October 5, 2026
ઈન્ટરનેશનલટોપ ન્યુઝનેશનલ

9/11 જેવી હતી તબાહીની તૈયારી: ઈઝરાયલની આ પ્રખ્યાત બિલ્ડિંગ હતી નિશાના પર?

Spread the love

ફ્લાયદુબઈ ફ્લાઈટ હાઈજેક કેસમાં ચોંકાવનારો ખુલાસો: ઓમાની કોપાઈલટની ખતરનાક યોજના

 

ફ્લાયદુબઈની એફઝેડ 1073 ફ્લાઈટમાં ઓમાની કોપાઈલટ હમામ અલ હમામી દ્વારા કેપ્ટન પર હુમલો કરીને વિમાન પર કબજો કરવાની ઘટનાની તપાસમાં અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 9/11 હુમલા માફક આતંકવાદી કનેક્શનની તપાસ કરવામાં આવી રહી છે. મળતા રિપોર્ટમાં જણાવાયું છે કે દુબઈથી તેલ અવીવ જનારી ફ્લાઈટના કોપાઈલટ ઓમાનીનો ટાર્ગેટ કથિત રીતે તેલ અવીવ સ્થિત અજરીલી ટાવર્સ હતું. વિમાનને સઉદી અરેબિયામાં ક્રેશ કરવાની કોશિશ અને એન્જિન ફ્યુઅલ સપ્લાય કટ કરવાની શંકા પણ બળવત્તર બની છે.

હાઈજેક નહીં તો આતંકવાદી હુમલાનો પ્રયાસ
દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ 1073 કોકપિટમાં થયેલા હુમલા મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીરપણે તપાસ કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર ઓમાનના કો-પાઈલટ હમામ અલ હમામી ફક્ત વિમાનને હાઈજેક કરવા જ નહીં, પરંતુ 9/11 માફક વિમાન મારફત આતંકવાદી હુમલો કરવાની સાથે ઈઝરાયલનું અજરીલી ટાવર્સ હતું.
બીજી બાજુ ઈટલીના કોરિએરે ડેલા સેરાની તપાસમાં દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે કોપાઈલટ હમામીની હરકતને નિષ્ફળ બનાવી ત્યારે સઉદી અરેબિયામાં પ્લેન ક્રેશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ એને સત્તાવાર સમર્થન મળ્યું નથી.

એર ટ્રાફિક કંટ્રોલ અને સુરક્ષા એજન્સીને શક ન ગયો
પ્રાથમિક તપાસમાં સનસનીખેજ દાવો કરવામાં આવ્યો છે કે હમામનું કથિત લક્ષ્યાંક ફક્ત વિમાન ક્રેશ કરાવવાનું નહોતું. અમીરાતના સૂત્રોના જણાવ્યાનુસાર વિમાન પર કબજો મેળવ્યા પછી તેલ અવીવ સામાન્ય રીતે લઈ જવા ઈચ્છતો હતો અને છેલ્લે પ્લેનને કોઈ મોટી બિલ્ડિંગ પર ટકરાવવા માગતો હતો. આ જ કારણને લઈ અમેરિકામાં કરેલા હુમલાના એંગલ પર તપાસ કરવામાં આવે છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એનો પ્રયાસ તો આખરે વિમાનનું ઓપરેશન સામાન્ય બતાવવાનો હતો, જેથી એર ટ્રાફિક કંટ્રોલ અને સુરક્ષા એજન્સીને કોઈ શંકા જાય નહીં, પરંતુ અત્યારે બધા દાવા કરવામાં આવી રહ્યા છે.

ઈઝરાયલમાં ટ્રાવેલ કર્યું, જુલાઈમાં હુમલાની યોજના હતી
મળતા રિપોર્ટ અનુસાર હમામે તાજેતરમાં અનેક વખત ઈઝરાયલ અને ખાસ કરીને બેન ગુરિયન એરપોર્ટ જઈ ચૂક્યો હતો. તપાસકર્તાઓએ એવો પણ દાવો કર્યો છે કે જૂનમાં ઈઝરાયલ જઈને સંભવિત હુમલાની માહિતી પણ એકત્ર કરી હતી. એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે તેને જુલાઈમાં હુમલો કરવાની યોજના બનાવી હતી, પરંતુ છેલ્લી ઘડીએ પ્લાનને પડતો મૂક્યો હતો. તેની ક્રૂના એક સભ્ય સાથે દોસ્તી હતી. અન્ય એક રિપોર્ટમાં જણાવાયું છે કે પૂછપરછ વખતે તેને કહ્યું હતું કે તેને તેલ અવીવ જનારી એરલાઈનની તપાસ કરી હતી અને એને કારણે જ ફ્લાયદુબઈની પસંદગી કરી હતી. હાલમાં ઈઝરાયલ હવે યુએઈ અને સઉદી અરેબિયા પાસેથી માહિતી મેળવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!