ઓમાની કોપાઈલટે પ્લેન ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો પણ ગુજરાતી કેપ્ટને હોનારત ટાળી, મોદીથી લઈ ટ્રમ્પે કરી પ્રશંસા
દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઈદુબઈ ફ્લાઈટની ઘટનાએ એવિયેશન સેક્ટરમાં ખળભળાટ મચાવી દીધો છે. ફ્લાઈટના કેપ્ટનની હરકત અને પ્રવાસીઓની સુરક્ષા મુદ્દે સવાલો ઊભા થયા છે. પણ ફ્લાઈદુબઈ ફ્લાઈટના કેપ્ટનનું નામ ચર્ચામાં છે. ફ્લાઈટ F71073ના કેપ્ટન સ્મિત મચ્છાર ભારતીય નાગરિક છે. જ્યારે ફ્લાઈટ હવામાં હતી ત્યારે બંને પાઈલટની વચ્ચે વિવાદ થયો હતો. વિવાદ વકર્યા પછી ઓમાનની પાઈલટે ભારતીય પાઈલટને ચાકુથી હિંસક હુમલો કર્યો હતો, જેમાં ઈજા પહોંચી હતી. એનાથી ચોંકાવનારી વાત હતી કે ઓમાની પાઈલટે પ્લેન ક્રેશ કરવાની હરકત કરી નાખી હતી, પણ સ્મિતે તેને સફળ થવા દીધો નહોતો, પરંતુ આ બનાવ સાથે જૂની એક વાત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વાયરલ વાતમાં જણાવ્યું છે કે જો હવામાં ફ્લાઈટ હોય તો એ વખતે પ્રવાસી સાથે જો કોઈ મેડિકલ ઈમરજન્સી આવે તો શું કરવામાં આવે?
વીડિયોમાં સ્મિત મચ્છારે કહ્યું હતું કે જ્યારે હવામાં હોય અને કંઈ થાય તો તમને કોણ બચાવશે, જ્યારે જો પ્રવાસીઓની વચ્ચે કોઈ ડોક્ટર હોય તો સારી વાત છે, પરંતુ ફ્લાઈટ ક્રૂ પણ મદદ કરી શકે છે. જ્યારે ફ્લાઈટ ઈમરજન્સી હોય ત્યારે ક્રૂ મદદ કરવા માટે સક્ષમ હોય છે, જે વાત એવિયેશન ફિલ્ડ અને પાઈલટની તાલીમ વખતે પણ ચર્ચા કરવામાં આવે છે.
કોણ અને ક્યાંનો છે સ્મિત મચ્છાર
સ્મિત મચ્છાર મૂળ ગુજરાતી છે, જ્યારે મુંબઈનો રહેવાસી છે, જે જૂન 2022માં ડાયરેક્ટ એન્ટ્રી કેપ્ટન તરીકે ફ્લાઈદુબઈમાં જોડાયો હતો. એના પહેલા સ્પાઈસજેટની સાથે અગિયાર વર્ષ કામ કર્યું હતું. જૂન 2011થી 2022 વચ્ચે કામ કર્યું હતું. મૂળ ગુજરાતી કેપ્ટન સ્મિતની વડા પ્રધાન મોદીએ પણ પ્રશંસા કરી હતી. કેપ્ટનને મોદીએ હીરો ગણાવ્યો હતો. મુશ્કેલી સંજોગોમાં પણ બીજાના જીવ બચાવવા બદલ તેની હિંમત અને મજબૂત સંકલ્પની પ્રશંસા કરી હતી. પીએમ મોદી સાથે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલના પીએમ બેન્જામીન નેતાન્યાહુએ સ્મિતની બહાદુરીની પ્રશંસા કરી હતી.
તો મોટી જાનહાનિ સર્જાઈ હોત
પાઈલટસની વચ્ચે જ્યારે ઓન એર વિવાદ થયો ત્યારે વિમાનને તબુક એરપોર્ટ પર ડાઈવર્ટ કરીને ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ઈઝરાયલના અધિકારીએ કહ્યું હતું કે કોપાઈલટને ચાકુ મારવાની સાથે વિમાનને ક્રેશ કરવાની કોશિશ કરવામાં આવી હતી, ત્યાર પછી પ્રવાસીઓ અને વિમાનમાં હાજર કોપાઈલટની વચ્ચે સ્મિતને બચાવવામાં આવ્યો હતો. વિમાન ઝડપથી નીચે લાવવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ એ વખતે જો તેને અટકાવ્યો ના હોત તો જીવલેણ અકસ્માત સર્જાયો હોત.
એકવાર સમગ્ર ઘટનાક્રમ જાણો
દુબઈથી તેલ અવીવ જઈ રહેલું વિમાન બે મિનિટમાં લગભગ 17,400 ફૂટ નીચે આવી ગયું હતું, ત્યાર પછી સઉદી અરેબિયામાં ડાઈવર્ટ કર્યું હતું. વિમાનને હાઈજેક કરવાની કોશિશ કરનારા કોપાઈલટ હતો. જ્યારે તેનો ઉદ્દેશ પણ સ્પષ્ટ હતો કે તે પાઈલટના વિમાનને ખરાબ કરે અથવા ક્રેશ કરાવે. હુમલા પછી પ્લેનમાં હાજર બે ઓફ ડ્યૂટી પાઈલટે વિમાનને કંટ્રોલ કર્યું હતું અને સુરક્ષિત રીતે સઉદી અરેબિયાના તબૂક એરપોર્ટ પર લેન્ડ કરાવ્યું હતું. ત્યાર પછી ઈજાગ્રસ્ત પાઈલટ સ્મિતને સઉદીની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. આ બનાવ પછી ફ્લાઈટના મોટા ભાગના પ્રવાસીને બીજા વિમાન મારફત ઈઝરાયલ લઈ જવામાં આવ્યા હતા.
આ પણ વાંચો
Dubai Tel Aviv Flight: ફ્લાઈદુબઈના પાઈલટે જીવના જોખમે બચાવ્યા 180 મુસાફરના જીવ, કોણ છે કેપ્ટન?
