ઐશ્વર્યા રાયનો પેરિસ ફેશન વીકથી વાપસી બાદ એરપોર્ટ પર ખાસ અંદાજ, ફોટોગ્રાફર્સને આપ્યો શાનદાર મેસેજ!
બોલીવુડ ક્વિન ઐશ્વર્યા રાય તાજેતરમાં પેરિસ ફેશન વીકમાં ફરી એક વખત છવાઈ ગઈ. ફેશન વીકમાં રેડ કાર્પેટ પર જે અંદાજમાં વોક કર્યું એની સૌએ નોંધ લીધી હતી. સોશિયલ મીડિયા પર પણ ઐશ્વર્યા રાયના અંદાજના લોકોએ વખાણ કર્યાં હતા. પણ સૌથી મોટી વાત એ છે કે મુંબઈ પરત ફર્યા પછી એરપોર્ટ પર સ્પોટ થઈ હતી, ત્યારે પેપ્સને જોરદાર મેસેજ આપ્યો હતો.
પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય હવે ફિલ્મોમાં ઓછી જોવા મળે છે, પરંતુ અવારનવાર ઈવેન્ટમાં જોવા મળે છે, જ્યારે સોશિયલ મીડિયા પર પણ પરિવાર સાથે કે પરિવાર વિના હોવા અંગે પણ નોંધ લેવાય છે, પરંતુ તાજેતરમા ફેશન વીકમાં જોવા મળતા ચાહકોનું દિલ જીતી લીધું હતું. ત્યાં રેમ્પ વોક કર્યું અને લોકોએ લખ્યું હતું હજુ પણ ક્વીન છે જેના વીડિયો પણ સોશિયલ મીડિયા જોરદાર છવાયા હતા.
પણ મુંબઈ એરપોર્ટ પર પેપ્સે સ્પોટ કરી ત્યારે તેને હળવા અંદાજમાં મેસેજ આપ્યો હતો. સોશિયલ મીડિયા પર ઐશ્વર્યા રાય ફોટોગ્રાફર સાથે વાતચીત કરી હતી. લખ્યું હતું કે હવે આ બધું બંધ કરો અહીં આવો ગ્રુપમાં. વીડિયો વાયરલ થયા પછી લોકોએ લખ્યું હતું કે ઐશ્વર્યાનો અવાજ સાંભળીને દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું.
મુંબઈ પરત ફર્યા પછી ઐશ્વર્યા એરપોર્ટ પર પેપ્સ સાથે હસતી જોવા મલી હતી. એ વખતે એક ફોટોગ્રાફરે તેને રોકાવવાનું કહ્યું હતું કે ફોટો પણ લીધો હતો. એ વખતે ઐશ્વર્યા કહ્યું હતું કે આવો ગ્રુપમાં પણ હવે આ બધું બંધ કરો એના પછી પણ ઐશ્વર્યાએ ફોટો પણ પડાવવા લાગી હતી. એરપોર્ટ પર ઐશ્વર્યા કેઝ્યુઅલ લૂકમાં જોવા મળી હતી. તેને લોંગ ટ્રેન્ચ કોટ, ફ્લેયર્ડ જીન્સ અને ટોપ પહેર્યું હતું, જેનો અંદાજ ક્લાસી લાગતો હતો.
ઐશ્વર્યા રાયના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો છેલ્લે 2023ની ફિલ્મ પોન્નિયન સેલ્વન ટૂમાં જોવા મળી હતી. મણિરત્નમના નિર્દેશનમાં બનેલી ઐતિહાસિક ફિલ્મ એપ્રિલ 2023માં રિલીઝ થઈ હતી. ફિલ્મ કલ્કિ કૃષ્ણમૂર્તિના જાણીતા પુસ્તક આધારિત હતી. આ ફિલ્મમાં ઐશ્વર્યા નંદિની અને રહસ્યમય ઉમઈ રાનીના ડબલ રોલમાં જોવા મળી હતી. ફિલ્મમાં વિક્રમ, કાર્થી, જયમ રવિ, તૃષા કૃષ્ણન, શોભિતા ધુલિપાલા અને ઐશ્વર્યા લક્ષ્મી વગેરે કલાકારો જોવા મળ્યા હતા.
