કોણ કરે છે તમને ફોન? હવે નંબર સેવ નહીં હોય તો પણ સ્ક્રીન પર દેખાશે અસલી નામ! જાણો સરકારનો નવો નિયમ
પહેલી નવેમ્બરથી બદલાઈ જશે કોલિંગ સિસ્ટમ: હવે અજાણ્યા નંબર પરથી કોલ આવતાં જ સિમકાર્ડ ધારકનું નામ મોબાઈલ સ્ક્રીન પર થઈ જશે ઉજાગર
આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન આપણા જીવનનો એક અનિવાર્ય ભાગ બની ગયો છે. પરંતુ, તેની સાથે જ મોબાઈલ યૂઝર્સ માટે ફ્રોડ કોલ્સ અને સાઈબર ઠગાઈની સમસ્યા પણ દિવસેને દિવસે વધતી જાય છે. ઘણીવાર આપણને એવા નંબર પરથી ફોન આવે છે જે આપણા કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ હોતા નથી. આવા સંજોગોમાં ફોન ઉપાડવો કે નહીં તે મોટો પ્રશ્ન બની જાય છે. પરંતુ હવે ભારત સરકારના ટેલિકોમ વિભાગ (DoT) દ્વારા યૂઝર્સની આ મોટી સમસ્યાના કાયમી ઉકેલ માટે એક શાનદાર નિયમ લાવવામાં આવી રહ્યો છે, જેનાથી કરોડો મોબાઈલ ગ્રાહકોને સીધો ફાયદો થશે.
પહેલી નવેમ્બરથી ભારતમાં નવો નિયમ લાગુ કરવામાં આવશે, ત્યાર પછી કરોડો ભારતીય મોબાઈલ યૂઝર્સને ફાયદો થશે. હવેથી કોઈ અજાણ્યા નંબર પર ફોન કોલ કરનારાના નંબરની સાથે સિમ યૂઝર્સના નામ પણ જોવા મળશે. એના અંગે ભારત સરકારના ટેલિકોમ વિભાગ (DoT)એ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સે દિશાનિર્દેશ કર્યો છે.
ડોટને જારી કરેલા દિશાનિર્દેશ અનુસાર તમામ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સને જણાવ્યું છે કે પહેલી નવેમ્બરથી કોલર નેમ પ્રેઝન્ટેશન (સીએનએપી) રજૂ કરવાનું રહેશે. સીએનએપી અસલમાં ભારતમાં વેરિફાઈડ કોલર સિસ્ટમ છે, જેની મદદદથી કોલરનો નંબર બતાવવાનો રહેશે. આ સંજોગોમાં કોઈ અજાણી વ્યક્તિ તમને કોલ કરશે તો તે વ્યક્તિનો નંબર જોવા મળશે, જ્યારે જો તમને એનો ફોન અજાણ્યો લાગે તો તમે ઉપાડી શકો. એટલે તમારી ફોન બુકમાં નંબર નહીં હોય તો પણ જેના નામે સિમ કાર્ડ હશે તેનું નામ સ્ક્રીન પર જોવા મળશે.
તમામ ટેલિકોમ કંપનીઓને ડેટા બેઝ તૈયાર કરવાનો રહેશે
ટેલિકોમ વિભાગના જણાવ્યાનુસાર જ્યારે કોઈ વ્યક્તિ સ્માર્ટફોન પર કોલ રિસીવ કરશે, ત્યારે સામેની વ્યક્તિના મોબાઈલના સ્ક્રીન પર સૌથી ઉપર કોલર નંબર જોવા મળશે, જ્યારે નીચે કોલર કોન્ટેક્સ બુકમાં સેવ નામ પણ જોવા મળશે. જો કોન્ટેક્ટ બુકમાં નંબર નામ સેવ નહીં હોય તો નીચેની બાજુ એ નામ જોવા મળશે, જે ટેલિકોમ સર્વર પર સેવ હશે. ઈન્ટરનેશનલ કોલ્સ પર સીએનએપી અન્વયે કોલર નંબરની સાથે ઈન્ટરનેશનલ કોલ જોવા મળશે, જેમાં તમામ ટેલિકોમ કંપનીઓને ડેટા બેઝ તૈયાર કરવાનો રહેશે અત્યારે એ ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું, પરંતુ હવે પહેલી નવેમ્બરથી આ નિયમ લાગુ કરવામાં આવશે. કહેવાય છે કે ડોટના નવા નિયમથી સાઈબર ક્રાઈમ અને કોલ કરનારા ઠગ પર નિયંત્રણ આવશે. સાઈબર ફ્રોડમાંથી પણ લોકોને છૂટકારો મળી શકે છે.
કઈ રીતે કામ કરશે આ નવી કોલર આઈડી સર્વિસ?
. ટેલિકોમ વિભાગના જણાવ્યાનુસાર, આ ટેકનિક ખૂબ જ પારદર્શક અને સરળ રીતે કામ કરશે:
. જ્યારે પણ કોઈ વ્યક્તિ સ્માર્ટફોન પર કોલ રિસીવ કરશે, ત્યારે સામેની વ્યક્તિના મોબાઈલ સ્ક્રીન પર સૌથી ઉપર કોલરનો મોબાઈલ નંબર જોવા મળશે.
. જો તે નંબર તમારી ફોન બુકમાં પહેલેથી જ સેવ હશે, તો તમારું સેવ કરેલું નામ દેખાશે.
. જો નંબર ફોન બુકમાં સેવ નહીં હોય, તો નીચેની બાજુ તે નામ જોવા મળશે જે ટેલિકોમ સર્વર પર કેવાયસી (KYC) રેકોર્ડમાં સેવ હશે.
