શેરબજારમાં તબાહીઃ વિદેશી રોકાણકારોએ ચાર લાખ કરોડની કરી વેચવાલી, રોકાણકારોમાં ડરનો માહોલ
ઊંચા ટેક્સ, રૂપિયાનું ધોવાણ અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય શેરબજારમાંથી વિદેશી રોકાણકારોની આડેધડ એક્ઝિટથી રોકાણકારોમાં ચિંતાનું મોજું
અમેરિકન બજાર તૂટે તો ભારતના શેરબજારમાં કડાકો નોંધાય છે, પરંતુ જ્યારે અમેરિકન માર્કેટ વધે તો ભારતીય માર્કેટમાં પણ વધારો થાય પણ હવે એ જોવા મળતું નથી. મુંબઈ શેરબજાર માટે સૌથી નેગેટિવ સેન્ટિમેન્ટ એ છે કે માર્કેટમાં નિરંતર નકારાત્મક માહોલનું નિર્માણ થયું છે, જેમાં છેલ્લા દસ મહિના અફડાતફડી અને નેગેટિવ સેન્ટિમેન્ટ ઘરી કરી ગયા છે. આ માહોલનો સૌથી વધુ લાભ એફઆઈઆઈ (વિદેશી રોકાણકારો)એ લીધો છે, જેમાંથી અત્યાર સુધીમાં ચાર લાખ કરોડ રુપિયાની વેચવાલી કરી નાખી છે.
રુપિયાનું ધોવાણ અટક્યું નથી
અગાઉ બજેટના દિવસો દરમિયાન જ્યારે રોકાણકારો વિદેશી હોય કે સ્થાનિકમાં તમામની નજર સરકાર પર ટકેલી હતી. બજારમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ માટે મહત્ત્વના નિર્ણયો લીધા હતા, તેનાથી વિપરીત ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સના ટ્રેડ પર સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (એસટીટી) વધારવામાં આવ્યો હતો, જેને કારણે માર્કેટમાં નકારાત્મક વલણ રહ્યું છે. એના સકારાત્મક વલણ માટે સરકારે કોઈ પગલું ભર્યું નથી. એની સાથે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના વધતા ભાવવધારાની સાથે ભારતીય રુપિયાના ધોવાણમાં કોઈ બ્રેક લાગી નથી.
વિદેશી રોકાણકારોની વેચવાલીનું કારણ
માર્કેટ નેગેટિવ સેન્ટિમેન્ટમાં છે, તેના માટે સૌથી મોટું કારણ વિદેશી રોકાણકારો (એફઆઈઆઈ)ની વેચવાલી છે. એફઆઈઆઈ માર્કેટમાંથી અંધાધૂંધ વેચવાલી કરી રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ ભારતીય સ્ટોકમાર્કેટમાંથી ચાર લાખ કરોડ રુપિયાથી વધુ ઉપાડી લીધા છે, જે રોકાણકારો માટે ચિંતાનું કારણ છે. છેલ્લા નવ મહિના દરમિયાન વિદેશી રોકાણકારોએ માર્કેટમાં 60,000 કરોડ રુપિયા ભારતીય સ્ટોકમાર્કેટમાંથી કાઢ્યા હતા.
ભારતીય માર્કેટથી મોહભંગ કેમ થયો?
ભારતીય સ્ટોકમાર્કેટથી રોકાણકારોને કેમ મોહભંગ થઈ રહ્યો છે. ભારતમાં લોંગ ટર્મ કેપિટલ ગેન્સ (એલટીસીજી) 12.5 ટકા અને શોર્ટ ટર્મ કેપિટલ ગેન્સ (એસટીજીસી) 20 ટકા છે, જે એફઆઈઆઈનું આકર્ષણ છે. એના સિવાય એફએન્ડઓ પર વધેલો એસટીટી વિદેશી ફંડોના માર્જિનને ઘટાડે છે. એમાંય ડોલર સામે રુપિયાના પતનનું કારણ પણ જવાબદાર છે. છેલ્લા બે વર્ષમાં ભારતીય સ્ટોકમાર્કેટમાં 12થી 14.5 ટકાનો ઘટાડો નોંધાયો છે, જે 85,836 પોઈન્ટની ઐતિહાસિક સપાટીથી ઓક્ટોબર 2026માં 72,400 પોઈન્ટની આસપાસ રહ્યો હતો.
પાંચ ટકાથી વધુ સુરક્ષિત રિટર્ન ડોલરમાં મેળવી જાય છે
વિદેશી મોરચે અમેરિકામાં વધુ વ્યાજ મળવાની સાથે અમેરિકન બોન્ડ યિલ્ડમાં વૃદ્ધિથી વિદેશી રોકાણકારો વિના કોઈ જોખમે પાંચ ટકાથી વધુ સુરક્ષિત રિટર્ન ડોલરમાં મળી જાય છે. બીજી બાજુ રિટેલ ઈન્વેસ્ટર્સ આજના જમાનામાં માર્કેટમાં અસલી તાકાત બનીને ઊભરી આવ્યા છે. છેલ્લા બે વર્ષથી સીમિત દાયરામાં ફસાયેલા છે અને સતત નીચે જઈ રહ્યા છે, પરંતુ તેઓ અનિશ્ચિતતાઓના માહોલમાં સપડાઈ રહ્યા છે, જેઓ દરેક મોરચે લાગનારા ટેક્સનું ભારણ નાના નાના રોકાણકારોનો ફાયદો ઝૂંટવી રહ્યા છે. આ સંજોગોમાં સરકાર જો કોઈ નક્કર પગલા ભરશે નહીં તો માર્કેટ વધુ તૂટશે અને રોકાણકારો ડૂબશે.
