પોતાના પક્ષોને મજબૂત કરીને વિધાનસભાની ચૂંટણી લડવા તૈયારી શરુ કરી છે. મહારાષ્ટ્રમાં નબળું પ્રદર્શન કર્યા પછી હવે અજિત પવારના તેવર બદલાઈ રહ્યા છે. એનડીએની સરકારમાં કેબિનેટમાં સ્થાન નહીં મળતા મોદી સરકારમાં હોવા છતાં કેબિનેટમાં પોતાની પાર્ટીના સાંસદને સીટ આપવાનું વલણ સ્પષ્ટ કર્યું હતું.
બીજી બાજુ પાર્ટીના સ્થાપના દિવસે અજિત પવારે કાકા શરદ પવારની પણ પ્રશંસા કરી હતી.સોમવારે પાર્ટીના સ્થાપના દિવસે અજિત પવારે શરદ પવારનો આભાર માન્યો હતો. 1999માં પોતાના સ્થાપના દિવસ પછી પાર્ટીનું નેતૃત્વ કરવા માટે કાકા શરદ પવારને આભાર વ્યક્ત કર્યો હતો. અજિત પવારે કહ્યું હતું કે છેલ્લા 24 વર્ષથી પાર્ટીનું નેતૃત્વ કરવા બદલ. હું કાકા શરદ પવારને અભિનંદન આપું છું. પાર્ટીની સ્થાપના કર્યા પછી શરદ પવાર સાથે રહેનારા લોકોનો પણ અજિત પવારે આભાર વ્યક્ત કર્યો હતો.

દરમિયાન અજિત પવારે પાર્ટીના કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની કેબિનેટમાં એનસીપીના સાંસદ માટે પ્રધાનપદ અંગે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. આ મુદ્દે અજિત પવારે કહ્યું હતું કે ભાજપને સ્પષ્ટ કહ્યું છે કે કેબિનેટના પોર્ટફોલિયો સિવાય બીજું કંઈ સ્વીકારવામાં આવશે નહીં.
ભાજપ માટે અજિત પવારનું સ્પષ્ટ વલણ એ શરદ પવાર સાથે સંબંધો સુધરવાના સંકેત આપી રહ્યા છે, જ્યારે બીજા શરદ પવારના વખાણ પણ બીજો સંકેત છે. જોકે, મોદીની કેબિનેટમાં સ્થાન નહીં મળ્યા પછી અજિત પવારે કહ્યું હતું કે અમે આજે પણ એનડીએનો હિસ્સો છીએ. હાલમાં એનડીએનું કદ 284 બેઠકનું છે, જ્યારે આગામી દિવસોમાં તેનો આંકડો 300 પાર કરી જશે.

લોકસભાની ચૂંટણીના પરિણામોમાં શરદ પવારની પાર્ટીનું સારું પ્રદર્શન રહ્યુ હતું. એનાથી વિપરીત કાકા શરદચંદ્ર પવારની એનસીપીએ નોંધપાત્ર જગ્યાએ બેઠકો મેળવી હતી. એનસીપીનાં સાંસદ સુપ્રિયા સુળેએ જ બારામતીની સીટ જીતવાની સાથે આઠ બેઠક પર જીત મેળવી હતી, જ્યારે ચારમાંથી એક સીટ પર અજિત પવારની પાર્ટી જીતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!