October 29, 2026
ટોપ ન્યુઝબિઝનેસ

મુકેશ અંબાણીની જિયોનો ધમાકેદાર રેકોર્ડ: દેશની સૌથી વધુ શેરધારકો ધરાવતી નંબર-૧ કંપની બની!

Spread the love

જિયો પ્લેટફોર્મ્સે શેરબજારમાં શાનદાર ડેબ્યૂ કરીને ટાટા મોટર્સ અને રિલાયન્સ જેદગિગ્ગજોને પાછળ છોડી દીધા છે, જાણી લો આ ખાસ રેકોર્ડ વિશે

મુકેશ અંબાણીની જિયો પ્લેટફોર્મ પર પોતાના અવનવા રેકોર્ડ કરનાર સ્ટોકમાર્કેટમાં ડેબ્યૂ સાથે એક નવી સિદ્ધિ મેળવી છે. એની સાથે સૌથી મોટી શેરહોલ્ડર બેસવાળી ભારતીય કંપની બની છે. પોતાના આઈપીઓ પછી 79.6 લાખ શેરધારકોની સાથે આ ટેલિકોમ કંપનીએ દલાલ સ્ટ્રીટમાં આગળ નીકળી ગઈ છે, જેમાં ટાટા મોટર્સ પેસેન્જર વ્હિકલ્સ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને વોડાફોન આઈડિયા જેવી કંપનીનો સમાવેશ થાય છે. એવું શું કર્યું છે માર્કેટમાં વિગતે જાણીએ.

લિસ્ટિંગ સંબંધિત માહિતી અનુસાર જ્યારે જિયોની પાસે 79.6 લાખ શેરધારક છે, જ્યારે ટીએમપીવી (ટાટા મોટર્સ પેસેન્જર વ્હિકલ્સ)થી આગળ છે, જ્યારે તેની પાસે 66.3 લાખ શેરધારક છે. 13.3 લાખ શેરધારકના અંતરને કારણે જિયોના રોકાણકારોની સંખ્યા દેશમાં સૌથી વધુ શેરહોલ્ડરવાળી લિસ્ટેડ કંપની બની છે. માર્કેટના અહેવાલ અનુસાર રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ અનુસાર આઈપીઓના પહેલાથી 104 શેરધારક છે, જ્યારે મુખ્યરીતે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, મેટા, ગૂગલ, કેકેઆર અને સિલ્વર જેવા દિગ્ગજ રોકાણકારોનો માલિકીની હક ધરાવે છે.

શેરધારકોની સંખ્યામાં પણ ભારતના સૌથી મોટા આઈપીઓ પછી આવી છે. આ આઈપીઓની સંખ્યા 1.38 કરોડથી વધુ અરજી મળી હતી તથા પબ્લિક બુક બિલ્ડિંગની પ્રક્રિયા મારફત 7.4 લાખ કરોડ રુપિયાની માગ કરી હતી. બુધવારે જિયોના શેર 1,358 રુપિયાના મથાળે લિસ્ટ થયો હતો, જ્યારે 1,119 રુપિયાના ઈશ્યૂ પ્રાઈસથી 21.36 ટકાથી વધુ છે.

કંપનીની માર્કેટ કેપિટલાઈઝેશન 12.53 લાખ કરોડ રુપિયાની થઈ છે, જ્યારે ભારતની બીજા ક્રમની સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની ગઈ છે. ટ્રેડિંગ કારોબારના અંતમાં સ્ટોકનો ભાવ 1,417 રુપિયાના મથાળે બંધ રહ્યો હતો, જે લિસ્ટિંગ પ્રાઈસથી 4.37 ટકાથી વધુ છે.

કંપનીએ ક્યા રેકોર્ડ નોંધાવ્યા છે
. શેરધારકોની સંખ્યા મુદ્દે જિયો કંપનીઓ આગળ વધી ગઈ છે, જેને વર્ષોમાં પોતાના વ્યક્તિગત રોકાણકાર આધાર તૈયાર કર્યો છે.
. જાહેર રીતે ઉપલબ્ધ આંકડા અનુસાર ટીએમપીવીના સિવાય વોડાફોન આઈડિયાની પાસે લગભગ 57.9 લાખ, યસ બેંકની પાસે 57.6 લાખ અને સુઝલોન એનર્જી પાસે 56 લાખ શેરધારક છે.
. ટાટા સ્ટીલની પાસે લગભગ 51 લાખ શેરધારક છે, જ્યારે જિયોની પેરેન્ટ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાસે 50.7 લાખ સ્ટોકહોલ્ડર ધરાવે છે.
. અન્ય કંપનીમાં ઈન્ડિયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશન (50 લાખ), જિયો ફાઈનાન્શિયલ સર્વિસીસ (49.7 લાખ) અને એચડીએફસી બેંક (48.1 લાખ)નો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!