મહારાષ્ટ્રની 48 બેઠક પર ક્યાં થયું વધારે અને ઓછું મતદાન?
મુંબઈઃ લોકસભા ચૂંટણીના છ તબક્કાનું મતદાન પૂરું થવાની સાથે લગભગ નેવું ટકા બેઠકનું મતદાન સંપન્ન થયું છે. છ તબક્કાની બેઠક સાથે ચૂંટણી પંચે બેઠક પરના કૂલ મતદાર અને કૂલ થયેલા મતદાનની ટકાવારી સાથેના આંકડા પણ જારી કર્યાં છે. મતદાન માટે હવે છેલ્લો તબક્કો બાકી રહ્યો છે. કુલ મતદાર અને મતદાનના આંકડા છુપાવવાના આરોપ પછી ચૂંટણી પંચે બેઠક અને દરેક રાજ્યવાર વિવિધ માહિતી પૂરી પાડી છે.
મહારાષ્ટ્રની વાત કરીએ તો રાજ્યની 48 બેઠક પર પાંચ તબક્કામાં મતદાન પૂરું કરવામાં આવ્યું હતુ. હારાષ્ટ્રમાં પાંચ તબક્કામાં 48 બેઠક પર તબક્કાવાર કેટલા ટકા મતદાન થયું એ ટકાવારીની જાણકારી 25મી મેના જારી કરી હતી. રાજ્યમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ગઢ થાણે અને દીકરા શ્રીકાંત શિંદેની કલ્યાણ-ડોંબિવલીની બેઠક પર સૌથી ઓછું મતદાન થયુ હતું, જ્યારે ગઢચિરોલીમાં વધુ મતદાન થયું હતું એ આશ્ચર્યની વાત હતી.
મહારાષ્ટ્રમાં દિગ્ગજ સીટની વાત કરીએ તો બારામતીની સીટ પર શરદ પરિવાર માટે મહત્ત્વની છે, કારણ કે પરિવારમાં બહેન (સુપ્રિયા સુળે)ની સામે (ભાઈ અજિત પવારની પત્ની) ભાભી (સુનેત્રા પવાર) હતા. આ ઉપરાંત, બીડથી પંકજા મૂંડે, નારાયણ રાણે, છત્રપતિ સાહુ મહારાજ અને ઉદયનરાજે ભોસલે, અમોલ કીર્તિકર, અમરાવતીથી નવનીત કૌર રાણા, વર્ધાથી રામદાસ તડસ, યવતમાળથી સંજય દેશમુખ, નાંદેડથી પ્રતાપરાવ ચિખલીકર અને પરભણીથી મહાદેવ જાનકાર છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રની 48 સીટ પર 11 એપ્રિલના સાત સીટ, 18 એપ્રિલના 10, 23 એપ્રિલના 14 અને 29 એપ્રિલના 17 સીટ પર મતદાન થું હતું. આ ચૂંટણી યુપીએ અને એનડીએની વચ્ચે લડવામાં આવી હતી. એનડીએમાં ભાજપે 23 અને શિવસેનાએ 18 સીટ જીતી હતી. બીજી બાજુ કોંગ્રેસંગે એક અને એનસીપીએ ચાર સીટ જીત્યું હતું. 2019માં 61.02 ટકા મતદાન થયું હતું.
મતદાનની વાત કરીએ તો આખા રાજ્યમાં સૌથી ઓછું મતદાન થાણે અને કલ્યાણમાં થયું છે, જે આશ્ચર્યની વાત છે. થાણેમાં 48 ટકા અને કલ્યાણમાં પચાસ ટકા આસપાસ થયું હતું. રાજ્યના અહેમદનગર (66.61 ટકા),અકોલા (61.79), અમરાવતી 63.67, ઔરંગાબાદ 63.03, ભંડારા-ગોંદિયા 67.04, બીડ 70.92, ભિવંડી 59.89, બુલઢાણા 62.03, ચંદ્રપુર 67.55, ધુલે 60.21, ડિંડોરી 66.75, ગઢચિરોલી-ચિમુર 71.88, હિંગોલી 63.54, જળગાંવ 58.47, જાલના 69.18, કલ્યાણ 50.12, નાગપુર 54.32, નાંદેડ 60.94 ટકા, નંદુરબાર 70.68, નાશિક 60.75, પાલઘર 63.91, બારામતી 53.08, યવતમાલ-વાશિમ 62.87, પુણે 53.54 ટકા થયું હતું.આ ઉપરાંત, મુંબઈની સીટની વાત કરીએ તો મુંબઈ નોર્થ 56.37 ટકા, મુંબઈ દક્ષિણ 50.06, મુંબઈ ઉત્તર મધ્ય 51.98, મુંબઈ ઉત્તર પૂર્વ 56.37 ટકા, મુંબઈ ઉત્તર પશ્ચિમ 54.84,મુંબઈ દક્ષિણ મધ્ય 53.60 નોંધાયું હતું.
