October 30, 2026
ઈન્ટરનેશનલટોપ ન્યુઝ

ભુટાનમાં ગ્લેશિયર લેક ફાટતાં પશ્ચિમ બંગાળ અને આસામમાં હાઈ એલર્ટ: વૈજ્ઞાનિકોની ચેતવણી સાચી પડી!

Spread the love

ગાસા જિલ્લામાં ગ્લેશિયર લેક ફાટવાથી ભારતની સરહદે આવેલા વિસ્તારો પર તોળાઈ રહ્યું છે મોટું જોખમ; ૧૦,૦૦૦થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
aajtak credit

થિમ્પુઃ નેપાળ-તિબેટની સરહદ પર ઓગસ્ટમાં ગ્લેશિયર લેક ફાટ્યા પછી નેપાળમાં 1,500થી વધુ લોકોનાં મોત થયા હતા, જ્યારે હજારો લોકો ગુમ થવાના અહેવાલ વચ્ચે હવે ભુટાનમાં પણ ગ્લેશિયર લેક બ્લાસ્ટ થયું છે. ભુટાનના ગાસા જિલ્લામાં આવેલું ગ્લેશિયર લેક ફાટ્યું હોવાના અહેવાલને લઈ ભુટાન સહિત ભારતના પડોશી રાજ્યમાં ચેતવણી આપવામાં આવી છે, જ્યારે અસરગ્રસ્ત સ્થાનિકોને પણ સુરક્ષિત જગ્યાએ ખસેડવાની ચેતવણી આપવામાં આવી છે. સૌથી વધુ આસામ અને પશ્ચિમ બંગાળમાં અસર થઈ શકે એના અંગે એલર્ટ પણ આપ્યું છે, પરંતુ એના અંગે પાંચ વર્ષ પહેલા વૈજ્ઞાનિકોએ ચેતવણી આપ્યાનો દાવો કરવામાં આવ્યો છે.

પુનાત્સાંગછુ નદી સંકોશ બની બ્રહ્મપુત્રાને મળે છે
વાત કરીએ ભુટાનના ગાસા જિલ્લાની. ગાસા જિલ્લાના લુંગા સ્થિત વાકિલા પર્વતની નીચે એટલે દરિયાની સપાટીથી લગભગ 4,480 મીટરની ઊંચાઈ પર આવેલા શિંતાફુ લેક (Shintphu Tsho અથવા Shintaphu lake) આવેલું છે. અહીં મો છૂ (Mo Chu) નદી ઉપરના હિસ્સામાં એક ગ્લેશિયર લેક બનેલું છે, જ્યારે નીચે જઈને એટલે મો-છુ નીચે જઈને ફો છુને મળે છે અને આ પુનાખા પાસથી પુનાત્સાંગછુ નદી બની જાય છે. ભુટાનમાંથી આ નદી આગળ વધીને ભારત પહોંચતા એ નદી સંકોશ બની જાય છે અને આગળ બ્રહ્મપુત્રામાં મળી જાય છે એને કારણે ભુટાનમાં લેક ફાટવાની સીધી અસર પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર, જલપાઈગુડી, કૂચબિહાર અને આસામના ધુબરી જેવા વિસ્તારો સુધી થઈ શકે છે. અહીંનું લેક મોરને (ગ્લેશિયર દ્વારા છોડવામાં આવેલા માટી, પથ્થરની દીવાલો)થી બાંધવામાં આવી છે.

2021ની અભ્યાસમાં ચેતવણી આપી હતી
આ લેકનું ક્ષેત્રફળ લગભગ 2.38 લાખ વર્ગ મીટર અને પાણીની માત્રા લગભગ 62 લાખ ઘન મીટર બની જાય છે. 2021માં કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર સંભવિત જોખમી ગ્લેશિયર લેકની શ્રેણી (Potentially Dangerous Glacial Lake)માં મૂકવામાં આવ્યું છે. ભુટાનની નેશનલ સેન્ટર ફોર હાઈડ્રોલોજી એન્ડ મેટિયોરોલોજી (NCHM)ને એના 17 સંભવિત જોખમી લેકની શ્રેણીમાં મૂકવામાં આવ્યું હતું. 2021માં વિલ્ફ્રાઈડ હેગ અને એના સહયોગીઓએ હેઝાર્ડ એસેસમેન્ટ ફોર અ ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ ફ્લ્ડ ઈન ધ મો-છુ-રિવર બેસિન, ભુટાન નામનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ સ્ટડીમાં ચેતવણી આપી છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે ગ્લેશિયર પીઘળી રહ્યા છે અને નવા લેક બની રહ્યા છે. જૂના તળાવોની સ્થિતિ ખરાબ છે, જેને કારણે ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOF)ની શંકા વધી જાય છે.

1991માં ગ્લેશિયર ફાટતા 21નાં મોત થયા હતા
જ્યારે ભારે વરસાદ, બરફ પીગળવાનું ચાલુ થાય, ભૂકંપ, હિમસ્ખલન અથવા અંદરના દબાણને કારણે ડેમ તૂટે છે ત્યારે અચાનક મોટી સંખ્યામાં પાણી પૂરમાં પરિણમે છે જેને ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ ફ્લડ કહેવાય છે. પાણીનો પ્રવાહ વધી ગયા પછી પથ્થરનો કાટમાળ, વૃક્ષો, પથ્થરોની સાથે માટીને લઈને નીચે વહે છે. હિમાલયમાં હવે આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે, કારણ કે ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યા છે.
ભુટાનમાં 1994માં લુગ્ગે ત્સો લેક ફાટવાથી 21 લોકોનાં મોત થયા હતા. ભુટાનમાં અત્યારે ગ્લેશિયર બર્સ્ટ થવાને કારણે ભારતમાં પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર જિલ્લામાં સંકોશ નદી કિનારાના કુમારગ્રામ, પાકરીગુડી, ભોલ્કા, ચેંગમાડી અને આસપાસ ચાના બગીચા અને જંગલોના રહેવાસીઓને એલર્ટ કરવામાં આવ્યા છે, જ્યારે સ્થાનિકોને સુરક્ષિત જગ્યાએ ખસી જવાની અપીલ કરી છે. કૂલ મળીને લગભગ 10,000 લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા છે. એક અંદાજ પ્રમાણે 1980થી 2018ની વચ્ચે દુનિયાભરમાં ગ્લેશિયર લેકની સંખ્યા અને ક્ષેત્રફળ વધીને પચાસ ટકા વધી ગયું છે. ભુટાનમાં ગ્લેશિયરનું ક્ષેત્ર પણ 1980થી 2010 વચ્ચે 23 ટકા વધી ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!