October 9, 2026
મનોરંજનમહારાષ્ટ્ર

અંતિમસંસ્કાર સૂર્યાસ્ત પછી કેમ? નાના પાટેકરના દીકરાએ આપ્યું મોટું કારણ

Spread the love

નાના પાટેકરના અચાનક નિધન બાદ સૂર્યાસ્ત પછી અંતિમસંસ્કાર કરવા પાછળનું અસલી કારણ સામે આવ્યુ

નાટયકર્મીઓની સાથે અનેક કલાકારોની અચાનક નિધન થવાના કિસ્સા છે, જેમાં નાના પાટેકરનું નામ પણ જોડાયું છે. પોતાની એક્ઝિટ અંગે પણ નાના પાટેકરે અગાઉથી અનેક નિવેદનો આપ્યા હતા, જ્યારે તેમની સાથે અનેક નાટયકારોએ જ્યારે નટસમ્રાટ જેવું સામાજિક નાટક ભજવતી વખતે હાર્ટ એટેકથી મરવાનું નાટક કરવું પડ્યું અને એમાં પોતાનો જીવ રેડી દેવો પડતો હતો, પરંતુ આ વખતે નાનાએ કર્યું એ નાટક નહોતું, પણ હકીકત હતી. પડદો પડી ગયો અને નાના પાટેકરની એક્ઝિટ થઈ. ગુરુવારે વહેલી સવારે નિધન થયું અને સૂર્યાસ્ત પછી નાનાના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમસંસ્કારમાં હજારો લોકો જોડાયા હતા, જ્યારે સોશિયલ મીડિયા પર પણ લોકોએ સવાલ કર્યાં હતા કે સૂર્યાસ્ત પછી શા માટે કરવામાં આવ્યા એના અંગે દીકરાએ સ્પષ્ટતા કરી હતી.

પિતાના અંતિમ સંસ્કાર અંગે શું કહ્યું
પરંપરા અનુસાર અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત પછી કરવામાં આવતા નથી. પિતાના અંતિમસંસ્કાર પછી દીકરા મલ્હારે ક્યું હતું કે અમે લોકો ગોવામાં હતા અને પાર્થિવ દેહ ગામના ફાર્મહાઉસમાં લાવ્યા હતા અમને આશા હતી કે અમે વહેલા પહોંચી જઈશું, પરંતુ એમાં સમય લાગ્યો હતો. નિધન વહલી સવારે થયું હતું, તેથી ઘણો સમય વીતી ગયો હતો અને પાર્થિવ દેહને વધુ સમય સુધી રાખવામાં આવે નહીં, તેથી અમારે સૂર્યાસ્ત પછી અંતિમસંસ્કાર કરવા પડ્યા હતા.

પિતાના વારસાને આગળ ધપાવીશ
મલ્હારે પિતાના સામાજિક કાર્યોના વારસાને આગળ વધારવાની વાત જણાવી. તેણે કહ્યું કે મારા પિતા તો અમર થઈ ગયા અને તેમના કાર્યો તો આજે પણ જીવંત છે, જેને હું જીવંત રાખીશ. તેમણે અમને એક વાત હંમેશાં કહી હતી કે એક થઈને રહેવાનું. દુનિયામાં ભલાઈ કરવી જોઈએ. તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે વિચારતા હતા, જ્યારે તેમના સામાજિક કાર્યો મહારાષ્ટ્રથી લઈને દૂરદેશાવર સુધી ફેલાયા હતા. અમે લોકો શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે વધુ સારા કામ કરવાનો પ્રયાસ કરીશું, એમ મલ્હારે જણાવ્યું હતું.

નાના પાટેકરના મૃત્યુ અંગે કેસ નોંધ્યો
કુદરતી રીતે થયેલા મૃત્યુ અંગે પણ પોલીસે કેસ નોંધ્યો છે અને એના અંગે પણ તપાસ પણ કરવામાં આવશે. નાના પાટેકરે અંતિમ સમય દરમિયાન તેમના મિત્રને મેસેજ કર્યો હતો કે છાતીમાં દુખાવો થાય છે અને મિત્ર ઘરે પહોંચ્યા ત્યારે તેમની સ્થિતિ નાજુક હતી. હોસ્પિટલમાં 45 મિનિટ સુધી સીપીઆર આપવામાં આવ્યો હતો, પરંતુ વહેલી સવારના 5.20 વાગ્યે મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મલ્હારે જણાવ્યું હતું કે પિતા પહેલાથી દરેક વ્યક્તિને જવાબદારી સોંપી હતી, જે લાયક હતા. તેમને ખબર હતી કે કોણ કઈ વસ્તુ સાથે ન્યાય કરી શકે છે, તેથી તેના આધારે લોકોને કામ સોંપીને ગયા છે. તેઓ અજરામર રહેશે, એમ દીકરાએ અંતમાં જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!