November 3, 2026
ટોપ ન્યુઝ

વિમાનની મુસાફરી મોંઘી થશે કે સસ્તી? 1 જાન્યુઆરીથી બદલાઈ જશે હવાઈ ટિકિટ બુકિંગના તમામ નિયમો!

Spread the love

સરકારના નવા નિયમોથી ટિકિટ બુકિંગ, ટેક્સ અને કેન્સલેશન ચાર્જ બાબતે કંપનીઓએ મુસાફરોને આપવી પડશે પારદર્શક માહિતી

વેકેશન અને તહેવારોમાં બહાર કે વતન જવા માટે લોકોનો ધસારો વધી જાય છે, જેમાં રોડ, રેલ અને હવાઈ ટ્રાફિકમાં જોરદાર વધારો થઈ રહ્યો છે, પરંતુ અહીં પણ અર્થશાસ્ત્રનો નિયમ લાગુ પડે છે. ડિમાન્ડ વધુ તો પુરવઠો ઓછો થઈ જાય છે, એવું જ અત્યારે બને છે. ડિમાન્ડ એટલી વધી જાય છે કે પૂછો નહીં એવું જ એરલાઈન્સમાં થયું છે. હવે સરકારે પણ હવાઈ સર્વિસ માટે નિયમો ફેરફાર કર્યાં છે, જે પહેલી જાન્યુઆરીથી અમલી થશે એવું શું થશે એની વિગતે વાત કરીએ.

હવાઈ ટિકિટ બુકિંગ કરતી વખતે ફક્ત અમુક ભાડા દેખાય છે, પરંતુ ટેક્સ, ફી અને અન્ય ચાર્જને કારણે ટિકિટ મોંઘી થઈ જાય છે ત્યાર પછી ટિકિટ કેન્સલ કરવાના પણ પૈસા કપાઈ જાય છે. એટલું જ નહીં, કેટલા પૈસા કપાશે એ પણ સ્પષ્ટ હોતું નથી, પરંતુ આ બધી સમસ્યાને દૂર કરવા માટે હવે સરકારે નવો પરિપત્ર બહાર પાડ્યો છે, જે અન્વયે એરલાઈન્સને ટિકિટ બુકિંગના સમયથી લઈને કેન્સલેશન ચાર્જ અને રિફંડની શરતોનું વિવરણ મૂકવું પડશે, જે પહેલી જાન્યુઆરી 2027થી લાગુ થશે, જેથી પ્રવાસીઓ પણ પોતાના ખર્ચ અંગે સભાન હશે.

સરકાર હવાઈ ભાડા મુદ્દે હસ્તક્ષેપ કરી શકશે
નવા નિયમ અનુસાર હવાઈ ભાડા માટે એક વ્યવસ્થા કરી છે, જે અન્વયે કોઈ અસાધારણ સ્થિતિમાં કેન્દ્ર સરકારે હવાઈ ભાડા મુદ્દે હસ્તક્ષેપ કરી શકશે. સરકા લેખિત આદેશ જારી કરીને પણ જનહિતમાં નિર્દેશ આપશે. જોકે, નિયમોમાં એ વાત પણ સ્પષ્ટ કરી નથી કે કઈ પરિસ્થિતિને અસાધારણ માનવામાં આવશે. એટલે સરકાર કયા સંજોગોમાં એરલાઈન્સ ભાડા વધારા મુદ્દે દખલ કરશે એ સ્પષ્ટ થયું નથી. ડીજીસીએ સમગ્ર પ્રક્રિયાનું ધ્યાન આપશે અને પાલન કરાવશે.

90 વર્ષ જૂના કાયદામાં કરવામાં આવ્યો ફેરફાર
ભારત સરકારે 2024માં ભારતીય વાયુવાન બિલ તૈયાર કર્યું હતું. એ બિલને 90 વર્ષ જૂના વિમાન અધિનિયમ 1934ની જગ્યા લીધી હતી. સંસદમાં પાસ કર્યા પછી રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા પછી એ બિલ કાયદો બની ગયો છે, જેને ભારતીય વાયુવાન નિયમ 2026 નામથી ઓળખળામાં આવે છે. નવા નિયમ પહેલી જાન્યુઆરી, 2027થી અમલી થશે, જ્યારે વિમાન નિયમ 1939ની જગ્યા લેશે.

ટિકિટ બુક કરતી વખતે બતાવવાના રહેશે ચાર્જ
સરકારે 31 ઓક્ટોબરના ભારતીય વાયુયાન નિયમ 2026 જાહેર કર્યો હતો. નવા નિયમો અનુસાર એરલાઈન્સે પોતાની વેબસાઈટ અથવા બુકિંગ પ્લેટફોર્મ ર ટિકિટની કિંમત સાથે દરેક ટેક્સ-ફીનું અલગ અલગ વિવરણ આપવું પડશે, જેનાથી પેસેન્જરને પણ પોતાની ટિકિટ ખર્ચનું ધ્યાન રહેશે.

કેન્સલેશન ફી અને રિફંડની પણ શરતો સ્પષ્ટ લખવાની રહેશે
. બેસ ફેરઃ ટિકિટનું ભાડું કેટલું હશે?
. ટેક્સઃ ટિકિટ પર કેટલો વેરો લેવામાં આવશે?
. કેન્સલેશન ચાર્જઃ ટિકિટ કેન્સલ કર્યા પછી કેટલા પૈસા કપાશે?
. રિફંડની શરતોઃ ટિકિટ કેન્સલ કર્યા પછી કઈ શરતોએ પૈસા પાછા મળશે?
. અન્ય ફીઃ ટિકિટ બુકિંગ સંબંધિત અન્ય કોઈ ચાર્જ લેવામાં આવી રહ્યા છે તો એની પણ અન્ય માહિતી અલગથી લખવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!