12થી 18 ઓક્ટોબર રાશિફળ: નવરાત્રીનું આ સપ્તાહ મેષ-મીન સહિત અન્ય રાશિના જાતકો માટે લાભદાયક, કોને મળશે સફળતા?
મેષ રાશિઃ મેષ રાશિના જાતકો માટે આ અઠવાડિયું કારકિર્દીની દ્રષ્ટિએ શુભ સાબિત થશે. તમે તમારી સખત મહેનત અને વેપાર કૌશલ્યના જોરે એક ઉત્તમ ઓળખ બનાવવામાં સફળ રહેશો. કાર્યક્ષેત્રમાં તમારા સહકર્મીઓ અને કર્મચારીઓનો તમને ભરપૂર સહયોગ મળશે. આર્થિક લાભના પણ યોગ છે.
વૃષભ રાશિઃ આ અઠવાડિયે તમે તમારી કારકિર્દીને લઈને થોડા બેદરકાર નજરે પડી શકો છો. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કોઈપણ કામ આયોજનપૂર્વક પૂરું કરો, તો જ સફળતા મળશે. કારકિર્દી સાથે જોડાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો વિચારીને લો.
મિથુન રાશિઃ મિથુન રાશિના જાતકો માટે આ અઠવાડિયું મિશ્રિત સાબિત થશે. કાર્યસ્થળ પર વરિષ્ઠ અધિકારીઓ અને બોસ સાથે વાદ-વિવાદ થઈ શકે છે. કામનું ભારણ રહેશે. જો કે, તમારી મહેનતના બળે તમે આર્થિક બાબતોમાં સારો ધન કમાવવામાં સફળ રહેશો.
કર્ક રાશિઃ ઓફિસમાં આ અઠવાડિયે કોઈ પણ કામમાં સફળતા મેળવવા માટે તમારે સખત મહેનત કરવી પડશે. કોઈ નજીકના વ્યક્તિ દ્વારા ધોખો મળી શકે છે, તેથી સતર્ક રહો. નોકરી સાથે જોડાયેલા નિર્ણયો વિચારીને લો.
સિંહ રાશિઃ આ અઠવાડિયે નોકરી કરનાર લોકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. નુકસાન થવાની સંભાવના દેખાઈ રહી છે, પરંતુ બિઝનેસ કરનાર લોકો માટે આ અઠવાડિયું ખાસ સાબિત થશે. ધન લાભના યોગ છે.
કન્યા રાશિઃ આ રાશિના વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું અનુકૂળ રહેશે. અભ્યાસમાં ખૂબ મન લાગશે. નોકરી કરનાર લોકોને લાભ મેળવવાની ઘણી તકો મળશે. બિઝનેસમાં સારી સફળતા મળવાના સંકેતો છે.
તુલા રાશિઃ આ અઠવાડિયે તમે કાર્યસ્થળ પર તમારી અલગ ઓળખ બનાવવામાં સફળ રહેશો. કોઈ મહિલા સહકર્મીનો તમને સાથ મળી શકે છે. બિઝનેસ કરનાર લોકોની કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે.
વૃશ્ચિક રાશિઃ જો તમે બેરોજગાર છો, તો આ અઠવાડિયું તમારા માટે ખાસ છે કારણ કે તમને મનપસંદ નોકરી મળવાના યોગ બની રહ્યા છે. વિદેશમાં નોકરી મેળવવાનું સપનું પણ પૂરું થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા જાતકોને જબરદસ્ત સફળતા મળવાના પ્રબળ યોગ છે.
ધન રાશિઃ કારકિર્દીની દ્રષ્ટિએ આ અઠવાડિયું શાનદાર સાબિત થશે. નોકરી અને બિઝનેસમાં લાભ મેળવવાની ઘણી તકો હાથ લાગશે. નવું કામ શરૂ કરવાની યોજના બની શકે છે.
મકર રાશિઃ કાર્યસ્થળમાં કોઈ પણ કામ વિચારીને કરો. રાજકારણનો શિકાર બની શકો છો, તેથી સતર્ક રહો. બોસ સાથે સંબંધો સારા રાખો. મુસાફરીથી લાભ મળવાના યોગ રહેશે. મહેનતનું યોગ્ય ફળ મળતું દેખાઈ રહ્યું છે.
કુંભ રાશિઃ આ અઠવાડિયે તમારા પ્રમોશનની ગતિ ધીમી થઈ શકે છે, તેથી ધીરજપૂર્વક કામ કરવું. ખાસ કરીને તમે તમારા કામથી કામ રાખો. કાર્યસ્થળ પર વાદ-વિવાદ કરવાનું ટાળો. કોઈ પણ વ્યક્તિ પર આંખ બંધ કરીને ભરોસો ન કરો.
મીન રાશિઃ સરકારી નોકરી સાથે જોડાયેલા જાતકો માટે આ અઠવાડિયું શુભ સંકેતો આપી રહ્યું છે. તમને બઢતી, પગાર વધારો કે મનપસંદ બદલી મળી શકે છે. આ ઉપરાંત, શિક્ષણને લઈ વિદેશ જવાના ઈચ્છુક વિદ્યાર્થીઓને પણ મોટી સફળતા મળી શકે છે.
