ફોન પકડવાનો અંદાજ ખોલશે તમારી પર્સાનિલિટીની સિક્રેટ્સ…
હેડિંગ વાંચીને મુંઝવણમાં મૂકાઈ ગયા ને કે આખરે આવું કઈ રીતે શક્ય છે? પણ હકીકત છે. લોકોની ફોન પકડવાની સ્ટાઈલ જ તમારી પર્સનાલિટીના સિક્રેટ્સ રીવિલ કરશે. ચાલો આજે તમને આ વિશે વિસ્તારથી જણાવીએ…
આપણે બધા જ મોબાઈલ ફોનનો ઉપયોગ કરીએ છે અને દરેક વ્યક્તિની ફોન પકડવાની એક અલગ સ્ટાઈલ હોય છે. આ સ્ટાઈલ જ તમારી પર્સનાલિટી વિશે ઘણું બધું કહી જાય છે. આજે આપણે અહીં આવા જ કેટલાક ફોન પકડવાના અંદાજ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારી પર્સાનિલિટીને વ્યક્ત કરે છે.
એક હાથથી ફોન પકડો છો તો…
જો તમે પણ એક જ હાથથી ફોન પકડો છો તો તમે એક આશાવાદી અને આત્મવિશ્વાસુ છો. પણ તમારામાં એક કમી પણ છે કે તમે ખૂબ જ બેદરકાર પણ છો.
બે હાથથી ફોન પકડીને એક અંગૂઠાથી ફોન ઓપરેટ કરનારા…
એક પ્રસિદ્ધ જનરલમાં છપાયેલા અહેવાલ અનુસાર જો તમે સાવધાની અને સતર્ક રહીને જ કોઈ પણ કામ કરવાનું પસંદ કરો છો. તમે કોઈ પણ પરિસ્થિતિ કે વાતને હેન્ડલ કરીને તેમાંથી ધીરે ધીરે બહાર આવો છો.
બંને હાથે ફોન પકડીને બંને અંગૂઠાનો ઉપયોગ કરો છો તો..
જો તમે બંને હાથથી ફોન પકડીને બંને અંગૂઠાનો ઉપયોગ કરીને ફોનનો ઉપયોગ કરો છો તો તમે એક સાહસી વ્યક્તિત્વના માલિક છો અને તમે સમયને વેડફવાનું બિલકુલ પણ પસંદ નથી કરતા.
શું તમે એક હાથથી ફોન પકડીને માત્ર ફિંગર ઈન્ડેક્સનો ઉપયોગ કરો છો?
જો તમે એક હાથથી ફોન પકડીને બીજા હાથની ઈન્ડેક્સ ફિંગરનો ઉપયોગ કરો છો તો તમારી અંદર ખૂબ જ સહનશક્તિ છે અને તમે લોકોને પોતાની તરફ આકર્ષવામાં પણ સફળ રહેશો.
