October 1, 2026
ઈન્ટરનેશનલટોપ ન્યુઝ

Dubai Tel Aviv Flight: ફ્લાઈદુબઈના પાઈલટે જીવના જોખમે બચાવ્યા 180 મુસાફરના જીવ, કોણ છે કેપ્ટન?

Spread the love


દુબઈથી તેલ અવીવ જનારી ફ્લાઈદુબઈની એક પ્રવાસી વિમાનના પાઈલટે વિમાન ક્રેશ કરવાની કોશિશ કરી ત્યારે તેને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. ફ્લાઈટના કેપ્ટને જીવના જોખમે કોપાઈલટના દુસાહસને નિષ્ફળ બનાવ્યું હતું પરિણામે ફ્લાઈટમાં મુસાફરી કરનારા 180 પ્રવાસીનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો અને એ પાઈલટ હતો સ્મિત મચ્છાર.
ઓન એર ફ્લાઈટ હતી ત્યારે કોકપિટમાં બને પાઈલટની વચ્ચે મારપીટ થઈ હતી. એટલે કો-પાઈલટે કેપ્ટનને ચાકુ પણ માર્યું હતું, જેનાથી તે લોહીલુહાણ પણ થયો હતો અને બોલવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. વિમાનના મુસાફરી કરનારા પ્રવાસીઓએ કેપ્ટન સ્મિત મચ્છારની પ્રશંસા કરીને તેને હીરો ગણાવ્યો હતો.

કોણ છે કેપ્ટન સ્મિત મચ્છાર
મૂળ ગુજરાતના કેપ્ટન સ્મિત મચ્છાર છેલ્લા ચાર વર્ષથી દુબઈફ્લાયની સાથે કામ કરે છે, જે યુએઈ સરકારની ઓછા બજેટવાળી ફ્લાઈટનું ઓપરેશન કરનારી કંપની છે. દુબઈફ્લાયની સાથે કામ કર્યાં પૂર્વે સ્મિત 10 વર્ષ સુધી સ્પાઈસજેટ સાથે કામ કરતા હતા.
એના અગાઉ 10 વર્ષ માટે સ્પાઈસજેટ સાથે કામ કર્યું હતું. 13 વર્ષથી વધુ અનુભવ ધરાવે છે, જ્યારે કેપ્ટન મચ્છારે લાઈન ટ્રેનિંગ કેપ્ટન તરીકે પણ કામ કર્યું છે અને તેમના નામે 9,750 કલાકથી વધુ ફ્લાય કરવાનો પણ અનુભવ ધરાવે છે. 2011માં સ્પાઈસ જેટ સાથે જોડાયા હતા અને કેપ્ટન પહેલા લાઈન ટ્રેનિંગ કેપ્ટન અને સિનિયર કમાન્ડન્ટ તરીકે પણ કામગીરી કરી છે. જૂન, 2022માં સ્પાઈસ જેટ છોડી દીધું હતું અને ડાયરેક્ટ એન્ટ્રી કેપ્ટન તરીકે ફ્લાયદુબઈમાં જોડાયા હતા.

આકાશમાં કેમ લોહિયાળ જંગ
ફ્લાયદુબઈની એક ફ્લાઈટ એફઝેડ 1073 દુબઈથી તેલઅવીવ જઈ રહી હતી ત્યારે કોકપિટમાં હિંસક લડાઈ હતી. ઈમરજન્સી એલર્ટ મળ્યા પછી ઈઝરાયલ સરકાર એક્શનમાં આવી ગઈ હતી. સરકારે કહ્યું હતું કે ઉડાન વખતે એક પાઈલટે પ્લેનની સિસ્ટમને ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો. કેપ્ટન મચ્છારે કોપાઈલટનો મુકાબલો કર્યો હતો, પરંતુ એ વખતે તેને ચાકુ પણ વાગ્યું હતું, જેનાથી લોહિલુહાણ થયો હતો. એના પછી ક્રૂએ પણ કો-પાઈલટને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં આતંકવાદના એંગ્લની પણ તપાસ કરવામાં આવશે.

વિમાનમાં કુલ 180 પ્રવાસી સવાર હતા
ઇઝરાયલી મીડિયાના અહેવાલો અનુસાર આ ભારતીય પાઈલટનું નામ સ્મિત મચ્છાર છે. તેઓ ફ્લાઈદુબઈમાં પાઈલટ તરીકે ફરજ બજાવે છે. વાસ્તવમાં, ફ્લાઈટમાંથી સિક્યોરિટી સિગ્નલ મળતા જ ઇઝરાયલમાં હડકંપ મચી ગયો હતો. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઈમરજન્સી બેઠક બોલાવી હતી. પરિસ્થિતિનો સામનો કરવા માટે ઇઝરાયલના 8 ફાઈટર જેટ્સે ઉડાન ભરી હતી.
આ દરમિયાન આ ફ્લાઈટ માત્ર 1 મિનિટમાં 16 હજાર ફૂટ નીચે આવી ગઈ હતી. ત્યાર બાદ વિમાનનો રૂટ સાઉદી અરેબિયા તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. થોડા સમય બાદ વિમાનનું સિવિલ-મિલિટરી બેઝ તબુક ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ સમગ્ર ઘટનાની વાસ્તવિક હકીકત સામે આવી હતી.
અહેવાલ અનુસાર, ભારતીય કેપ્ટને વિમાનને ક્રેશ થતું અટકાવવા માટે ભારે સંઘર્ષ કર્યો હતો. ત્યાર બાદ ઇઝરાયેલી મુસાફરોએ કો-પાઈલટને કાબૂમાં લેવામાં મદદ કરી હતી. આ વિમાનમાં કુલ 180 લોકો સવાર હતા. ઘટના બની ત્યારે વિમાન આશરે 33,000 ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું.

શું 9/11 જેવી ઘટનાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો?
ફ્લાઈદુબઈની આ ફ્લાઈટમાં સવાર ડેનિયલ નામના એક મુસાફરે પોતાના અનુભવ વિશે માહિતી આપી હતી. સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પરથી ફોન પર વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, “અચાનક મને હાથાપાઈનો અવાજ સંભળાયો. કોકપિટમાંથી લડાઈ-ઝઘડા જેવા અવાજો આવી રહ્યા હતા.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “દરવાજો થોડો ખુલ્લો હતો અને મેં કોઈને બહાર ધકેલવાનો પ્રયાસ કરવામાં આવતો જોયો હતો. ત્યારબાદ મારી પાછળ બેઠેલા ત્રણ ઇઝરાયેલી લોકો શું થઈ રહ્યું છે તે જોવા માટે આગળ આવ્યા હતા. તે જ સમયે વિમાન અચાનક ખૂબ ઝડપથી નીચે તરફ જવા લાગ્યું. વિમાનનો આગળનો ભાગ નીચે તરફ હતો અને તે ઝડપથી ફરવા લાગ્યું હતું.”

One thought on “Dubai Tel Aviv Flight: ફ્લાઈદુબઈના પાઈલટે જીવના જોખમે બચાવ્યા 180 મુસાફરના જીવ, કોણ છે કેપ્ટન?”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!