‘પ્રાઈમ મિનિસ્ટર અંબાણી’: ઈલોન મસ્કે હદ પાર કરીને ભારતમાં મચાવ્યો ‘હંગામો’
અંબાણીની મોનોપોલી, સ્ટારલિંકના લાઈસન્સમાં વિલંબ અને રાહુલ ગાંધીની એન્ટ્રી: ભારતમાં સેટેલાઈટ ઈન્ટરનેટ મુદ્દે મસ્ક કેમ ભડક્યા?

સ્પેસએક્સ અને ટેસ્લાના મુખ્ય કાર્યકારી અધિકારી ઈલોન મસ્કે સ્ટારલિંકના ભારતમાં પ્રવેશને લઈ અબજોપતિ મુકેશ અંબાણીની ટીકા કરી છે અને વ્યંગમાં કહ્યું છે કે ડિયર પ્રાઈમ મિનિસ્ટર અંબાણી કહીને સંબોધિત કર્યા છે અને એમના સમગ્ર દેશના ટેલિકોમ માર્કેટમાં પોતાની મોનોપોલીની જાળવી રાખવાનો આરોપ મૂક્યો છે. અગાઉ મસ્કે સોશિયલ મીડિયા એક્સ પર મુકેશ અંબાણીને ભારતના અસલી બોસ યાને પ્રાઈમ મિનિસ્ટર ગણાવ્યા હતા અને સવાલ કર્યો છે કે સ્પેસએક્સની સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા સ્ટારલિંકને ભારતીય માર્કેટમાં એન્ટ્રી કરવાની મંજૂરી આપશે. ઈલોન મસ્કે એક્સ પર ટ્વિટ કરીને ભારતના ઉદ્યોગજગત અને રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે.
તમે ભારતના અસલી માલિક છો
ઈલોન મસ્કે વિગતે લખ્યું છે કે ડિયર પ્રાઈમ મિનિસ્ટર અંબાણી, મને એ વાતનો અહેસાસ નહીં થવાથી મને માફ કરશો કે તમે ભારતના અસલી માલિક છો. સ્વભાવિક છે કે તમે ભારતની જનતાના એકાધિકારવાદી શોષણ કરવાનું જારી રાખશો પણ તમે સ્ટારલિંકની સ્પર્ધા કરવા મંજૂરી અંગે વિચાર કરશો.
મસ્કે દલીલ કરી હતી કે સ્ટારલિંક ભારતના એ અંતરિયાળ વિસ્તારોમાં ઈન્ટરનેટ પહોંચાડવા માટે મદદ કરી શકે છે, જ્યાં પારંપારિક ટેલિકોમ માળખું બનાવવાનું મુશ્કેલ છે. આ જ કનેક્ટિવિટીને અભાવને કારણે બાળકોને શિક્ષણ અને નોકરીથી વંચિત કરી શકે છે તેમ જ નાના વેપારીઓને પણ વૈશ્વિક માર્કેટમાંથી ગ્રાહકો સુધી પહોંચાડવામાં પણ રોકે છે.
સ્ટારલિંકને મંજૂરીની જુએ છે રાહ
મસ્કે દાવો કર્યો છે કે ભારત અને અન્ય દેશોના માફક અનેક એવા વિસ્તારો છે, જ્યાં ઈન્ટરનેટની સુવિધા નથી, જેથી બાળકોને યોગ્ય શિક્ષણ મળતું નથી અને નાના રોકાણકારોને વૈશ્વિક માર્કેટમાં પોતાનો સામાન વેચવાની પણ તકો મળતી નથી અને સ્ટારલિંક આ બધા ક્ષેત્રના લોકોના જીવનને શ્રેષ્ઠ બનાવવાની તક પૂરી પાડશે. મસ્કને ભારતમાં એન્ટ્રીને લઈ ફાઈનલ મંજૂરી મળી રહી નથી. આ મંજૂરીની ઈલોન મસ્ક રાહ જોઈ રહ્યા છે, ત્યારે અચાનક ટ્વિટ કરીને ભારત સરકારને ચોંકાવી છે, જ્યારે ભારતમાં વિપક્ષે પણ સરકારની પોલિસી અંગે ટીકા કરી છે.
રાહુલ ગાંધીએ ઊઠાવ્યા હતા સવાલ
ઈલોન મસ્કે આઠમી ઓક્ટોબરના એક પોસ્ટમાં જણાવ્યું હતું કે સ્ટારલિંકને 165થી વધુ દેશમાં લાઈસન્સ મળ્યા છે. ભારતમાં પાંચ વર્ષથી સરકારના દરેક નિયમો અને જરુરિયાતોને પૂરી કરી છે, પણ લાઈસન્સ મળ્યું નથી. તેમણે આરોપ લગાવ્યો છે કે સ્ટારલિંકને ઓલિગાર્ક (અમુક પ્રભાવશાળી ઉદ્યોગપતિ) જાણીજોઈને રોકી રહ્યા છે, જેથી ભારતીય માર્કેટમાં તેમની મોનોપોલી (Monopolistic Chokehold) જાળવી રહ્યા છે અને છેલ્લે મસ્કે લખ્યું હતું કે શું અંબાણી ભારતના અસલી બોસ છે? એના પર કોંગ્રસના રાહુલ ગાંધીએ જવાબ આપ્યો હતો કે રાહ જુઓ. રાહુલ ગાંધીએ ચિંતા વ્યક્ત કરી હતી. દરમિયાન સ્ટારલિંક બિઝનેસ ઓપરેશન્સના વાઈસ પ્રેસિડન્ટ લોરેન ડ્રાયરે જણાવ્યું હતું કે કંપનીએ ભારતના હિસાબથી સિક્યોરિટી કંટ્રોલ બનાવ્યા છે, જ્યારે ભારત માટે 20 ગેટવે સાઈટ્સ તૈયાર કરી છે. એટલું જ નહીં, ભારતીય યૂઝર્સના ડેટા પણ ભારતમાં જ રહેશે.
