September 30, 2026
ટ્રાવેલ

ઋષિકેશથી લઈને કૂર્ગ સુધી… ઓક્ટોબરના લોંગ વીકએન્ડમાં પરિવાર સાથે ફરવા માટે આ છે બેસ્ટ 5 જગ્યાઓ!

Spread the love


દિવાળી પૂર્વે ઓક્ટોબર મહિનામાં નવરાત્રી સાથે દશેરાના પવિત્ર તહેવાર વચ્ચે લોંગ વીકએન્ડ પણ આવશે. શોર્ટ ટર્મના વેકેશનમાં તમે જો ફરવા જવાનું આયોજન બનાવી રહ્યા હોય તો ખોટું નથી. દિલ્હી, મુંબઈ અને બેંગ્લુરુ જેવા મહાનગરમાં કોર્પોરેટ સેક્ટરમાં વ્યસ્ત જીવનશૈલીને કારણે લોકો માટે રિલેક્સ થવાનું જરુરી રહે છે. ઓક્ટોબર મહિનામાં લોકો ખાસ કરીને એકલા નહીં, પરિવાર સાથે ફરવા જવાનું પસંદ કરે છે, તેથી ફરવા માટેના મહત્ત્વના લોકેશનની વાત કરીએ.

દિલ્હી, મુંબઈ અને બેંગ્લુરુ નજીકની એવી અનેક જગ્યાઓ છે, જ્યાં પાંચ કલાકમાં પહોંચીને તમે આરામ કરી શકો છો એની સાથે ફરવાની પણ મોજ મનાવી શકો છો. ટૂંકા વેકેશનમાં રિલેક્સ રહેવાથી તમારી એનર્જીમાં પણ વધારો થાય છે, જ્યારે સમયની પણ બચત થાય છે. દિલ્હી નજીક રહેતા હોય તો તમે પાંચ કાલકના અંતરે ઋષિકેશ જઈ શકો છો. સાંજના ગંગા આરતી સાથે ફોટોગ્રાફી કરીને પણ મોજ મનાવી શકો છો. ઉપરાંત, રિવર રાફટિંગ, કેમ્પિંગ અને કેફેમાં પણ ફરી શકો છો.

જયપુરની આસપાસ રહેતા હો અથવા ફરવા જવાનું વિચારતા હો તો જયપુરમાં જ તમને ભવ્ય અને ઐતિહાસિક કિલ્લા, કલરફુલ માર્કેટ અને જૂની વિરાસતવાળા કિલ્લાઓમાં લટાર મારી શકો છે. પિંક સિટી જોવાનો પણ એક લ્હાવો છે. ઉપરાંત, આમેર કિલ્લો, સિટી પેલેસ અને હવા મહેલ ફરવા માટે કદાચ તમને એક દિવસ ઓછો પડી શકે છે.

પ્રકૃતિ પ્રેમીઓ માટે ઉત્તર ભારતમાં જિમ કોર્બેટનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો. હજુ ઠંડી શરુ થઈ નથી, તેથી કુદરતના સાંનિધ્યમાં દિવસો પસાર કરી શકો છો. ઉત્તરાખંડ સ્થિત જિમ કોર્બેટ નેશનલ પાર્ક પણ બાળકોને વિશેષ પસંદ પડી શકે છે. વાઈલ્ડ લાઈફ સફારી અને વન જીવનને નજીકથી જોવાની તક મળી શકે છે. એટ લિસ્ટ બે-ત્રણ દિવસ તો જંગલોમાં વીતાવી શકો છો.

આઈટી સિટી બેંગ્લુરુની વાત કરીએ તો કૂર્ગ અને કોફીના બગીચાની વચ્ચેના પહાડોમાં ફરવાનો એક લ્હાવો છે. બેંગલુરુ નજીકનું સૌથી લોકપ્રિય હિલ સ્ટેશન છે, જે હનિમૂન કપલ માટે પણ જાણીતું છે. ઉપરાંત, મૈસુર પણ તમે બેંગ્લુરુથી નજીક જઈ શકો છે. એના સિવાય વાઈલ્ડલાઈફ લવર પણ ચિકમંગલુર જઈ શકો છે. વીકએન્ડમાં શાંતિ મેળવવા માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે.

છેલ્લે મુંબઈની વાત કરીએ તો મુંબઈ નજીકના હિલ સ્ટેશન લોનાવલા, માથેરાન સહિત અલીબાગ મુંબઈગરાની સાથે વિદેશી પર્યટકો માટે લોકપ્રિય છે. સૌથી લોકપ્રિય ડેસ્ટિનેશન પૈકી કુદરતી નજારામાં પહાડીઓ, ઊંડી ખાઈ, ગુફાઓ સહિત સ્થાનિક બજારમાં લટાર મારશો તો પણ તમને વધુ રિલેક્સ કરાવી શકે છે. નાશિક સુધી પણ ફરવા લાંબા થઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!